________________
ધ્યાનેદપિકા 38 388388888888888888888888888888888888888888
EBOBEBUBUBBBBBBBBBBBBBBBUBUBBBBBBBBBBBGBUBURUBURBERUBUBORUBUBUBUBUBUBURUZ
એવી સ્થિતિ મેળવ. જે પદાર્થો તારા નથી, જે તું નથી તેના છે જવા-આવવાથી તને હર્ષ, શોક શા માટે થવો જોઈએ ? ન થવો જોઈએ અને તે જ તારું કર્તવ્ય છે. આ ભાવનાનો
ઉદ્દેશ પણ તે જ છે કે પુદ્ગલ-જડપદાર્થથી વ્યાવૃત્ત થઈ હું આત્મસ્વરૂપ અનુભવવું અને દેહ અને આત્મા વચ્ચે ઐક્ય નથી, પરંતુ ભિન્નતા છે. ૨૫-૨૬.
અશુચિ ભાવના-૬ शुक्रादिबीजं निधमनेकाशुचिसंभृतम् ।। मलिनं निसर्गनिःसारं लज्जागारं त्विदं वपुः ॥२७।।
વર્યાદિ બીજવાળું, નિંદનીય, અનેક અશુચિથી ભરેલું, મલિન, સ્વભાવથી સાર વિનાનું અને લજ્જાના ગૃહ સમાન આ શરીર છે. ર૭.
ભાવાર્થ : આત્માથી શરીરને જુદું જાણ્યા છતાં પણ તેના ઉપર સ્નેહ બન્યો રહે છે. પોતાના દેહ ઉપર કે સામાન્ય રીતે સર્વ દેહધારી જીવોના દેહ ઉપર મોહ-મમત્વ ન થાય એટલો જ આ અશુચિ ભાવના કહેવાનો ઉદ્દેશ છે. - આ દેહનું મૂળ શું છે તે મનુષ્યોથી ભાગ્યે જ અજાણ્યું હોય છે. શુક્ર (વીર્ય) અને શોણિત (સ્ત્રીનું રજસ) આ બન્નેની મિલાવટથી આ દેહની ઉત્પત્તિ છે, તે જ બીજ છે. જમીનમાં બીજ વાવ્યા પછી તેને વાયુ, અગ્નિ, પાણી વગેરેની મદદથી જમીનમાં જુદી જુદી જાતની, જુદે જુદે વખતે રાસાયણિક સાંયોગિક ક્રિયા થાય છે, જેમાંથી અંકુરરૂપે તે બીજ બહાર આવી બહારનાં હવા, પાણી, પ્રકાશ વગેરેનું પોષણ મેળવી
છેવટે એક વૃક્ષાદિ રૂપમાં આવે છે, નિયમિત અવધિ આયુષ્ય છે પ્રમાણે અહીં દેખાવ આપી પાછું તેનું રૂપાંતર થઈ જાય છે
મરણ પામે છે અને નવું થાય છે.
ABSORBERROBUBUBUBUBURLAUBURBEREDEBURURGRUBEROSURUBURURURURURLAUBERGRUPPORCA
GEBRUBBBBBBBBBBBBBBBBBBBGRUBERGROBOROBB94
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org