________________
છૂ880888888888888888888888888888888888888૭ ધ્યાનEાપકા
PRORUBEBUBURUBURBURURURUBURURUBURURUAREBBERBURURUBURURUBURUPUREBERURSA
છે તેને જોતા તમારું મન તેવા જ હલકા આકારે પરિણમશે.
તમારો ઉપયોગ તેવા આકારે પરિણમ્યા વિના તેનો તમને બોધ નહિ જ થાય. તમે તમારા મનને સામી વસ્તુને જેવી માનવાને માટે નિશ્ચિત કરી આપ્યું છે, તે તો તેવી જ રીતે માનશે અને તે પ્રકારે તેના તરફ વર્તન રાખી, ગુણ-અવગુણ ગ્રહણ કરશે. એક સ્ત્રી સન્મુખ ઊભી છે તેને તમે જો. બહેનપણે માનશો તો તરત જ મન તે તરફ વિકારભાવથી જોતું અટકી જશે અને બહેન તરફના પ્રેમથી તે તરફ વર્તન કરશે. અને તેને પોતાની સ્ત્રી તરીકે માનશો તો બહેનનો ભાવ સમૂળગો ચાલ્યો જઈ સ્ત્રીપણાના ભાવને ઉચિતતાવાળું તમારું આચરણ તેના તરફ થશે. આવી જ રીતે તમે જ્યારે તમારા પોતાના બચાવ માટે-આત્માની ઉન્નત ગુણશ્રેણી તરફ ચડવા માટે શ્રીમાનું યશોવિજયજી મહારાજના શબ્દોમાં કહીએ તો તમારા અંતરમાં સર્વ આત્માઓને કે જેઓ અત્યારે કર્માધીન સ્થિતિમાં દેહાશ્રિત થઈ રહેલા છે તેઓને સત્તાગત શુદ્ધ સ્વરૂપે જોવાની ટેવ પાડશો. જે જે દેહધારી તરફ તમારી દૃષ્ટિ પડે તે તે શુદ્ધ આત્મસ્વરૂપ છે, એમ તમારા હૃદયમાં ઠસાવશો તો તમારી તેટલે તેટલે દરજે આત્મદષ્ટિ થશે, તમારું મન વારંવાર તેવા તેવા પ્રસંગે આત્માકારે પરિણામ પામશે-દેહભાવ ભૂલાતો જશે અને શુદ્ધ આત્મદષ્ટિ-શુદ્ધઆત્મસંસ્કાર જાગ્રત થતા જશે-હૃદયમાં સચોટ થતા જશે. આનું પરિણામ એ આવશે કે રાગ, દ્વેષ અભિમાન આદિની પરિણતિ મંદ પડી જશે અને નિર્વિકાર આત્મદૃષ્ટિ મજબૂત થતી જશે. આ સમભાવની પ્રાપ્તિ થતાં મન નિર્મળ થશે, એટલે પછી તમારું કર્તવ્ય નિર્વિન થશે. તેમાં વિકલ્પો આવી અંતરાય પાડે છે, તે બંધ થશે અને આવરણ દૂર થતાં જીવન છે
BUBUBURURUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURUB
168BBBBBBBRERERURORROBOROBUDUREROBERUPEREBUS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org