________________
“ ત્યારે શું કાંઈ કરવુંજ નહી?” હાથ જોડીને બેસી રહેવું
“ના, સીધે રસ્તે જેટલું ચલાય તેટલું ચાલવું, પણ ઉંધે માગે એક ડગલુંયે ન ચાલવું. એક વાત છે કે–એક ઉંદરે ખા. જાં ખાવાની ઈચ્છાથી આખી રાત કરંડિયો કાપવાને પ્રયત્ન કર્યો અને અંદર પેઠે પણ ખરે. પરંતુ અંદર સાપ હતા. એવા પ્રયત્નથી શો લાભ? અને જે સીધો રસ્તો ન જ મળે તે બેસી રહેવું વધારે વ્યાજબી ગણાય.”
“ઠીક છે. તમારી વાત કદાચ સાચી હશે, પરંતુ વેણીચંદભાઈની શુભ મનવૃત્તિ વિષે તે શકજ નથી. તેમણે તે લાભ સમજીને જ પ્રયત્ન કર્યો. એટલે તેમને તે લાભ જ થ.”
અલબત્ત જેટલી તેમની શુભ ભાવના તેને માટે ના ન કહી શકાય, પરંતુ તેમાં જેટલી દીર્ધ દષ્ટિ અને વિવેક રાખવા જોઈએ તે ન રખાય તે જે નુકશાન થાય તેમાંથી તે છુટી નજ શકાય. છતાં પોતાના સમયમાં એક કાર્યકર્તા તરીકે બહાર પડીને પૂર્વને કાર્યવાહકેને જે ઉપાડી લીધે. તથા તેની પાછળ શુભ મનોવૃત્તિ તથા ધર્મિષ્ઠતા અને અથાગ પરિશ્રમ વિગેરે વ્યકિતગત ગુણો સામે અમે કયાં કશો વાંધો દર્શાવીએ છીએ? અને એ કારણેથીજ અમે વિરોધ કરી શકતા નથી અને મુંગે મેં ચલાવી લઈએ છીએ. પરંતુ તેમણે જે પ્રવૃત્તિઓ જે રીતે અને જે બંધારણાથી કરી છે, તેની સામે અમારે વિરોધ નથી એમ ન સમજવું.”
અમને તે એમ લાગે છે કે “કરશે તેને કહેશે” એ ન્યાયે એ કરવા બહાર પડયા છે તેમના કાંઇને કાંઈ દો જેવાજ જોઈએ, એટલે બીજું કશું ન જોતાં આવા દૂધમાંથી પોરા કાઢવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com