________________
૧૨૭
ઉપરવટના કામ ઉપાડવા છતાં બની શકે એટલે એ છે ઘંઘાટ કર. શ્રેયસ્કર મંડળ, મહેસાણાની સંસ્કૃત પાઠશાળા, ઠેર ઠેર તીર્થ સંબંધી મરામત અને સુધારણા, આગમેદયને અનુમોદન વિગેરે કાર્યોમાં તલ્લીન રહેવા છતાં તેમણે ભાષા આપીને કે લેખ લખાવીને વાહવાહ લુંટવાને મેહ તે કદિપણ ન્હોતે રાખે. પ્રામાણિક્તા, ચીવટ અને તાલાવેલી તો એક માત્ર વેણીચંદભાઈને જ વર્યા હતાં, એમ ખુશીથી કહી શકાય. વેણચંદભાઈનું નામ જ એક સરકારી સિક્કા જેવું ગણાતું. વેણચંદભાઈ અમુક સ્થળે પાઠશાળા સ્થાપે છે, અમુક સ્થળે જીર્ણોદ્ધાર કરાવે છે, અમુક સ્થળે તપશ્ચર્યા કરાવે છે, એટલું જાણ્યા પછી એ ખાતાઓને કેણ, કેવી રીતની સહાય આપે છે એ જાણવાપણુંજ ન હોય. તેમને અણધારી મદદે આવી મળતી, એટલું જ નહીં પણ તેમણે ધાર્યું હોય ત્યાંથી તેટલી મદદ મેળવવાની પણ તાકાત કેળવી હતી. ધાર્મિક દૈનિક કૃત્યોની નિયમિતતા, તિથિઓએ યોગ્ય વ્રત, તપ આદરવાની સતત જાગૃતિ અને પિતાના હાથથી ધર્મ કે દેવદ્રવ્યની એક પાઈને પણ દુરુપગ ન થવા પામે તે સંબંધી અપાર ચિંતા, એ સ્વ. વેણચંદભાઈની લાક્ષણિક વિશિષ્ટતાઓ હતી. આવા એક ભદ્રિક આત્માના સ્વર્ગવાસથી કોને દુઃખ ન થાય ? વેણીચંદભાઈની સાથે શ્રધ્ધા અને ભક્તિને એ રંગ પણ અદશ્ય થાય છે. આ નવે જમાને કેઈ નવા વેણચંદભાઈને જન્માવે એ આશા પણ અસ્થાને જ ગણાય. વેણચંદભાઈની સાથે જુના યુગને કેટલીક મેહક પ્રકાશ પણ આજે એલવાય છે. કહે છે કે છેલ્લા કેટલાક દિવસે થયાં તેમને દેહ વધુ ને વધુ દુર્બળ બનતું જતું હતું. લગભગ ૭૦ વર્ષની
તિથિ.
ની એક પાઠ 1 જાગૃતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com