________________
૧?
ધાર્મિક તરફ વળે એવી કાળજી રાખી. રીપોર્ટ છપાવવા, કમીટીઓ કરવી મેળાવડા ભરવા, સમિતિઓ સ્થાપવી, ભાષણ કરવાં, વિગેરે પ્રવૃત્તિઓ કરી પણ તે બધું ધર્મની ખાતર અને ઘણુંખરૂં રૂઢિને વળગી રહીને કર્યું. તેમાં જમાનાની ચમક ન મળે. આગળ વધવાપણું જ ન મળે.”
“અરે ! પણ તમે જમાને જમાને શું કરે છે? એક તરફ જમાનાને છંદે ચડીને પ્રકાશ વધારતા ગયા તેમ તેમ બીજી તરફ પ્રજા કેટલી પાયમાલ થતી ગઈ તેને ખ્યાલ કર્યો? માટે આંખો મીંચીને જેમાં તેમાં કુદી ન પડે. બુદ્ધિ સ્થિર રાખી ચોકકસ માર્ગ મકકમતાથી કામ કરવાનું અને આત્મભોગ આપવાનું વેણીચંદભાઈ પાસેથી શીખ એટલે બસ છે. તમારી જરૂરિયાતે જુઓને કેટલી બધી વધી ગઈ છે? પરમાર્થને માટે તમને અવકાશ કયાં છે? તમારાં સાધને કેટલાં બધાં ખર્ચાળ છે? વેણચંદભાઈ એકલે હાથે અને થોડા ખર્ચથી જે કામ કરી શકતા હતા, તે તમારામાંથી ગમે તેવી ધગશવાળા પણ કરી શકે તેમ છે? તમારે મેટાં ફંડો જોઈએ, કલાર્કે મોટા પ્રમાણમાં જોઈએ અને બીજા અનેક ખર્ચાળ સાધને જોઈએ. વળી અંગત જરૂરિયાતે પણ એટલી બધી ખર્ચાળ કે ન પૂછો વાત. એટલે તમે તમારી જરૂરિયાતેમાંથી જ ફારગત થાઓ ત્યારે સેવા કરી શકે ને ? અને તમારી સેવા કેટલી બધી પ્રજાને મોંઘી પડે, તેને ખ્યાલ છે ? થેડી સેવા કરી એટલે માનપત્ર તો લેવું જ જોઈએ, વાહ ! વાહ! તે થવી જ જોઈએ, અને તે મોઢે ના પાડવા છતાં હદયથી પાકે પાયે ઈચ્છાનું હોય છે. અમે તે આમાં કાંઈ ફાયદે જોઈ શકતા નથી.
વળી તમે જેને જમાને કહે છે, તે એક જાતને ચાહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com