________________
મુકામે દર્દીને તપાસીને નિર્દોષ દવાઓ આપવા માટે એક સારા વૈદ્યને રોકવામાં આવ્યા છે, અને દવાની પણ સગવડ રાખવામાં આવે છે. પેટી સાથે વઘ ધર્મશાળાએ ધર્મશાળાએ ફરે છે, અને દરેકને જરૂરી દવા વિનામૂલ્ય આપે છે. આથી નરમ ગરમ યાત્રાળુઓને-દવાખાનું ખેળવું, ત્યાં બેટી થવું, યાત્રા કરી મેડા વેલા આવ્યા હોય, તેથી દવાખાનાને ટાઈમ ન. જળવાય, વળી યાત્રાળુઓ બપોર પછી સાંજે દવાખાનાને લાભ લઈ શકે, તે વખતે મુનિ મહારાજાઓની ભક્તિ કરવાને અને જમવાને વખત હાય, એ વિગેરે ઘણું મુશ્કેલીઓ પડે. આવી સ્થિતિમાં આ દવાખાનું યાત્રાળુઓને ઘણું જ મદદગાર થઈ પડે છે.
ર૭. છપ્પનિયે દુષ્કાળ. ( સંવત્ ૧લ્પદ ) આ દુષ્કાળને ત્રાસ જગજાણીતું છે. એ ત્રાસ જોઈ વેણચંદભાઈનું દિલ પીગળ્યા વિના રહે છે ? તેમણે મહેસાણામાં ખીચડી અને પેંશ રંધાવી ભૂખ્યાઓને સંતોષવા માંડયા. પાટણ વિગેરે સ્થળોમાં પણ છે. બાલાભાઈની સહાયથી સારું ફંડ એકઠું કરી ત્યાં પણ ગરીબોને સહાય કરવી શરૂ કરાવી દીધી હતી.
કેટલાક તદન અશક્ત થઈ ગયેલા જાતે ખાઈ શકે તેમ પણ હેતા, તેને પાસે બેસીને જાતે થેંશ ખવરાવતા હતા. તે વખતે તેમની દયાની લાગણી કેવી ઉચ્ચ કેટીની હશે? તે કલ્પી શકાય છે કે?
ખ્રીસ્તી મિશનરીઓ ગરીબોની જે સારવાર કરે છે, તે જોઈ ઘણા ભાઈઓ મુગ્ધ બની જાય છે. એ સારવાર મુગ્ધ થઇ જવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com