________________
888888
9898939KGR\RTY8998માનદીપિકા
લાખો જીવયોનિમાં ભ્રમણ કરતાં, મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે; તેમાં પણ ધર્મની સામગ્રી અને બોધિરત્ન (સમ્યજ્ઞાન)ની પ્રાપ્તિ તો વધારે દુર્લભ છે.
88 88
ભાવાર્થ : માનવો ! ચોક્કસ સમજજો. વારંવાર આ માનવ જિંદગી મળવી દુર્લભ છે. અનેક જિંદગીઓના પરિભ્રમણ પછી ઘણે કાળે, અને કોઈ જ વાર સર્વ સાધનસંપન્ન આ જિંદગી મળી છે. તેમાં પણ ધર્મઆત્મસ્વભાવ-પ્રગટ કરવામાં મદદગાર આર્યદેશ, ઉત્તમ કુળ, નીરોગી શ૨ી૨, તીક્ષ્ણબુદ્ધિ, લાંબુ આયુષ્ય, સત્સમાગમ અને સ્વરૂપ પ્રગટ કરવાની ઇચ્છા એ ઉત્તરોત્તર દુર્લભ છે. આ સ્થિતિ પામ્યા પછી તત્ત્વ સ્વરૂપ જાણવું પામવું, એ વધારે દુર્લભ ન ગણાય, છતાં તેવી સ્થિતિ પામ્યા છતાં પણ સમ્યક્દષ્ટિ અને તત્ત્વજ્ઞાન જેવી અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ થવી તે ઘણી જ દુર્લભ છે એવી સ્થિતિમાંથી પતિત પણ થઈ જવાય છે. એ અનુકૂળ સંયોગો ઘણીવાર નિષ્ફળ નીવડે છે એમ જ્ઞાની પુરુષોએ ઘણીવાર જોયેલું છે માટે આપણને તેઓ વારંવાર ચેતાવે છે.
મહાનુભાવો ! જાગો ! ઊઠો ! પ્રયત્ન કરો, નહિતર વખત ગયા પછી પશ્ચાત્તાપ નકામો છે.
આ પ્રમાણે સમભાવ લાવવા માટે-રાગદ્વેષની પરિણતિ હઠાવવા માટે આ બાર ભાવનાથી અંતઃકરણને વારંવાર વાસિત કરવું.
આ બાર ભાવના સંબંધી વિચાર કરશો તો જણાશે કે તે ભાવનાઓ પાપરૂપ મળ કે મલિન વાસનારૂપ મળ સાફ કરવા માટે જુલાબની ગરજ સારે છે.
|૧૧૬ 888888a8888888888888888888888a88888888,
Jain Education International
888
For Private & Personal Use Only
www.jainelibrary.org