________________
8888888888888888888888888
98983696999 રને 8 ધ્યાન દીપિકા
જરૂરિયાતથી વધારે અને માદક પદાર્થોથી તેનું પોષણ ન કરો. તમારું મન અને ઇન્દ્રિયો કાબૂમાં ન રહે તેવો ઉન્માદ ઉત્પન્ન કરનારો ખોરાક તેને ન ખવરાવો. શરીરમાં અજીર્ણાદિ વિવિધ પ્રકારના રોગ ઉત્પન્ન થાય અને ક્રૂરતામાં વધારો થાય તેવા વિકારી ખોરાકથી દૂર રહો. આપણે આગળ કહી ગયા તેમ દેહ અને આત્મામાં ઐક્ય નથી પરંતુ કુદરતના સંચાની માફક એટલો સંબંધ તો છે જ કે દેહને જેવા ખોરાકથી પોષીએ તેવા ખોરાકની કુદરતી અસર તમારા મન ઉપર થયા વિના રહેશે નહિ, માટે ગમે તેવો ખોરાક લીધા પહેલા તેના ગુણદોષ તપાસીને પછી જ તે આહાર ગ્રહણ કરવો. તૃષા લાગી હોય ત્યારે ગમે તે પ્રકારે, ગમે તેવા પાણીથી પણ તૃષા તૃપ્ત કરવા ઇચ્છા થાય છે ત્યારે જો અશુદ્ધ, ગંદું અને પોરાવાળું પાણી પિવાય તો તે શરીરમાં વિકાર ઉત્પન્ન કરી મન ઉપર પણ અસર કરે. માટે સાત્ત્વિક જોઈએ તેટલો જ અને પોષક કે જેથી દેહ ટકી શકે તેવો જ ખોરાક લેવો. જે ખોરાક લેવાથી જીવોને દુ:ખ ન થાય, ઇન્દ્રિયો કાબૂમાં રહી શકે, રોગ ઉત્પન્ન ન થાય, મનમાં શાંતિ રહે, વિકારો હેરાન ન કરે અને શરીરનો નિર્વાહ ચાલે તેવો જરૂરિયાત જેટલો સાત્ત્વિક ખોરાક લેવો અને તેવા જ પોશાકથી દેહને ભૂષિત કરવો.
શરીર જવાનું છે, તો તે મળ્યું પણ શા કામનું ? આશય એવો છે કે જો જવાનું જ છે તો પછી તેના ઉપર મમત્વ શા માટે કરવું ? પણ વિચાર કરવો કે આ શરીર શા કામનું છે ? આ શરીરથી વિવિધ પ્રકારના પરમાર્થિક કાર્યો થઈ શકે છે. અનેક જીવોને આ દેહ દ્વારા મદદ આપી શકાય તેમ છે. અનેક જીવોનો બચાવ આ દેહ દ્વારા કરાતા ઉપદેશથી
∞
૭૮ 388888888888888888/939/a8a8a8a8/3/3839K983
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org