________________
૧૩૦
ધર્મવીર શેઠ વેણચંદભાઈ આદર્શ જીવનના ધારક, ધર્મવીર અને આત્મભેગી નરરત્ન વેણચંદભાઈ મહેસાણાના વતની હતા. સુરચંદભાઈ અને માણેકબાઈ એમનાં પિતામાતાનાં નામ. ઉભય દંપતી ધમિક અને સાધર્મિકની ભક્તિ કરવામાં અતિ પ્રેમવાળાં. એમને ત્યાં સંવત ૧૯૧૪ ના ચિત્ર વદ ૫ ને સોમવારના શુભ દિવસે આ પુરૂષને જન્મ થયો.
તેમનું બાળજીવન નિર્દોષ અને શુભ વાસના–ધમ સંસ્કારથી વાસિત હતું. ગામઠી નિશાળમાં ગુજરાતી અભ્યાસ બહુ અલ્પ કરે. ધાર્મિક અભ્યાસ પરિશ્રમપૂર્વક કર્મગ્રંથાદિ પ્રકરણે વગેરેને સારી કરે. ધર્મશ્રદ્ધા દઢ હતી. ધર્મક્રિયા ઉપર અતિ પ્રેમ હતો. ન્હાનપણથી જ સામાયિક, દર્શન, પૂજા, પ્રતિ કમણાદિ કરતા.
પંદર સેળ વર્ષની વયે તેમનું લગ્ન થયું. પરસનબાઈ એ તેમનાં પત્નીનું નામ. વૃક્ષને છાયાની જેમ પતિને દરેક કાર્યમાં અનુકૂળ રહી સહાય કરનાર ભદ્રક પરિણામી તે બાઈ હતાં. લગ્ન થયા છતાં વર્ણચંદભાઈને સંસાર ઉપર આસક્તિ ન હતી. તેમને સંસારસંબંધ બહુ અ૯પ હતે. ૩, ૪ છોકરાં થયેલાં તે બધાં અલ્પ આયુષ્યવાળાં હતાં. એક પુત્રી (મોતીબાઈ) હેાટી થયેલી તેને પરણાવેલી પણ તે પણ ડું આયુષ્ય ભોગવી ગુજરી ગઈ.
તેઓને વ્યાપાર રૂ, સરસવ, તથા એરંડાના સટ્ટાને તથા દલાલીને હતે. વ્યાપારીજીવન ચલાવતાં છતાં ધર્મને પહેલે નંબરે માન આપતા હતા. ધર્મ પહેલો અને વ્યાપાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com