________________
વળા. આ સ્થળે વેણચંદભાઈના સત્કાર્યપ્રવૃત્તિઓના પ્રકરણમાં તેમને ઉલલેખ કરવાની જરૂર એટલા જ માટે છે કે-એ પ્રવૃત્તિઆની પાછળથી બરાબર કાળજી પૂર્વક સંભાળ લેવામાં અને તેને વ્યવસ્થિત ચલાવવામાં તેમણે ભારે સંતોષ પૂર્વક કામ કર્યું છે. તેથી તેને કેમ ભૂલી શકાય?
આ ભાઈ મહેસાણુ પાઠશાળા શરૂ થઈ ત્યારથી અમુક વખત વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરીને પછી નેકરીમાં જોડાયા. યદ્યપિ તે અમુક પગારે નેકરીમાં જોડાયા હતા, પણું પોતે નોકર છે, એમ સમજીને કામ કર્યું નથી, પરંતુ અંગત-ઘરનું સમજીને જરા પણ શક્તિનું ગેપન કર્યા વિના સતત પરિશ્રમ અને કાળજીથી કામ ચલાવ્યું છે. એ રીતે ૨૨ વર્ષ સુધી તેણે એક રીતે સંસ્થાની સેવા બજાવી ગણી શકાય.
માત્ર જમવા વિગેરે ખાસ કામ સિવાય ઘેર જવાનું રાખતા નહીં. જરા પણ વખત મળે તે બધી સંસ્થામાં જ ગાળવાના. ઘેર ખાસ અડચણ જેવું હોય, તે ભલામણ કરી દે, પણ કામ છેડીને જવાનું જ નહીં. એટલે દરેક બાબતે તરફ તેમની સતત દેખરેખ, નિરીક્ષણ, અને સાવચેતી ખાસ રહ્યા કરતા હતા.
ધાર્મિક અનુષ્ઠાનમાં પણ પિતાનાથી બનતો ભાગ દરેકમાં બરાબર લેતા હતા. દર ચતુર્દશીએ પિષધ અવશ્ય કરતા હતા. ઉપધાન પણ વહન કરેલાં હતાં. ધાર્મિક તથા સંસ્કૃત અભ્યાસ કરેલ હતું. તેમણે પ્રતિક્રમણનાં મૂળ પુસ્તકે તથા તેના અર્થ અને અવચૂરિ, તથા જીવવિચાર, કર્મગ્રંથ, તત્વાર્થ, બ્રહ્મચર્ય વિગેરે પુસ્તકો લખેલાં, તથા કેટલાંક શોધેલાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com