________________
વિગેરે પરિસ્થિતિઓનું પણ મુખ્ય બીજ આજ છે. વતનથી છુટા પડેલાને બધું નવેસરથીજ બિછાવવાનું હોય છે, એટલે તેની ઘણું શક્તિને અપવ્યય થાય છે. તેથી આયુર્ પણ ઓછું ભોગવી શકે છે. મોટા શહેરમાં જવું પડે છે, અથવા પવિત્ર આર્ય ભૂમિને ત્યાગ કરી દૂર દૂરના ટાપુઓમાં જવું પડે છે. તેમાં પણ શક્તિ અને સાધન સંપન્ન ફાવી શકે છે, પરંતુ નબળાપિચાને મરેજ થાય છે. કેઈ ફાવે તેને સે જોઈ શકે, અને તેનું અનુકરણ કરે પરંતુ કેટલા નામશેષ થઈ ગયા તેને હિસાબ કોણ રાખે?
આમ એક જાતનું સંક્રમણ ચાલી રહ્યું છે. આ સંક્રમણનેજ અંગે લેકો આગળ વધવા માટે વ્યવહારના ઉંચા ધોરણમાં દાખલ થવા માટે–જ્ઞાન મેળવવા (જ્ઞાન મેળવવાની તે માત્ર શાબ્દિક ભાવના હોય છે) ખાતર અર્થાત્ ઓછામાં ઓછું વાંચવા લખવાની તાલીમ મેળવવા માટે દોડે છે. લેકે (હિંદુસ્થાનમાં જ્ઞાની પુરૂએ જ્ઞાનની જે પ્રતિષ્ઠા ઉત્પન્ન કરી છે, તેને ધ્યાનમાં લઈને તેના તરફની ભક્તિથી) આ પરિસ્થિતિને જ્ઞાનને નામે નભાવી રાખે છે, તેના તરફ દોરાય છે. વસ્તુતઃ એ દોરવણી ઉંચે લઈ જવામાં આવેલા વ્યવહારના ધરણેને ગર્ભિત રીતે કબૂલી લે છે. જે બીજા ઘણુઓને ઘાતક થઈ પડે છે, માટે હિંસામૂલક હોવાથી આ દોરવણને જ્ઞાન એવું નામ આપવા કરતાં અજ્ઞાન–અવિદ્યાજ કહી શકાય. માટે જ અમે આ ગ્રંથમાં જ્ઞાન અને કેળવણીને જુદા પાડ્યા છે. ' લખવા વાંચવાનું જ્ઞાન મેળવવા અને તેથી પણ વધારે જેટલુ મેળવાય તેટલું મેળવીને વ્યવહારમાં સની સાથે જેટલું રહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com