________________
એક ગામઠી નિશાળમાં શ્રીયુત વણચંદભાઈ ભણવા બેઠા હતા.
એક વખત કેઈ કારણસર મહેતાજી તરફથી માર પડ્યો એટલે ગામઠી શાળા તે તેમણે ડીજ. બાકી રહેલું નામું, ગણિત, લેખાં વિગેરે બીજા પાસેથી શીખી લીધું. સિવાય બીજે અનુભવ-કેળવણી બહારથી જ મેળવ્યા હતા, કારણ કે તેમને જે ગામમાં, જે સમાજમાં જે કુટુંબમાં, અને જે ઘરમાં રહેવાનું હતું, તથા જે જાતને વેપાર વધે તેમના બીજ કુટુંબીઓ કરતા હતા, તે બધાની અસર તેમના ઉપર પડી. હતી. તેથી એક વ્યવહાર નિપુણ માણસમાં જે સંસ્કારની– કેળવણીની તે વખતના સમયને અનુસારે જરૂર હતી, તે સંસ્કારે તેમને મળેલા હતા. ૮. જ્ઞાનાભ્યાસ
વિર્ણચંદભાઇને ધર્મને વારસો મળ્યા હતા અને આજુ બાજુના સંસ્કારથી તે મજબૂત થતું જતું હતું, તે આપણે ઉપર જોઈ ગયા. તેથી તેમને ધર્મ ઉપર પૂરી પ્રીતિ હતી, એટલે કે–સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્ર ઉપર પૂરી પ્રીતિ હતી. ધર્મ એટલે સમ્યગ દર્શન-જ્ઞાન-ચારિત્ર. જ્ઞાનપર પ્રીતિ હેવાને પ્રત્યક્ષ પુરાવો એજ કે તેઓ ઘણીજ ખંત અને લાગણીથી પરિશ્રમ વેઠીને જ્ઞાનાભ્યાસ કરતા હતા. જ્ઞાનાભ્યાસ કરવા સવારે વહેલા ઉઠતા હતા, કારણ કે તે વખતે મગજ શાંત અને તાજું હોય છે, એટલે અભ્યાસ સારી રીતે થઈ શકે છે. તથા નિર્મળ મન બોધ અને સંસ્કાર જલદી સંપ્રાપ્ત કરી શકે છે. તેઓ વારંવાર પાઠશાળાના વિદ્યાથીઓને કહેતા હતા કે “અભ્યાસ કરતાં ઝોકું ન આવે, માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com