________________
RGRENERGIG RG DER GREBERG BERG RY
ધ્યાન દીપિકા 89 સપ્ટ " RG5998690948a St
સુંદર સ્ત્રીઓ, મનોહર બાગબગીચાઓ, વિનયસંપન્ન પુત્રો અને આજ્ઞાંકિત પરિવાર એમાં કાંઈ તારું નથી. આગળ ન હતું અને પાછળ પણ નથી. વચમાં દેખાવ આપી વિસર્જન થાય છે. તું જ તારું સ્વરૂપ છે અને તું જ તું છે. આ સિવાય જે કાંઈ છે તેનો અને તારો સંબંધ સ્વપ્નાના જેવો ક્ષણિક છે. આ દેખાવો તારું સ્વસ્વરૂપનું ભાન ભૂલાવનાર છે. જેને તું વિશેષ ચાહે છે (ઈચ્છે છે) એ જ તને વિશેષ પ્રકારે ભાન ભૂલાવનાર હોઈ શત્રુની ગરજ સારે છે.
હે આત્મન્ ! જરાક આંખો ઉઘાડ. વિવેકદૃષ્ટિથી જો. તને આ સર્વમાંથી હિતકારી, પરિણામે સુખદાયી શું દેખાય છે ? પોતાના આધાર ઉપર ઊભો રહેતા શીખ. તારા પોતામાં વિશ્વાસ રાખ. મનોવૃત્તિને બહારના વિષયોમાંથી ખેંચી લઈ સ્થિર થતાં તને તારું સ્વરૂપ દેખાશે.
તે સિવાય આ ભ્રાંતિ ટળનાર નથી. જેઓ સ્વરૂપમાં સ્થિર થાય છે, તેમણે જન્મ-મરણને જલાંજલિ આપી છે, તેઓ જ પરમ સુખી છે ઈત્યાદિ વિચારો વડે મનને વાસિત કરી સંયોગવિયોગથી હર્ષશોક ન કરતાં ઉદય આવે તે કર્મોને અનુભવી લેવાં અને નવા ન બાંધવા તે આ ભાવનાનો ફલિતાર્થ છે. ૨૩
અન્યત્વ પાંચમી ભાવના
आत्मा स्वभावेन शरीरतो ऽयमन्यश्चिदानंदमयो विशुद्धः । कर्माणुभिर्योऽस्ति कृतः कलंकी स्वर्ण यथा धातुजकालिकाभिः ||२४|| આ આત્મા સ્વભાવ વડે શ૨ી૨થી જુદો છે, જ્ઞાન અને આનંદમય છે, વિશુદ્ધ છે, ધાતુથી ઉત્પન્ન થતી કાળાશ વડે જેમ સોનું મેલું (દોષવાળું) થાય છે તેમ કર્મના પરમાણું વડે તે કલંકિત કરાયેલો છે. ૨૪.
ÖzuzuzuzuzuRUKURUZUKURUZURUNGRYZURURURURURY EC
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org