________________
૭૪
ગમે તેવું હાથપરનું કામ છોડી દઈ વિનયપૂર્વક ઉભા થઈ જઈ હથી ગાંડાઘેલા થઈ વંદન કરે, અને પછી વિનય મહુ માનથી પૂછે—“ સાહેબ ! કેમ પધાર્યા ? શા ખપ છે? ” જે ચીજના ખપ હાય, તે પુરી પાડયે જ છૂટકા. તે અપ મૂલ્યની કે અધિક મૂલ્યની હાય, પ્રાપ્ય હાય કે દુષ્પ્રાપ્ય હાય, પેાતાનાથી શકય હોય કે ખીજી રીતે શકય હાય, પણ તે પુરી પાડવાના પ્રયત્ન કર્યે જ છૂટકા. આવી જ રીતે કાષ્ઠ મુનિમહારાજાએ મહારગામથી “ કાઇ વસ્તુના પેાતાને ખપ છે” એમ જણાવે તે પેાતાને પૂછ્યા વગર પણ પુરી પાડવાની સ ંસ્થાના માણસાને સ્પષ્ટ ભલામણ કરી રાખી હતી.
તે સિવાય, આપણે તેમના સત્પ્રવૃત્તિમય જીવનમાં જોઈ ગયા કે મુનિમહારાજાઓને લગતાં ખાતાં રાખીને તમેાને સંયમયાત્રામાં અનુકૂળતા થાય તેવાં સાધના પુરાં પાડવા માટે કૈટલી કાળજી રાખી છે ? આ બધી પ્રવૃત્તિ ઉપરથી પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયાન દસૂરિ મહારાજ ( આત્મારામજી મહારાજ ) વેણીચ’દભાઈને સાધુ-સાધ્વીના અમ્મા યિ” કહી ઓળખાવતા હતા.
આ રીતે ભગવંતના શાસનના સ્તંભભૂત આ સયતાઝૂની રખેને આશાતના ન થઈ જાય તેને માટે બહુ જ સાવ ચેત રહેતા હતા, એટલું જ નહીં પરંતુ તેમની જેમ બને તેમ ભક્તિ કરવાનું, બહુમાન કરવાનું ચૂકતા નહીં. કાઇ મુનિમહારાજ સાથે કોઇ વિચારમાં મતભેદ પડે તે તેટલાપુરતા તટસ્થ રહે, પરંતુ તેમના પ્રત્યે મુનિ તરીકે તેા અભાવ ન લાવે. અને આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com