________________
સની લાલચમાંથી બચવું, અને બીને પણ ધંધા-રોજગારની ધમાલમાં પડીને ધન મેળવવાની લાલચમાંથી બચવું, એ ભારે મુશ્કેલ છે. તેમાં પણ આ પ્રવૃત્તિના વાતાવરણમાં વિશેષ મુશ્કેલ છે. ત્યારે વેણચંદભાઈ તેમાંથી બચી જાય છે, એટલું જ નહીં, પણ તેમાંથી બચી જવાની તૈયારી પહેલેથી ચાલુ થઈ જાય છે. જો એ તૈયારી ન હોતે, તે વેણચંદભાઈનું જીવન આ રીતે લખાત કે કેમ? એ સંશય થયા વિના રહેતા નથી. આમ શાસનસેવકને લાયક અનેક સંજોગો તેમનામાં આવી મળે છે. મુક્તભેગી, નિરુપાધિક, બ્રહ્મચારી, ધર્મિષ્ઠ, ખાનદાન, નિઃસ્વાથી, આજીવિકાએ સ્વાશ્રયી, સરળ, સતત પરિશ્રમશીલ, વિશ્વાસુ, લાગવગ ધરાવનાર અને સામાન્ય રીતે દીર્ધાયુષી: એવા એક સેવક જૈનશાસનને નવા જુના વાતાવરણની સંધિમાં મળી જાય છે. શાસ્ત્રમાં કહેલો સિદ્ધપુત્રને મળતા ગૃહસ્થ શાસન સેવકના ઘણુ ગુણે વેણચંદભાઈમાં હતા, એમ કહેવું જોઈએ. એટલે જૈનશાસનસેવકની દષ્ટિથી વેણચંદભાઈ આ કાળે અજોડ છે-એમની જોડી મળવી મુશ્કેલ છે. કદાચ કઈ વિરલ વ્યકિત હશે, પણ તે આપણા જાણવામાં નથી. બસ, અંતે કબૂલ કરવું જ પડે છે કે-વેણચંદભાઈ તે વેણચંદભાઈ જ.
આ રીતે તેમના જીવનને પૂર્વાર્ધ સ્વાભાવિક અને સાદી રીતે પૂરે થાય છે. હવે પછી તેમના જીવનને મેટો ભાગ અનેક સત્કાર્યોની પ્રવૃત્તિમાં વ્યતીત થાય છે. તે વ્યક્ત કરવાથી બે તને વિચાર કરવાને આપણને અવકાશ મળશે. એક તે–તેમની કાર્યપ્રણાલી અને તેમાં તેમનું વ્યકિતત્વ, અને બીજું–તેમના અંગત જીવનના કેટલાક પ્રસંગે વિષે પણ સાથે સાથે કેટલુંક વિશેષ જાણવાનું મળશે. જેને માટે જુદા પ્રકરણની જરૂર પડશે.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com