________________
કે ક જુઓ, ખેડુતે અને વેપારીઓ જુઓ, તે તેમાં જરૂર ઉડે ઉડે એક જાતનું સંગીન સંગઠન જશે. જો કે કામકાજની પદ્ધતિ સાદી હતી, છતાં આ સંગીન સંગઠનને પરિણામે ગુજરાતના મહાજન, જ્ઞાતિઓ અને સ્થાનિક સંઘની વ્યવસ્થા ઉપરથી પ્રજાની સ્થિતિને આપણને ખ્યાલ આવી જાય છે. તે વખતના-ડાહ્યા આગેવાને લોકકલ્યાણ જોઈને જ પગલું ભકરતા હતા, અને દરેક કામમાં દીર્ધદષ્ટિ વાપરતા હતા. પ્રજાનું આરોગ્ય સુદઢ હતું અને લોકો ખાવે પીવે સંતોષી ને સુખી હતા. ધાર્મિક ઉત્સવ અંત:કરણના ઉત્સાહથી પ્રવર્તતા હતા, અને હૃદયને આનંદ આપી પવિત્ર બનાવતા હતા. આમ એકદર ગુજરાતના પ્રજાજનોનું જીવન હેતુ હતું. તેમાં પણ જેનેનું
વ્યકિતત્વ, પૈસે ટકે, લાગવગ, સત્તા, ન્યાય, નીતિ, પ્રતિષ્ઠા, લેકકલ્યાણ એમ બધી બાબતમાં લગભગ અચપદે શોભતું આપણે જોઈએ છીએ. આના ઉદાહરણ તરીકે અમદાવાદ, પાટણ, મહેસાણા, વિસનગર, પાલણપુર, રાધનપુર વિગેરે નાના મોટા પુકળ ગામો ટાંકી શકાય. પરંતુ છેલ્લા સે પચાસ વર્ષ થયાં આપણું તે વખતના અને આજના જીવનને મુકાબલે કરી જેમાં ગુજરાતના ચાલુ જીવન ઉપર ઘણું ખરી બાબતમાં મુંબઈની અસર ફરીવળેલી જણાય છે, એ હવે આજે સર્વત્ર વિદિત થઈ ચૂકયું છે, તેથી તેના વિશેષ વિવેચનની આવશ્યકતા નથી. તેમજ મુંબઈમાં અસર કયાંથી આવી? એ વર્ણવવાનું પણ આ સ્થળ નથી. પરંતુ ગુજરાતના જીવન ઉપર મુંબઈની અસર ચાલુ હતી અને છે; તેનાં અનેક કારણે છે, એટલું સમને આગળ વધીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com