________________
8888888888
8888888888 88888 s&
39.468LRB GSSSB GR-G, ધ્યાન દીપિકા
જન્મ મરણાદિ પીડારૂપ વૃક્ષનાં મૂળ સરખા કર્મો જે વડે વિખરાઈ જાય, ખરી પડે તેને જ્ઞાની પુરુષો નિર્જરા કહે
છે.
તે નિર્જરા સકામ અને અકામ એમ બે પ્રકારે કથન કરેલી છે. નિગ્રંથોને સકામ નિર્જરા હોય છે, તેમ જ બીજાઓને અકામ નિર્જરા હોય.
ભાવાર્થ : આવતા કર્મોને રોકવારૂપ સંવરભાવના બતાવ્યા બાદ પૂર્વના આવેલ કર્મને કાઢી નાખવા માટે નવમી નિર્જરા ભાવના કહેવામાં આવે છે. આ જીવ પોતાના શુદ્ધ ઉપયોગના બળથી પૂર્વસંચિત કર્મઅણુઓનો એક દેશથી નાશ કરે છે તે નિર્જરા કહેવાય છે. એક દેશથી એટલે અમુક ભાગનો નાશ કરે છે એમ કહેવાનો હેતુ એ છે કે સર્વથા સર્વ અણુઓનો નાશ થાય તેનો મોક્ષ થાય છે, તે મોક્ષ કહેવાય છે અને આ નિર્જરા પ્રકરણ છે એટલે નિર્જરાની હકીકત જણાવી છે.
કર્મ બે પ્રકારના છે, નિકાચિત બંધવાળા અને શિથિલ બંધવાળાં, જે કર્મ અવશ્ય ભોગવવા જ પડવાનાં છે, જેનો બંધ મજબૂત બંધાઈ ચૂક્યો છે, તેમાં ફેરફાર કરી શકાતો નથી તે તો અવશ્ય પ્રારબ્ધરૂપે ઉદય આવવાનાં અને તે નિકાચિત બંધવાળા કર્મોની નિર્જરા તો ભોગવી લેવાથી જ થાય છે.
બીજી જાતના કર્મ કે જેનો બંધ મજબૂત-નિકાચિત પડ્યો નથી પણ વાસનારૂપે જેનાં પુદ્ગલો એકઠાં કરેલા છે, તેમાં ફેરફાર કરી શકાય છે. પશ્ચાત્તાપવાળા પણ આત્માના શુદ્ધ ઉપયોગરૂપ સદ્ભાવનાથી તે નિર્જરી શકાય છે. અથવા એક જાતની કર્મપ્રકૃતિમાંથી બીજી જાતની
CO FERERERERERERUKURERERERERERERERERETETERERER
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org