Book Title: Dharmveer Sheth Venichandbhai
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal

View full book text
Previous | Next

Page 206
________________ ૧૧૬ રત્નસાગરજી મહારાજના ઉપદેશથી સમવસરણની અપુર્વ રચનાના મહોત્સવ પ્રસંગે પ્રથમ જેઓને અમારા પિતાશ્રીએ એક ધર્મિષ્ઠ નરરત્ન તરીકે હમારે ઘેરનેતર્યા હતા અને અમને પિતાને પરિચય કરાવ્યો હતે; સંવત ૧૯૪૭ ની સાલથી જેમની સાથે પરસ્પર આવવા જવાને સંબંધ વધી ૧૯૫૭ માં શાતમૂર્તિ તપસ્વીજી મુનિરાજ મહારાજશ્રી (હાલ આચાર્યશ્રીસૂરીશ્વરજી) સિદ્ધિવિજયજીની પંન્યાસ પદવીના અનુપમ મહોત્સવ પ્રસંગે ગાઢ સંબંધ થયેક ૧૯૬૦ના આસો મહીને સિદ્ધગિરિ જેવા ઉત્તમ સ્થળે અતિ ઉપયોગી શ્રી. જે. એ. મંડળની સ્થાપના વખતે જેમની સાથે સ્વર્ગસ્થ શેઠ અનુપચંદ મલકચંદની સેબતમાં પંદર દિવસ નરંતર સહવાસમાં રહેવાને જંગ બન્યો હતો ત્યારથી માંડીને અધિક ગાઢ પરિચયમાં આવેલા તે અદ્યાપિ પર્યત એ મહાપુરૂષને માટે એમના ઉપરા ઉપરી ચિરંકાલ સ્થાયી પ્રશંસનીય ધર્મકાર્યોને લીધે–જેવા કે શત્રુંજય ઉપરને જીર્ણોદ્ધાર તથા ફૂલખાતું, શ્રીરાણકપુરજીને જીર્ણોદ્ધાર, શ્રીમતી આગોદય સમિતિનું સર્વેત્તમ કામ (આગદ્ધારક આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજીની પ્રેરણાથી) એ આદિ અનેક ધર્મકાર્યોમાં જ આખી જીંદગી અર્પણ કરનાર અદ્વિતીય ધર્મપરાયણ મહાત્મા માટે અખંડ અવિચલ ધર્મપ્રેમ બની રહ્યો છે, તેમના સ્વર્ગવાસ માટે સારી જૈન આલમને ગમગીની થાય તે મારા જેવા પરિચિત મિત્રને સ્વાભાવિક ખેદ થાય એમાં શું આશ્ચય? આ મહાપુરૂષનું આખું જન્મચરિત્ર અવશ્ય લખાશે–બલકે લખાયું પણ હશે તે વંચાશે ત્યારે તેમના સમગ્ર કાર્યોની યથાયોગ્ય ગણના દુનીયા કરી શકશે. મારા નમ્ર મત પ્રમાણે આ ભરતખંડના ચારે દિશામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250