________________
SaRDRABBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB cello Ellosi
R888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888
રાજ્ય, ઐશ્વર્ય, સ્ત્રી, પુત્ર, વૈભવ, ક્ષેત્ર ઇત્યાદિ હું પોતાના ઉપભોગના સાધનો ચાલ્યા જવાથી અથવા ચિત્તને
પ્રીતિ કરવાવાળા સુંદર વિષયોનો નાશ થતાં, જીવો ત્રાસ
પામીને, ભ્રમિત થઈને, શોક કરીને, મોહથી પરાધીન થઈને, હું રાતદિવસ તેને માટે જે ચિંતન કરે છે. તે મનને દુઃખ દેવાવાળું છે ઈષ્ટ વિયોગ નામનું આર્તધ્યાન છે.
ચિત્તને રંજન કરવાવાળા દેખેલા, સાંભળેલા અને અનુભવેલા પદાર્થોની સાથેનો વિયોગ થતાં મનમાં જે કલેશ થાય તે ઈષ્ટવિયોગથી ઉત્પન્ન થયેલું આર્તધ્યાન છે.
મનોજ્ઞ વસ્તુનો નાશ થતાં ફરી તેના સમાગમના અર્થી જીવો જે કલેશ પામે છે તે આ બીજા આર્તધ્યાનનું લક્ષણ છે.
ભાવાર્થ : ઇષ્ટ-વહાલા મનુષ્યો કે દેહાદિ નિર્વાહના સાધનભૂત પદાર્થોનો નાશ થતાં અજ્ઞાની જીવો વિવિધ પ્રકારના કલ્પાંત, શોક, આક્રંદ કરે છે - અહોનિશ ઝુરે છે. તેમના વિયોગથી આ સંસારને શૂન્ય માને છે. જીવિતવ્ય નિષ્ફળ ગયું સમજે છે, તેમના મેળાપ માટે દેહનો વિયોગ પણ સુખરૂપ માને છે. તેનો પાછો સમાગમ મળી આવે તે માટે નિરંતર વિચારો કર્યા કરે છે. આ સર્વનું પરિણામ શું સમજવું ? કાંઈ નહિ. આત્મસ્વરૂપનું આ અજ્ઞાન છે અથવા કર્મના કાયદાની અજાણતા છે. અચાનક કાંઈ આવી મળતું નથી કે આવેલું ચાલ્યું જતું નથી. આવવામાં અને જવામાં હેતુઓ છે. હેતુ વિનાનું કાંઈ નથી. જો હેતુ વિના આવવું જવું, સંયોગવિયોગ થતાં જ હોય તો આ વિશ્વની વ્યવસ્થા બની ન જ રહે.
પુણ્ય એ પોતાના સારા આચરણોનું પરિણામ છે. સારા કર્તવ્યોનો બદલો આપનારાં બીજ તેમાં છે. તેનાથી અનુકૂળ
BUBBBBBUBURBRUSEBOROBUDUR BREDEBRERUBBEBERAUBURUDUBURBERRRRRRRRRRRRRRRREBES
18YSBOROBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBORRES
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org