________________
બીજી વિગતે જાણવાની ઇચછાવાળાઓએ તે તે તે ખાતાના રીપાર્ટોજ જોઈ લેવા જોઈએ.
આ ખાતાઓમાં કેટલાંક ખાતાં મહેસાણેથી અને કેટલાંક પાલીતાણેથી ચલાવવામાં આવતાં હતાં. કેટલાંક મહેસાણુ પાઠશાળાનાં ખાતાના પેટા ખાતાં છે અને કેટલાક શ્રેયસ્કર મંડળ હસ્તક ચાલતાં ખાતાંઓ છે. વળી કઈ કઈ મહેસાણાનાં કે પાલીતાણાનાં સ્થાનિક છે, અને કેટલાંક સમગ્ર જૈનશાસનને ઉદ્દેશીને છે. કેટલાંક બીજાઓએ શરૂ કરેલાં અને વર્ણચંદભાઈએ તેમાં મદદ કરેલી છે. કેટલાંક ખાતાં ચલાવીને બીજી સંસ્થાને સેંપી દીધેલાં, એવા પણ છે. એ બધી જાતનું વર્ગીકરણ અત્રે આપીશું નહીં, પણ સુજ્ઞ વાચકે લગભગ ખાતાની હકીકત ઉપરથી જ સમજી શકશે. ૬. કેટલાંક ખાસ ખાતાઓ–
૧ ચડ્યુટીકા ખાતું.
[સંવત ૧૯૩૪ ની સાલ.]. પ્રતિમાજીને પૂજા કરવાને સ્થાને ટીકા ચોડવામાં આવે છે, તથા દર્શન કરનારાઓને આદ થાય માટે પ્રતિમાજીને અનુરૂપ ચક્ષુઓ ચેડવામાં આવે છે. પરંતુ કેટલેક સ્થળે તેની ખામી જણાતાં, તે દૂર કરવા માટે લીંચવાળા બાળ બ્રહ્મચારી શેઠ હઠીસિંગભાઈ રતનચંદ સાથે તેઓ ગામેગામ ફરવા નીકળી પડ્યા હતા. આ કામમાં તેમણે શારીરિક પરિશ્રમ હદથી જાદે કર્યો છે. એકંદર મજુરની માફક સખ્ત રીતે કામ કર્યું છે. પૂર્વ દેશમાં ઠેઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com