________________
૧૩૭
શ્રી મહેસાણાની યશવિજય પાઠશાળાના સંસ્થાપક તથા શ્રી જૈન શ્રેયસ્કર મંડળના આત્મા જેવા ધર્મબંધુ વેણચંદભાઈ ગયા જેઠ વ. ૯ મે લગભગ ૭૦ વર્ષની વયે સ્વર્ગવાસી થયા છે. એમની જીંદગીમાં એમણે અનેક સત્કાર્યો કર્યાં છે. દેવગુરૂભક્તિનાં કાર્યોમાં આગેવાની કરી છે. ધાર્મિક કેળવણી માટે આશ્રયસ્થાન સ્થાપવાને અગ્રણી બન્યા છે. ક્રિયામાને પુષ્ટિ આપી છે. કોઈ પણ કાર્ય તેમણે હાથ ધર્યું તે તેને પુરા પ્રયાસ થી પાર ઉતાર્યું છે. દ્રવ્ય મેળવવા માટે તેમનામાં કેઈ અપૂર્વ શક્તિ હતી. તેમણે જેમની પાસે માગણી કરી તેની પાસેથી પાછા વળ્યા નથી એટલું જ નહિ પણ ધારી રકમ મેળવી છે.
તથા બનારસની પાઠશાળા સ્થાપવામાં, બનારસ ધર્મશાળા સ્થાપવામાં, સિદ્ધાચળને અંગે અનેક પ્રકારના કાર્યમાં તેમણે પૂર્ણ પ્રયાસ કર્યો છે. જેના પુસ્તકે નાનાં મોટાં સુમારે ૧૦૦ લગભગ પ્રકટ કર્યો હશે. એઓ ધર્મકામમાં સતત ઉદ્યમી હતા. એમણે કરેલાં અનેક કાર્યોની નેંધ અન્યત્ર પ્રકટ થયેલ હોવાથી અમે અહીં કરેલ નથી. આગમેદય સમિતિમાં પણ તેમણે સારી સહાય આપી છે. આવા એક અપૂર્વ શક્તિસંપન્ન અને ધર્મચુસ્ત, તપસ્વી તેમજ ક્રિયાપરાયણ, જુના વિચારના છતાં શાસનેન્નતિના દરેક કાર્યોમાં નવા વિચારવાળા સાથે ઉભા રહેનાર આવા પુણ્યશાળીના અભાવને પ્રસંગે દિલગીરી થાય એ સ્વાભાવિક છે.
પરંતુ આ સંબંધમાં એક બધુ કહે છે કે–“આવા મનુષ્ય કે જેમણે જિંદગીને બહાળો ભાગ ધાર્મિક ક્રિયામાં, દેવગુરૂની ભક્તિમાં, કેમની સેવામાં અને પરોપકારનાં કાર્યમાં ગાજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com