________________
BREBERLEBRORUREREREREHEPUBLICACES callot Elfus,
8888888888888888888888888888888888888888888888888888888888888888888
છે કેવું સારું થાય ! ગાડી, વાડી ને લાડીની મજા માણીએ.
હવાવાળા મથકો ઉપર બંગલાઓ બાંધી અમનચમન ઉડાવીએ. એના કરતાં પણ વિદ્યાધરના રાજાપણાની પ્રાપ્તિ થાય તો પછી પૂછવું જ શું ? સુંદર વિમાનોમાં બેસી, વિદ્યાધરીઓની સંગતિ, સુંદર આરામો, બાગબગીચાઓ, નંદનવન, આદિ સુંદર સ્થળોમાં વિહાર કરીએ. કલ્પવૃક્ષાદિ ઝાડોની સુંદર ઘટાઓમાં, સહેલગાહ થતી હોય, મલયાચળ જેવો મંદમંદ પવન આવતો હોય, કિન્નરીઓના ગાયનોના મધુર શબ્દો કાને પડતા હોય, અહા ! આ મજાની તો વાત જ શી કરવી ? આવામાં કોઈ શત્રુ વિદ્યાધર કે બીજો કોઈ મારી પત્નીને ઉપાડી જાય-મારા સુખમાં વિઘ્ન કરે કે મારું રાજ્ય લઈ લેવા ચડી આવે તો, ખરેખર હું સામો થઈ જાઉં અને મારામાં એવું બળ હોય કે મને કોઈ જીતી શકે જ નહિ. શત્રુઓનો નાશ કરી તેમની લક્ષ્મી લૂંટી લઉં, આખી દુનિયા મારે આધીન થઈ જાય, સર્વ ઠેકાણે મારો જ વિજય થાય, ઇત્યાદિ વિચારો કરતાં, જરા પવનનો ઝપાટો આવતાં આંખ ખૂલી જાય કે કોઈના શબ્દોથી તે વિચારધારા તૂટી જતાં, સાવચેત થઈ આવતાં, તપાસ કરતાં આ જે પાયા વિનાનો મહેલ ઊભો કર્યો હતો તે માંહીલું કાંઈપણ દેખાય ખરું કે ? ધુમાડાના જ બાચકા કે બીજું કાંઈ ? સ્વપ્નામાં દેખેલ બનાવોથી આમાં કાંઈ અધિકતા ખરી કે ? કાંઈ જ નહિ.
અરે મૂર્ખતા ! અહો અજ્ઞાન દશા ! કેવી ભયંકર ભૂલ ! માનવો ! અમૂલ્ય માનવજીવનનો કેવો અસાધારણ
દુરુપયોગ ? આટલા વિચારો કર્યા તેમાંથી કાંઈ મળ્યું ખરું હ્યું કે ? વખત પણ નકામો ગયો, તેટલું આયુષ્ય ઓછું થયું,
મન પણ તેટલું ચંચળ થયું અને પરિણામે (શૂન્ય) મીંડું.
BBBBBBBBBBBBBBBBBBBUBUBURUZKORBREVBREVBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB283
hપર 888888888888888888888888888888688888888888888888
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org