________________
Sallon ElfUSI PURURUZORBRUIKABUBUBURBRORUBBERBS
BROBERGBUBBBBBURUDURSBORDRERUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUBURBURU BURUBBBBBBBLE
આ જાપનામની બીજી ભૂમિકા તે તપનો જ ભેદ છે. હું હું મનને તપાવે છે - મલિનતા ઓછી કરાવે છે. નદીના
ઊંડાણમાં પડેલા પાણીના ધરામાં પાણી ભરાઈ રહે છે, ઉનાળામાં પણ તે ઊંડા ધરામાંથી પાણી સુકાતું નથી છતાં નવીન આવક ન હોવાથી તે પાણી ગંધાઈ જાય છે, લીલ છે ફૂલ ઉપર છાઈ જાય છે. આ ગંધાયેલ પાણીના ધરામાં જ્યારે નવીન પાણી જોસબંધ આવી પડે છે, ત્યારે જૂનું પાણી ક્યાં જાય છે ? તમે જાણતા હશો કે તે પાણીના ધક્કાથી બહાર નીકળી ચાલ્યું જાય છે અને તેની જગ્યા આ નવીન આવેલું પાણી લે છે. અર્થાત્ જૂનું પાણી નીકળી જઈ નવીન પાણી સ્વચ્છ પાણી તેમાં રહે છે. આ જ દૃષ્ટાંતે જૂના પાણીરૂપમલિન વિચાર-પાપિષ્ઠ-ગંધાઈ ગયેલ અને તેથી જ અપકીર્તિ અને દુઃખની દુર્ગધ ઉછાળનાર પાપકર્મો આ નવીન પરમેશ્વરવાદનો વાચક મહામંત્ર ૐ મ નમ: તેનો અખંડ જાપ કરો. તમારામાં બળ હોય તેટલા પુરજોસથી જાપ કરો. એક શ્વાસોચ્છવાસ પણ મહામંત્રના ઉચ્ચારણ કર્યા સિવાય ખાલી ન જવા દો. જોઈ લો પછી મજા. આ નવું પાણી એટલા જોસથી વહેવા માંડશે કે તેના ધક્કાથી પૂર્વનું જૂનું ગંધાયેલું પાપરૂપ પાણી-મલિન વાસનારૂપ પાણી-તદ્દન ખાલી થઈ જશે. તેની ખાતરી તમારા મનમાં ખરાબ વિચારો પ્રગટ થાય તે છે. અને આ મંત્રના તાપથી (કારણ કે તેથી તપ થાય છે એટલે તેના તાપથી) ઉત્તમ વિચારની ધારા પ્રગટ થશે. આ આવરણ જવાથી-આ જાપના ઘર્ષણથી-ઉત્પન્ન થતી વીજળીના તાપથી, તમારી મલિનતા બળી જવાથી અનેક સુવિચારની ધારાઓ સ્ફરવા માંડશે. આ અજ્ઞાનાવરણ ઓછું થવાથી ખરું જ્ઞાન જેમાંથી થવાનું છે તેવી વિચારશ્રેણી ચાલુ
BEBRUARGRUBURBEWERBURU KABBAUBERURURUBURURUBURBURURUBRIK BRBRUBECAURURK
GBUBURUZBRURURUBERUBBERBURBURUBBBBBBBBBBB109
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org