________________
૧૩૪
દિવસ દરેકે દરેક ક્રિયા ઉભા ઉભા કરતા હતા. રાત દિવસ સમ્ર પરિશ્રમ કરનાર હતા. સત્ર નિરાશા છવાયઢી હેાય છતાં પેાત તે આશાવાદી જ હતા. અમુક કામ ન બની શકે એમ તેમને ક્યારે પણ, સ્વપ્ને પણ ખ્યાલ આવ્યે નથી. માનઅપમાનની પરવા ન્હાતી. જીવન તદ્ન સાદું હતું. આત્મશ્રદ્ધા અડગ હતી. દરેક કામ થઈજ શકે એવા આત્મવિશ્વાસ હતા. શ્રીમતા પાસેથી જોઇતાં નાણાં મેળવવાની આશ્ચર્યકારક લબ્ધિને ધરાવતા હતા. ભાવના પ્રમાણે કાર્યની સિદ્ધિ કરનાર સિદ્ધ પુરૂષ હતા. માંદગીને બિછાને પડયા પછી પણ ધર્માંને વિસાર્યા નથી. પુસ્તકા વંચાવ્યા કરતા હતા. કાઇ તખિયત જોવા આવે તે ‘સારૂં છે’ એટલેાજ જવાબ આપતા હતા, અને સમાધિમાં તથા શાન્તિમાં રહેતા હતા. સ્વપત્ની ગુજરી ગયા ત્યારે તેમની ૩૨ વર્ષની વય હતી. તે અગાઉ ચતુર્થ વ્રત ( બ્રહ્મચર્ય ) સ્વીકારી લીધેલું. દીક્ષા લેવા માટે સક્ષ માધાએ રાખેલી પણ કેટલાંક કારણેાને લીધે તે કાર્ય પાર પાડી શકયા નહાતા.
તેજ પત્ર તા. ૮૭–૨૭ના અંકમાં લખ્યું છે કે— ધર્મિષ્ઠ આત્મા વેણીચંદભાઈના થયેલા સ્વર્ગવાસથી એક માટી ખેાટ આપણુને ભાગવવી પડી છે. તેમનું આખુ એ જીવન ધાર્મિક કાર્યાંમાં ફાળા આપવામાં વ્યતીત થયેલું છે. મ્હેસાણાની પાઠશાળાના તેઓ આત્મા હતા, અગાધ પરિશ્રમથી તેઓએ ઘણાં ધાર્મિ ક કાર્યો પાર પાડેલાં છે. આવા એક ધર્મવીર આત્માની પડેલી ખાટ પુરાવી મુશ્કેલ છે. તેમના સદ્દગત આત્મા શાન્તિ પામે ૭ સુધાષા-અમદાવાદ, તા. ૧૪૭–૨૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com