________________
પ્રકારના સ્વાર્થ વિના, ખાસ ધર્મબુદ્ધિથી, “આવા ધાર્મિક પુરુઆપની સેવાથી કૃતકૃત્ય થવાશે” એવી શુદ્ધ ધર્મનિષ્ઠાથી પ્રશંસાપાત્ર સેવા કરી છે. તે પણ ઠેઠ વેણીચંદભાઈની જીંદગીના અંત સુધી. આ છેવટની માંદગી વખતે પણ ખૂબ જ સેવા કરી છે. એટલે આ પ્રસંગે વેણચંદભાઈની આ ભલી ધર્મબહેનને ધન્યવાદ આપી આપણે મૂળ વિષય તરફ હવે વળી શું
સામાન્ય રીતે તેઓ અષ્ટ પ્રકારી પૂજા તે રોજ કરતા હતા. અને પહેલાં તે એવો જ નિયમ હતો કે “પ્રભુ પૂજા કર્યા વિના દાતણ પણ ન કરવું. ” આ નિયમનું પાલન ખાતર લાંબી મુસાફરીમાં સવારને વખતે જ્યાં જિનમંદિર વિગેરેની સગવડવાળું સ્ટેશન આવે કે તુરત ઉતરી પડે, અને સેવા પૂજા કરી ભોજન લઇ બીજા ટાઈમે આગળ વધતા હતા. પરંતુ પિતાને નિયમ સાચવવામાં જરા પણ ખામી ન આવે, તેની બહુ જ કાળજી રાખતા હતા.
સવાર સાંજ જિનદર્શન ચૂકતાજ નહીં, અને બન્ને વખતે ઉલ્લાસ પૂર્વક દશાંગ કે અગરના ધૂપથી ધૂપપૂજા કરતા હતા. હમેશ નૈવેદ્ય મૂકવાનું ચૂકતા જ નહીં. પાઠશાળાના રસોડે પણ ખાસ નિયમ કરીને હમેશ અનુક્રમવાર એક એક જિનમંદિરે નવેદ્ય મુકવાની પદ્ધતિ રખાવી. ૪ મુનિ મહારાજાઓને લાભ.
સંયમી વર્ગ તરફ એમને ઘણું જ પૂજ્યભાવ હતા. કેઈપણ વખતે પાઠશાળામાં કે તે પોતે જ્યાં હોય ત્યાં કેઈપણ મુનિ મહારાજ કે સાધ્વીજી મહારાજ આવી ચડે, તે તુરત જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com