________________
Elon Ellys, PUISSBRUZBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB
289898989898SD89888888888888888888888888888888888888888888888888888888888
નહિ જ. વેશ તો એક ટોકરો વળગાડવા જેવો છે. બાકી ખરી રીતે તો તે સદાચારી હોવો જ જોઈએ. સદાચારના ગુણ વિના સાધુવેશની કિંમત કાંઈ નથી. છાપ સારી હોય પણ રૂપિયો તાંબાનો હોય તો તેની કિંમત રૂપા જેટલી થવાની જ નહિ. છાપ અને રૂપે બન્નેની જરૂર છે. પણ એકલી છાપની કિંમત નથી. એકલા રૂપાની તો ઓછી પણ કિંમત તો થવાની, તેમ કદાચ વેશ ન હોય પણ સદાચારી હોય તો ફાયદો તો થવાનો જ. બન્ને સાથે હોય તે તો સોનું અને સુગંધ સાથે મળ્યું જ કહેવાય. તેમ વેશ અને ગુણ બન્ને સાથે હોવાથી તેનાથી સ્વપર ઉપકાર સારી રીતે થઈ શકશે. એકલા ગુણથી તે પોતાનો ઉદ્ધાર કરશે.
સદાચારથી ભ્રષ્ટ થઈ, લોકોને ઠગનારાઓ-કેવળ વેષધારીઓમાં ધ્યાન ક્યાંથી હોય ? કદાચ તેઓ ધ્યાન કરતા છે પણ હોય તો તે ધ્યાન તેને કેવી રીતે શુદ્ધિ આપશે ? જો
શુદ્ધિને માટે જ ધ્યાન કરાતું હોય તો પછી સદાચારથી ભ્રષ્ટ થવાનું અને લોકોને ઠગવાનું કારણ શું ? સદાચારથી ભ્રષ્ટ થઈ લોકોને ઠગવા અને સાધુવેષ ધારણ કરવો તે પરસ્પર વિરુદ્ધ છે અને સાથે ધ્યાન કરવું તે તો વિશેષ પ્રકારે વિરુદ્ધ છે. મતલબ કે ચિત્તની મલિનતા કે ચપલતા જ્યાં સુધી હોય ત્યાં સુધી ધ્યાન સ્થિર ન થાય. તે મલિનતા દૂર કરવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. તે ન થાય ત્યાં સુધી ધ્યાનના ઉમેદવાર ન થવું જોઈએ. ___ध्यानमेवात्मधर्मस्य मूलं मोक्षस्य साधनम् । ___ असद्ध्यानं ततो हेयं यत् कुतीर्थिकदर्शितम् ॥६१।।
ધ્યાન જ આત્મધર્મનું મૂળ છે. ધ્યાન જ મોક્ષનું સાધન હ્યું છે. માટે જ કુતીર્થિકોએ બતાવેલું ધ્યાન અસમલિન-ધ્યાન શું છે તેનો ત્યાગ કરવો.
GEBOBB BUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBRO
8888888888888888888888888888888888888888888888૧૨ી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org