________________
પ્રસ્તાવના.
શેઠ વેણીચંદ સુરચંદના નામથી આપણી જૈન સમાજમાં કાષ્ઠ પશુ માણુસ ભાગ્યેજ અજાણ્યા હશે ! એ શ્રાદ્ધગુણસંપન્ન શ્રષ્ટીએ આ કાળમાં જે શાસનસેવા મજાવી છે. તે અવર્ણનીય છે, અને તેનેજ લઈને તે મહાપુરૂષની સ્તુતિ કરવાની મને ઉત્કંઠા થઇ, તે દેવગુરૂના પસાયથી પાર પડી છે.
શ્રી વીતરાગ પ્રભુના શાસનમાં પૂર્વ કાળમાં મહાન્ પુરૂષા થઈ ગયા છે, કે જેમના જીવનવૃત્તાન્તા આપણા તે સમયના મહાન કવિઓના પ્રયત્નની પ્રસાદી રૂપે અત્યારે આપણા જોવામાં આવે છે.
જગદુપગારી પ્રભુ મહાવીરના ધસિદ્ધાંતા પ્રથમ ત માગધી ભાષામાંજ રચાયેલા, પરંતુ કેટલેાક સમય વીત્યા બાદ માગધી ભાષા કરના સંસ્કૃત ભાષાના પ્રચાર વધી જતાં, તેના અભ્યાસીઓને તે સિદ્ધાંતાના અભ્યાસ અનુકૂળ થાય તેટલા માટે, આપણા શાસ્ત્રજ્ઞ ગીતાર્થાએ કેટલાક ગ્રંથા સંસ્કૃત ભાષામાં પણ રચ્યા છે. અને ત્યાર બાદ સંસ્કૃત ભાષાના અભ્યાસીએ પણુ આછા થઇ જવાથી, તેમજ ગુર્જર ભાષાના પ્રચાર વધી જવાથી આપણા મહર્ષી કવિઓએ સંસ્કૃત ભાષામાં ગુંથાએલાં કેટલાંક ચરિત્રાને ગુર્જર ભાષામાં ગુંથ્યાં છે, કે જેને આપણે અત્યારે રાસના નામથી ઓળખી શકીએ છીએ.
આ દરેક ભાષામાં પણ ઘણાખરા ગ્રંથ તેા કાવ્યશૈલીએ જ રચાયેલા છે, પરન્તુ છેલ્લા પચાસેક વર્ષ થી પદ્યાત્મક શૈલીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com