________________
યાત્રાઓ પગે ચાલીને જ કરી છે. આખી જીદંગીમાં કદી ડાળીમાં બેઠાજ નથી.તેઓએ સિધ્ધાચળ તથા ગિરિનારજીના જીર્ણોદ્ધારમાં પણ સારી દેખરેખ રાખી કામ ચલાવ્યું હતું. તથા સિધ્ધગિરિ ઉપર પૂજાપખાલ બરાબર થાય છે કે નહિ તેની પુરેપુરી કાળજી રાખતા હતા.
તેમનાં ધર્મપત્ની મતીબાઈ પણ લગભગ તેવાજ ધર્મપ્રિય છે. અને શ્રી તારંગાજી તીર્થ પર સંવત ૧૯૮૨ ના કાગણ માસમાં શ્રી વિજયસિદ્ધિ સૂરીશ્વરજી પાસે ચતુર્થ વ્રત ઉશ્ચર્યું છે. ઉપધાન વહેલાં છે. આંબલની ઓળી ઘણાં વર્ષ કરી છે, અને જ્ઞાનપંચમી આરાધેલી છે. ૫. જેઠ વદિ ૭.
સવારે પિતે કંઈક સ્વસ્થ જણાયા, એટલે કુટુંબીઓને બોલાવરાવ્યા. સ હાજર થયા. ભાઈ બબલદાસને પાઠશાળાનું કામ બરાબર ચલાવવા ભલામણ કરી. તે વાત તેમણે ખરા દિલથી સ્વીકારી. વેણચંદભાઈએ સંતેષ જાહેર કરી, ફરી કહ્યું-બેલું, તેવું પાળજે.”
કિશોરદાસભાઈને કહ્યું-પાઠશાળામાં બરાબર છવ ઘાલજો. નાસતા ભાગતા ફરશો નહિ.”
પછી સાએ તેમની પાછળ સારે માર્ગે ખર્ચવાનીચે પ્રમાણે રકમ જાહેર કરીરૂ. ૩૦૧) શાહ કસ્તુરચંદ વીરચંદ હા.તેમની દીકરી બહેન સમું રૂા. ર૦૧) શાહ બબલદાસ નગીનદાસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com