________________
દ
- ત્યાર પછી પણ આ ફંડ ચાલુ રાખવામાં આવ્યું, જેને ઉદ્દેશ તથા રકમોનું લિસ્ટ પરિશિષ્ટમાં વાચકે જોઈ શકશે.
તેમના અવસાનના સમાચાર મળ્યા પછી બહારના પ્રદેશમાં જે લોક-લાગણી ફેલાઈ રહી, અને તેને લીધે તારો તથા કાગળ આવ્યા, શક પ્રદર્શક સભાઓ થઈ, તથા પત્રકારોએ ફેટ આપી છે અને હેવાલ છૂટથી પ્રકટ કર્યા, એ વિગેરે વિસ્તારથી પરિશિષ્ટમાં વાંચવાથી વાચક મહાશયને તેમના તરફની લાગણી વિષે કેટલાક ખ્યાલ આવશે.
ઉપસંહાર. વહાલા વાચક બંધુઓ!
હવે આપણે જુદા પડશું. આ ધર્મવીરની ધર્મવીરતા જેટલે અંશે આપણે દિલમાં ઉત્પન્ન થાય તેટલે અંશે આ ચરિત્ર વાંચવા અને લખવાની સાર્થકતા છે. સમય ઘણેજ બારીક છે. આવા પુરુષો કેઈક વખતેજ ઉત્પન્ન થાય છે. પોતાના જીવનને સાર્થક કરવાનું બહુજ ઓચ્છાના ભાગ્યમાં હોય છે. સારા સંજોગોમાં જન્મ જ મુશ્કેલ છે. એમ થાય, છતાં સારા વિચારે આવવા એથી યે મુશ્કેલ છે. વિચારેયે થાય, પરંતુ તેને અમલ કરો ઘણેજ મુશ્કેલ છે, અને તે પણ આખી જીદંગી સુધી એક સરખાજ ઉત્સાહથી વળગી રહી, તેની પાછળ મા જ રહેવાનું. આટલી હદ સુધી પહોંચનારી વ્યક્તિઓ ઘણું જ શેડી હોય છે. આમાંની એક અગ્રગણ્ય વ્યક્તિ તરીકે વેણીચંદભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com