________________
નિયત કરવી પડશે. કારણ કે કામચલાઉ પ્રમુખથી કોઈ પણ સંસ્થા લાંબા કાળ માટે સ્થાયિ થઈ શકતી નથી. પ્રમુખ તે તત્કાળ પુરતું જ કામ ચલાવી આપે છે, પણ આખી પ્રજાના દિલમાં હમેશા યાદ રહે તેવું એક સ્થાન નક્કી કરવું જોઈએ, એ કોઈ પણ તંત્રના સ્થાયિપણાને અનિવાર્ય સિદ્ધાંત છે. ભગવાન્ મહાવીર પ્રભુનું શાસન પણ એવું જ એક તંત્ર છે. તેમાં એ ગોઠવણ બરાબર કરવામાં આવી છે. જે હાલ ઝાંખી પડી છે, તેને તેજ કરવી જોઇશે જ. શાસન આગળ ઉપર ચાલવાનું છે અને ચલાવવાની આપણું ફરજ છે માટે જેમ બને તેમ સ્થાયિ યોજના કરી આપવી જોઈએ. વિશિષ્ટ વ્યકિતઓ ગમે તેટલી થાય, તેને લાભ લેવાનું ચૂકવું ન જોઈએ. પરંતુ જનસમાજમાં આદેયતા કેન્દ્રથી છુટેલા હુકમથી જેટલી થાય છે, તેટલી બીજાથી નથી થતી. વિશિષ્ટ વ્યકિત ન હોય, તે વખતે પણ એ સ્થાન નિયત કરેલા ધોરણથી વહીવટ ચલાવ્યે જાય તે પણ વાંધો નથી આવતે. માટે સુવ્યવસ્થા માટે આપણે તેવા સ્થાનની આવશ્યકતા સ્વીકારવી જ પડશે.
પ્રજાતંત્ર તરીકે ગણાતા રાજ્યતંત્રમાં આપણે જોઈશું તો ગમે તેવી વિશિષ્ટ વ્યકિતઓના હાથમાં તે તે સમયમાં જનસમાજનું માનસ હય, અને વાતાવરણ ઉપર ગમે તેટલી તે વ્યકિતની અસર હોય, છતાં છેવટની સહી રાજાની થયા પછી જ તે છેવટ ની સહી ગણાય છે. ઈંગ્લાંડની પાર્લામેન્ટ પણ રાજપદ અને તેને લાયક વ્યકિત પસંદ કરવા માટે રાજકુટુંબ રાખેલું છે. તેમાં માત્ર ચાલી આવતી સ્થિત્તિ નભાવે છે, એમ ન સમજવું, પરંતુ તેમાં બંધારણનાં તના જ્ઞાનનું ઊંડું રહસ્ય સાબિત થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com