________________
તેમના દિલમાં ધર્મ સિવાય બીજી વસ્તુ નથી. તેથી ધર્મને અનુરૂપ કામ કરવા માટેનાં અનેક ખાતાએ તેમની નજરમાં તરી આવે છે. અને એક પછી એક, તે તે કામ ઉપાડી તેમાં જેમ્સ ભેર-સમાના મચી પડે છે. બહારને પ્રવાહ ગમે તે જાતને હતા, પણ જનસમાજના વિચાર અને પ્રવૃત્તિને પ્રવાહ ધર્મના કામો તરફ વાળી દે, એ વેણીચંદભાઈનાં કાર્યોમાં પ્રધાન ઉદ્દેશ જણાય છે.
વળી જેનશાસન એ અનાદિ કાળથી ચાલ્યું આવતું એક સંગીન તંત્ર છે. તેમાં જે કે અનેક જાતનાં કાર્યો થયેજ જતાં હતાં. આપણે ભારતની પ્રજાના ઈતિહાસમાં જોઈશું તે વેતામ્બર જે. નનું વ્યક્તિત્વ ધ્યાન ખેંચે તેવું છે, અને તેના વ્યક્તિત્વને ઈતિહાસ ઘણે જુનો છે. તેને માથે જવાબદારીઓ પણ ઘણું જ છે. તેમજ જુદા જુદા ખાતાઓમાં બહળી ઉદારતા કરવાને વારસો પણ જાણે તેને વંશપરંપરાને મળ્યો હોય એવું જણાય છે. અને તે પણ કશા અહિક લાભ કે સ્વાર્થની ઈચ્છાથી નહીં, પણ કેવળ ધર્મબુદ્ધિથી. સમર્પણના ઈરાદાથી જ ધનવ્યયને પ્રવાહ ચાલ્યા જ કરે છે. વસ્તુપાળ અને તેજપાળ એ વિગેરેના ધાર્મિક પ્રવૃત્તિઓમાં અઢળક દ્રવ્યવ્યયના દાખલા જગજાહેર છે. તેઓને તેઓના પૂર્વજોને વારસો મળ્યો હતો, અને ત્યાર પછીની પ્રજાને તેઓને વારસે મળે છે. આ રીતે કવે. જેમાં અનેક ધામિક કામમાં કાયમને માટે ધનને પ્રવાહ ચાલ્યા જ કરે છે. અને તે તે વખતે તેવાજ કાર્યવાહકે પણ તેને મળ્યા જ કરે છે.
તેથી પણ જેનશાસનની દષ્ટિએ ચાલતાં અને ચાલુ રાખવા જેવાં અનેક ખાતાંઓ વેણચંદભાઈની નજરમાં આવવા લાગ્યાં હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com