________________
૨૨
તે વખતના ભારતના વાતાવરણમાં લાર્ડ રીપન, મ્યુનિસીપાલિટીઓ, કૉંગ્રેસ, પ્રીરાજશાહ મ્હેતા, ગાખલે, દયાન દસરસ્વતી, દાદાભાઇ વિગેરેની અનેક જાતની પ્રવૃત્તિએ ચાલી રહેલી હતી.
ધંધાની ઉથલપાથàા, મુખર્જીનું ધાંધાનું મથક થવું, માટી માટી આસિસ દ્વારા આખા દેશમાં વ્યાપારની પ્રવૃત્તિઓ, નાના માટા ધંધા પડી ભાંગવા અને અનેક રીતે ધંધા રહિત થયેલા લેાકાનું મુંબઈ, મદ્રાસ કલકત્તા, કરાંચી, સીંગાપુર, આફ્રિકા વિગેરે દરેક પ્રદેશામાં પેટને માટે જવુ.... સુખી અને મૂડીની સગવડવાળા લેાકેાને પણ સ્થાનિક વ્યાપાર કરતાં આવા મથામાં મૂડી રાકવાથી વધારે ફાયદા જણાયે, અને પરિણામે અનેક દેશી પેઢીઓની સ્થાપના થવી. જેઓને સ્થાનિક ધંધામાં ફાવટ ન જણાયેલી અને ઉપર કહેલા મુખ્ય મુખ્ય સ્થળામાં પણ જ્યારે કાઇ પણ એઠા ધંધાની પેઢીનું કામકાજ ન ચાલે ત્યારે પણ વેપાર કરીએ છીએ ?' એવી ભાવના ટકાવી રાખનાર સટ્ટાની પ્રવૃત્તિ, અમદાવાદમાં મીલેાની પ્રવૃત્તિ: આ બધી વસ્તુઆએ ગુજરાતના ચાલુ વાતાવરણને ઘણી રીતે હચમચાવી મૂકેલું હશે, એ તા આપણને ચાક્કસ જણાય છે.
અને તેમાં પણ સર્વ કરતાં પ્રધાન અને મુખ્યપણે ચાલતી તથા પ્રજાના દિલપર અસર કરી ચૂકેલી કેળવણીનું સર્વવ્યાપક વાતાવરણ જોસભેર ફેલાતું હતું. તેમાંથી શાળાઓ, હાઇસ્કુલા, કાલેજો, વગેરેની સ્થાપનાએ, લાયબ્રેરીએ, અને છાપાંઓની પ્રવૃત્તિએ, મેળાવડા અને સભા સેાસાઇટીએના જલસાઓ, ભણેલા ગણેલા ગ્રેજ્યુએટાનાં ભાષણેા અને તાળીઓના ગડગડાટ: આ મંધી પ્રવૃત્તિઓ ધમધેાકાર બહારના વાતાવરણમાં ચાલ્યા કરતી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com