________________
BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBEEzillot Ellus
88888888888888888888888888888888888888888888888888888888888888888888888888888
છે વિના તેનો ઉપભોગ કરી, નહિ થાપ કે નહિ ઉથાપ, તેવી
રીતે સમભાવમાં રહેવાનો પ્રયત્ન રાખવો. આ સર્વ જાતની ઉપેક્ષામાં આત્મસ્વરૂપ પ્રગટ થાય છે, કેમ કે જ્યાં સુધી સારી કે ખોટી લાગણીઓ છે ત્યાં સુધી શુભ કે અશુભ બંધન છે. તે સર્વ લાગણીઓની ઉપેક્ષા કરવી. તે આત્મસ્વરૂપમાં રહેવા-સ્થિરતા કરવા બરોબર છે તેમ જાણી જે અવસરે જે જાતની ઉપેક્ષા-મધ્યસ્થતા ઉપયોગી જણાય તે અવસરે, તે જાતની મધ્યસ્થતાનો આશ્રય કરવો.
આ ઠેકાણે એટલી વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ગૃહસ્થ ગૃહસ્થને લાયક ઉપેક્ષા કરવી અને ત્યાગીઓએ ત્યાગપણાને લાયકની ઉપેક્ષા કરવી. તે સિવાય વિપરીત ઉપેક્ષા કરવામાં આવતાં અનર્થ થવાનો સંભવ છે, જેમ કે ગૃહસ્થના ઘરમાં કોઈએ પ્રવેશ કર્યો છે સાધુની માફક ઉપેક્ષા કરશે તો તેનો દુનિયામાંથી-વ્યવહારમાંથી નાશ થશે.
વળી ઘરની સ્ત્રી, પુત્ર, પુત્રી કે પુત્રવધૂ આદિ કોઈ હું અવળે રસ્તે ચાલતાં હોય તો તેમને શિખામણ આપવામાં, કે
શિક્ષા કરવામાં, ઉપેક્ષા કરવામાં આવે તો અવશ્ય તેઓને ઉન્માર્ગે ચડાવવામાં ઊલટો ઘરનો માલિક મદદગાર કે કારણભૂત થાય છે.
તેવી ઉપેક્ષાથી ગૃહસ્થાશ્રમનો અને પોતાની ફરજોનો નાશ થાય છે. સાથે ધર્મનો પણ નાશ થાય. આ ઠેકાણે તેઓને સન્માર્ગે ચલાવવા માટે સારી શિખામણ આપવી તે છતાં ન માને તો કઠિન શિક્ષા પણ કરવી.
આવી જ રીતે ધર્મની, દેવની કે ગુરુની નિંદા કરનાર આશાતના કરનારની પણ ઉપેક્ષા ન કરવી. તેની આવી ઉપેક્ષાનો લાભ લઈ એક વખત એવો પણ લાગશે કે ધર્મનો
BOBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBKBOBOS
R43 BURUDUBBBBBBRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org