________________
CHO EIUS, BURBURUBURBERRORBRESREBUBERGREBEASE,
88888888888888888888888888888888888888888888888888888888888888888888
છે બાહ્ય દૃષ્ટિ સ્થિર કરવાની સાથે મનને તે ધ્યેયમાં જ ચોંટાડી
રાખવું. જો મન બહાર ફરતું હોય, વિચારો કરતું હોય તો બાહ્ય દૃષ્ટિ જોડી રાખેલી નકામી છે. તેનાથી ધારણાનો ફાયદો મેળવી શકાતો નથી. ત્યાં મન લયલીન થઈ જવું જોઈએ. મન એકરસ થઈ જાય તેથી ધારણા સિદ્ધ થાય છે.
બાણ, બંદૂક કે તીર વડે કોઈ પણ વસ્તુને પહેલે જ તડાકે આબાદ વીંધી નાખવામાં ફતેહ પામવા માટે, તે અભ્યાસીઓ જેમ કોઈ સ્થૂળ મોટું અને નજીકનું લક્ષ વીંધવાને પ્રથમ અભ્યાસ પાડે છે, ત્યાર પછી તેનાથી નાનું અને વધારે છેટું લક્ષ વીંધવાનો અભ્યાસ કરે છે. તેમાં ફતેહ પામતાં વળી તેનાથી નાનું અને છેટું લક્ષ વીંધવા અભ્યાસ કરે છે. આ અભ્યાસના પરિણામે છેવટે ગમે તેવું નાનું, ચપળ કે દૂર લક્ષ હોય તે પણ વીંધી શકે છે. આ જ પ્રમાણે આ ધારણા પણ તેવું જ લક્ષ છે. અને તે જ ક્રમે સિદ્ધ કરવી જોઈએ.
ઊગતા અને આથમતા સૂર્ય ઉપર કે ચંદ્ર ઉપર દૃષ્ટિ સાથે મન સ્થિર કરવાનો અભ્યાસ સાધકો કરે છે. ભગવતીસૂત્રમાં તામલિ તાપસના અધિકારમાં પણ આવી જ કંઈક વાત આવે છે. સૂર્યના સામી દષ્ટિ રાખીને આતાપના
લે છે વગેરે હકીકત છે. ભગવાન મહાવીરદેવના સંબંધમાં છે પણ તેવી જ વાત આવે છે એક અહોરાત્ર પર્યત એક વસ્તુમાં
ધૂળના ઢેફા ઉપર દૃષ્ટિ રાખી તેઓ મહાપડિકામાં (અભિગ્રહ વિશેષ) રહ્યા હતા.
લક્ષ ગમે તેવું હોય પણ મનને કે નેત્રને વિકાર ઉત્પન્ન કરે કે રોગ ઉત્પન્ન કરે તેવું હોવું ન જોઈએ. તેના પર દૃષ્ટિ છે અને મનને સ્થાપન કરવાનો હેતુ માત્ર દષ્ટિને સ્થિર કરવા હૈ અને મનને એકાગ્રતા કરવા સિવાય બીજો હોતો નથી. અને છે
BBBBBBBBBBBBBBBBBBBBBBBBLEXBUBBBBBBBBBBBBBBBBBBBBBBBORUROBOROBUDURUBOBEBOBEAM
Sz&#BBBBBBBURURUSUBSZURURUZBOROBUDUBBBBBER33)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org