________________
અહીં વેણચંદભાઈ કહે છે કે જ્યારે પ્રજા ઉત્થલપાથલે હડી છે અને કોઈ ને કઈ રીતે ઘેરથી નીકળે છે, ત્યારે ડી ઘણી સંખ્યા આપણે પકડી પાડીએ અને ધાર્મિક ભણાવી તૈયાર કરીએ તેમાં ખોટું શું ? કેટલાક બીજું જ્ઞાન મેળવશે, ત્યારે તે સંખ્યામાં આવા કેટલાક માણસો પણ ભળશે, એટલે કાંઈક ને કાંઈક ધર્મની પ્રક્રિયા ચાલુ રહેશે, અને સામાન્ય સ્થિતિના હશે તેને ધંધો પણ મળશે. આપણે ઠામઠામ જૈનશાળાઓ સ્થાપીને ધંધો પણ આપી શકીશું. વળી એક એક ઠેકાણે નક્કી કરીને મૂકેલ જૈનશાળાને માસ્તર ધાર્મિક અમલદાર તરીકે કામ આપશે, ગામનું સ્થાનિક ધાર્મિક વાતાવરણ જેમ બનશે તેમ જાળવી રાખી શકશે. આમ એક પ્રવૃત્તિથી બે ત્રણ હેતુ સધાશે અને સાધર્મિક ભાઈઓને ઠેકાણે પાડવાનું કર્તવ્ય બજાવી શકાશે. આવી અનન્ય ભાવનાથી તેઓએ પોતાનું જીવન હેમી દીધું. અલબત્ત-આથી ઝપાટાબંધ તૂટતી જતી ધર્મભાવના, પલટાતી સ્થિતિ, વધતી જતી નિસ્તે જતા અને સ્થાનિક વિષમતાનો તે કશે ઉપાય થતજ નથી. તે તે ધમધોકાર વચ્ચે જ જાય છે. તેના ઉપાય તે હજુ વિચારવાના અને અજમાવવાના બાકી જ છે. માત્ર એટલો જ અર્થ થાય છે કે લુંટ ચાલી છે, તેમાંથી લઈ જતાં જે ડું ઘણું વેરાય છે, તેને માત્ર સંગ્રહ કરી સંચય કરવામાં આવે છે. એટલું પણ ઠીક છે. પરંતુ લુંટ અટકાવવાના તે પ્રયત્નને સાચો પ્રયત્ન માની લેવામાં આવે, તે અર્થનો અનર્થ થઈ જાય. કારણ કે બેટે હથિયારે લડતાં સાચા ઉપાય શોધવાની જિજ્ઞાસા જ ન જાગ્રત થાય. માત્ર વેણચંદભાઈને પ્રયત્ન જે રીતે સ્તુત્ય છે, તે રીતે વધાવી લેઈ તેને ગ્ય રીતે ઉપયોગ કરવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com