________________
મંદિરના જીર્ણોદ્ધાર થયા. પુસ્તકો અને ગ્રંથે મોટા પ્રમાણમાં થઈ લોકોને લાભ આપવામાં આવ્યા, અને જ્ઞાન વધવા માંડયું.”
“અલબત્ત જ્ઞાન એટલે જાણવાની જિજ્ઞાસા વધી, પરંતુ જ્ઞાનનું ફળ-વિરતિ તે કેટલું વધ્યું?”
“અરે ! જુઓને-મુનિસંખ્યા જે ઓછી હતી, તે હમણું થોડા વર્ષોમાં વધીને મોટી થઈ છે.”
વસ્તુત: મોટી સંખ્યા નથી. કારણ કે જે કાળે થોડા વખત પહેલાં મુનિસંખ્યા નાની હતી ત્યારે સાથે યતિઓની સંખ્યા મેટી હતી. અને આખા ભારતમાં દરેકે દરેક મુખ્ય મુખ્ય સ્થળે શાસનના અમલદાર તરીકે તેમની હાજરી હતી. જો કે કેટલાક ભાગમાં ચારિત્ર તથા જ્ઞાનની ન્યૂનતા છતાં દર્શનની બાબતમાં બહુ વધે હેતે. એ રીતે ગણતાં આખા દેશમાં જેનેના તમામ મથકમાં પહોચી વળવા અને ધાર્મિક વાતાવરણ ચાલુ રાખવા માટે બન્નેની મળીને સંખ્યા સારી હતી. આજે તે વર્ગ તો તદ્દન ઘટી જ ગમે છે. અને આ વર્ગ પણ તેની સંખ્યાને પહોંચી વળે તેટલે હજુ ઉત્પન્ન થઈ શક્યો નથી. અને તેથી પરિણામે આપણું સંઘનું સરેરાશ બળ કેટલું વધ્યું છે? તે તપાસવું જોઈએ. તેના ઉપર જ કેઈપણ પ્રવૃત્તિના ચેગ્યારોગ્યપણને આધાર છે. બહારથી ગમે તેટલી પ્રવૃત્તિ ઉત્તમ લાગતી હોય કે ગમે તેવી અધમ લાગતી હોય, પરંતુ પરિણામે બળપષક. હોય તે જ તે ઉત્તમ અને પરિણામે બળને હાસ કરનારી હોય તે તે ઉત્તમ ન સમજવી. આપણી સામે પરિણામ શું છે? પરિણામ બળના ઘટાડાનું છે. “ઘટાડો થતા જાય છે એમ સૌ પક્ષ કબૂલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com