________________
૧૩૮
છે તેવા મનુષ્યના અભાવના પ્રસંગે દિલગીર શા માટે થવું? તેમણે તે અહીં પણ આરાણું છે અને આગામી ભવમાં પણ આરાધવાના છે. તેમના તે ત્રણે ભવ સુધર્યા છે. બાકી જેમ જન્મવું સ્વાભાવિક છે તેમ મરણ પણ સ્વાભાવિક છે. અને આવા મનુષ્ય તે અહીંથી ઉપલા કલાસમાં ચડ્યા છે, તે તેમનાં આત્માને શાંતિ ઈચ્છો પણ દિલગીર થવું એગ્ય નથી. અલબત્ત અહીં શાસનમાં એવા મનુષ્યની ખામી પડી અને તે પુરાવી મુશ્કેલ છે એ વાત સત્ય છે અને હવેના પ્રવૃત્તિપરાયણ અને
સ્વાર્થ જમાનામાં એવા પરમાર્થ પરાયણ મનુષ્ય નીકળવા મુકેલ છે, એ પણ સત્ય વાત છે અને તેને માટે ખેદ થાય એ સ્વાભાવિક છે. બાકી એવા મનુષ્યનું મૃત્યુ “જય જય નંદા, જય જય નંદા” શબ્દથી વધાવી લેવા યોગ્ય જ છે.” આ બંધનું લખવું અમને ઘણે ભાગે વાસ્તવિક લાગે છે તેથી તે હકીકત રેશન કરીને જ આ ટુંક નેધ સમાપ્ત કરવામાં આવે છે.” અંતિમ વક્તવ્ય
ઉપર મુજબ દિલસોજીના તારે તથા કાગળ આવ્યા અને સભાઓ ભરાણ તેના હેવાલ છે. તેમજ પત્રકારોએ નોંધ લીધી, તેની હકીકત છે. ભારતવષય જેનભાઈઓ એમના વ્યક્તિત્વને માટે કેવા અભિપ્રાયો દર્શાવે છે? એમના પ્રત્યે હદયગત કેટલું માન છે? કેટલી, ભક્તિભરેલી લાગશું છે? કે હદયનો નિષ્પક્ષપાત ગુણાનુરાગ છે અને વિશ્વાસ–પ્રામાણિક્તા, જવલંત સેવાભાવ, નિઃસ્પૃહતા, અવિશ્રાંત પરિશ્રમ અને ધર્મને સાચે જંગ, તેને લીધે પ્રગટેલી દ્રવ્ય મેળવવાની અદ્ભુત લબ્ધિ-તથા ધારેલું કામ થઈ જ શકે” એવી–ધાર્યા પ્રમાણે કામ પાર પાડવાની આત્મશક્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com