________________
833%
સ્તન ને ત
9879 @999% 99.98ABGનાં ધ્યાન દીપિકા
જગતનું કોઈ પણ બંધન મને નડતર કરી શકે તેમ છે નહિ, ઇત્યાદિ ધ્યાનમાં મગ્ન રહેવું.
888888
અહીં સુધી કહેલા પ્રાણાયામની પદ્ધતિના ચાર ભાગ પડેલા છે. દરેક ભાગમાં શારીરિક અને માનસિક એવા બે ભાગ છે. આ વાત લક્ષમાં આવી જ હશે. ડાબા નસકોરાથી પવન પૂરવો-માંહી ખેંચવો આ પૂરક પ્રાણાયામનો પ્રથમ ભાગ છે. આ ભાગમાં પ્રાણને અંદર લેવાની ક્રિયા તે શારીરિક ક્રિયા છે અને હું શુદ્ધ પરમાત્મસ્વરૂપ છું એ મનોભાવને ધ્યાનમાં શ્વાસક્રિયા સાથે સ્થિર કરવો તે માનસિક ક્રિયા થઈ.
તે પૂરેલા વાયુને અંદર કેટલાક વખત સુધી પેટ, હોજરી, ફેફસાં વગેરેમાં રાખી મૂકવો તે કુંભક, શારીરિક બીજી ક્રિયા થઈ, તે સાથે અનંત શક્તિમાન જ્ઞાનસ્વરૂપ હું છું એ દૃઢ મનોભાવનો વિચાર કરવાની માનસિક બીજી ક્રિયા થઈ.
જમણા નસકોરાથી શ્વાસ છોડી મૂકવાની ક્રિયા ધીમે ધીમે કરવી તે ત્રીજા ભાગની શારીરિક રેચક ક્રિયા થઈ અને શ્વાસ સાથે સર્વે મલિન વાસના અને દુર્બળતા અંતઃકરણમાંથી કાઢી નાખવી એ માનસિક ત્રીજી ક્રિયા થઈ કહેવાય છે.
શ્વાસને અંદર આવતો અટકાવી બહાર રહેવા દેવાની પ્રાણાયામના ચોથા ભાગની ક્રિયા છે. આ ક્રિયા સિદ્ધ થાય એટલે અરધો પ્રાણાયામ થયો. (આ સ્થળે જરૂર જણાય તો થોડીકવાર થોભવું, વિશ્રાંતિ લેવી, વિશ્રાંતિ લેતી વખતે શ્વાસોચ્છ્વાસ સ્વાભાવિક ગતિમાં ચલાવવો. પછી પ્રાણાયામની ક્રિયા શરૂ કરવી.)
હવે ડાબાને બદલે જમણા નસકોરાથી પવન પૂરવો. માનસિક ક્રિયા પણ પહેલાંની માફક કરવી. પૂર્વની માફક શરીરથી ચાર ક્રિયા અને માનસિક ચાર ક્રિયા પૂરી થાય
૨૨૨ %a8a8e88888KS\\\\8s38883@8a8888888ă
Jain Education International
8888888
For Private & Personal Use Only
www.jainelibrary.org