________________
GBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBSBUBPS ezilo EINSI
88888888888888888888888888888888888888888888888888888888888888888888
છે તેઓને તથા કુદષ્ટિવાળાને-એટલે જેઓની આંતરદષ્ટિ મલિન છે
છે અથવા ખુલ્લી થઈ નથી, આત્મા તરફ જેઓનું વલણ શું થયું નથી, કેવળ ભવિષ્યના સુખ માટે દેવાદિક કે રાજ્યાદિકની
પ્રાપ્તિ માટે ત્યાગ ગ્રહણ કરે છે, અજ્ઞાન તપશ્ચરણ કરે છે અને જેઓ કામનાપૂર્વક મલિન ઈરાદા પાર પાડવાની આશાથી ધ્યાનાદિ પણ કરે છે તેઓનું ધ્યાન શુદ્ધ હોતું નથી કારણ કે તેઓને વસ્તુતત્ત્વનું જ્ઞાન હોતું નથી. સાધ્યની અજ્ઞાનતા કે સાધનની અજ્ઞાનતાને લઈ તેઓ પોતાનું કર્તવ્ય સિદ્ધ કરી શકતા નથી. જેમ લક્ષ વિના ફેંકેલું બાણ કે યોગ્ય સામગ્રી સિવાય કરેલો પ્રયાસ નિરર્થક જાય છે તેમ તેઓનું ધ્યાન મુખ્ય ફળ દેવાવાળું થતું નથી.
સાધુ વેશધારીને ધ્યાન હોય કે ? सदाचाराच्च भ्रष्टानां कुर्वतां लोकवंचनम् । विभ्रतां साधुलिंगं च तेषां ध्यानं न शुद्धिदम् ॥९॥ नित्यं विभ्रान्तचित्तानां पश्यत्वेषां कुचेष्टितम् । संसारार्थं यतित्वेऽपि तेषां यात्यफला जनिः ॥६०॥
સાધુના વેશને ધારણ કરનારા કરવા છતાં) સદાચારથી ભ્રષ્ટ થયેલા અને લોકોને ઠગનારાઓને ધ્યાન શુદ્ધિ આપતું નથી.
નિરંતર વિભ્રાંતિ ચિત્તવાળાઓના દુરાચારને તમે જુઓ. યતિપણાને વિષે પણ સંસારને નિમિત્તે તેઓનો જન્મ નિષ્ફળ જાય છે.
ભાવાર્થ : ભલે ઉત્તમ સાધુઓનો વેષ ધારણ કર્યો હોય તો તેથી શું થયું ? દૂધ નહિ આપનારી ગાયને ગળે ટોકરી વળગાડવાથી શું તેની ખરી કિંમત કોઈ આપશે કે ?
8888888888888088888888888888888888888888888888888888888888888888888888888888888888
વિર૬ b86888888888888888888888888888888888888&t&&&&&&
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org