________________
૫૦
૧૧. બનારસ પાઠશાળા. સદગત જૈનાચાર્ય શ્રી વિજય ધર્મસૂરિજીએ અથાગ પરિશ્રમ વેઠી કાશી સુધી વિહાર કરી આ પાઠશાળા સ્થાપી હતી. એ પાઠશાળાને ઉદ્દેશ જેન પંડિતે તૈયાર કરવાનો તથા મુનિમહારાજાઓને સારા વિદ્વાન બનાવવામાં સગવડ આપવાને હતે. સંસ્થાને મકાન અપાવવામાં વેણચંદભાઈને ખાસ પ્રયત્ન હતું. આ વખતે મહેસાણામાં શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠ શાળા ચાલુ હતી છતાં ભેદભાવવિના આ સંસ્થાને મદદ કરવા આચાર્ય મહારાજ સાથે વિહારમાં સાથે ફરી કેટલીક સહાય કરી હતી અને જેમાં પાઠશાળા બેસતી હતી તે, અંગ્રેજી કેડી વાળું મકાન લેવા માટે રૂ. ૨૫૦૦૦) જેવડી મોટી રકમ મહેમ શેઠ વીરચંદ દીપચંદ તથા શેઠ ગોકળભાઈ મૂળચંદ તરફથી સરખે હિસે મેળવી આપી હતી. ૧૨. જન કેળવણું (સમ્યગજ્ઞાનપ્રચાર) ખાતું -
(સંવત્ ૧૯૬૦ શ્રાવણ વદ ૩.) આ ખાતું, સર્વ બાજુથી જૈનત્વનું શ્રેય કરવાના ઉદેશથી સ્થપાયેલા “જૈન શ્રેયસ્કર મંડળ” નામના એક વિશાળ ખાતાના અંગનું મુખ્ય ખાતું છે. જેમાં મહેસાણા પાઠશાળા વેણચંદભાઈનાં કામમાં મુખ્ય અને પ્રસિદ્ધ છે, તેમજ આ કેળવણી ખાતું પણ લગભગ તેવુંજ મુખ્ય અને પ્રસિદ્ધ છે.
શ્રેયસ્કર મંડળ એ અનેક પિટા ઉદેશને સમાવી દઈ બહાળે ઉદ્દેશ અને વિશાળ કાર્યક્ષેત્ર ધ્યાનમાં રાખીને શાંતમૂર્તિ -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com