________________
૪. ભાઈ બબલદાસ અને કિશોરદાસભાઈ
આ બે વ્યક્તિઓને આ સ્થળે યત્કિંચિત પરિચય આપવો અસ્થાને નહીં ગણાય. બહુ ઉંડે ઉતરીને વિચાર કરતાં આ બે વ્યક્તિઓની કાર્યવાહક તરીકે તત્કાળ યોજના કરી લેવામાં આવેણીચંદભાઈની ખુબ વ્યવહારૂ અને દીર્ધદષ્ટિ માલમ પડે છે.
બબલદાસ મહેસાણાના વતની છે. પિતાના ભાઈ નગીનદાસના પુત્ર છે. સુખી છે. મુંબઈમાં વેપારધંધે ચલાવે છે. વેણીચંદભાઈ તરફ તેમને પૂજ્ય ભાવ હતે. વેણીચંદભાઈને પણ તેમના પર પ્રેમ અને વિશ્વાસ હતા. તથા મહેસાણાના અગ્રગણ્ય ગ્રહસ્થામાં પણ તેની ગણના કરી શકાય. કિશોરભાઈ સ્થાનિક રહે છે. પાઠશાળામાં ઘણું વખતથી જતા આવતા, પાઠશાળાના ઘણાખરા વહીવટથી માહીતગાર થયેલા, તથા વેણીચંદભાઇની હાજરી વખતે પણ કેટલીક બાબતમાં તટસ્થ ભાવે સંસ્થાના કામમાં રસ લેતા હતા. એટલે આજુબાજુની પરિસ્થિતિ સંજોગો વિગેરેથી ઘણી રીતે માહિતગાર છે.
વેણીચંદભાઈનું આખું કુટુંબ લગભગ ધર્મિષ્ઠ અને સશીળ છે. એટલે આ બે ભાઈઓના સંબંધમાં તે સંબંધી ફરીફરીને લખવું, એ પુનરુક્તિ જેવું છે.વળી કિશોરદાસભાઈ તે લગભગ વેણીચંદભાઈ જેવા જ ધર્મિષ્ઠ છે, એમ કહીએ તે ચાલે. સિદ્ધાચળજી ઉપર તેમને ઘણું જ ભકિત છે. એકાસણાં કરીને અને રેજ એકજ યાત્રા કરીને તેમણે અગ્યાર વખત નવ્વાણું યાત્રા કરી છે. ત્રણ ચાર માસમાં તેમણે સિદ્ધગિરિમાં કર્યો છે. તથા અસાડ ચોમાસાથી માંડીને પર્યુષણ સુધી ૨-૩ વખત પાલીતાણ રહ્યા છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com