________________
૭
ને જોગ હોય તે જરૂર તેમની સમક્ષજ ષડાવશ્યક કરતા હતા. અને તે ઉભા ઉભા ને વિધિસર, સગાય, સ્તવન કે વંદિત્તાસૂત્ર તેઓ બહુ જ એકાગ્રતાથી બોલતા હતા. અને જે પદેથી વધારે ઉલ્લાસ આવતે તે પદો વારંવાર તલ્લીન થઈને બેલતા હતા. ૩ જિનપૂજા.
પ્રભુપૂજામાં તે-વેણચંદભાઈ જિનમંદિરમાં પ્રવેશ કરે એટલે મૂર્તિમતી ભક્તિદેવી જ ત્યાં સર્વોલ્લાસથી વિલસી રહે, બસ. ત્રણ “નિલપિ” ને તેમને ઉચ્ચાર કેવળ વિધિ સાચવવા પુરતો ન રહે, પરંતુ સર્વ વ્યાપારને તે વખતે નિષેધ જ થઈ જાય, અને પૂજામાં તલ્લીનતા જ થઈ જાય. પોતાની મેળે પ્રક્ષાલન, ગલુંછન વિગેરે કરે; પછી ભાવપૂર્વક વિવિધ દ્રવ્યથી અષ્ટપ્રકારે પૂજા કરે. પૂજાનાં ઉપકરણે અને દ્રવ્યો સુંદર પસંદ કરતા હતા, જેમ ભક્તિમાં વધારે થાય તેવા રાખતા હતા. રકાબી, વાટકી, ( ધપાધાનક) ધૂપધાણું, ફાનસ વિગેરે ઉપકરણે ચાંદીનાં રાખતા હતા. કેસર, બરાસ, સુખડ, ધપ વિગેરે દ્રવ્ય પણ પિતાનાં જ વાપરતા હતા. પ્રભુપૂજામાં પુ તે જ નિયમિત હાવાં જ જોઈએ, અને તે સારામાં સારા અને સુગંધિત હોવાં જોઈએ. ગમે તે ખર્ચ પણ, તે વિના તે ચાલે જ નહી. પુના ઉત્તમ હાર વિશે વધારે પ્રમાણમાં મળે છે ત્યારથી જ તેમનું મન હર્ષથી નાચવા લાગે. અને જે જોઈએ તેટલા ન મળ્યા હોય તે તુરત ગામમાં માળીને ઘેરે ઘેર કે દહેરે દહેરે માણસ મોકલીને જ્યાં માલણે હોય ત્યાંથી જેટલું મળી શકે તેટલી કિંમત ખર્ચને પણ પુપે મેળવવાનો આગ્રહ રાખતા હતા. આ રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com