Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
13
જે શાસ્ત્રોમાં દેવદ્રવ્ય કે ચૈત્યદ્રવ્યથી પૂજા-મહાપૂજા-મહોત્સવ-આંગી વગેરે કરવાનું કહ્યું છે, તે જ શાસ્ત્રમાં સાથે એ દેવદ્રવ્ય કે ચૈત્યદ્રવ્યની વ્યાખ્યા ક્યાંય આપી છે ખરી ? આ પ્રશ્નનો જવાબ મળી જાય તો ગરબડ બધી જ મટી જાય. એવી વ્યાખ્યા મળે છે અને આ રહી એ વ્યાખ્યા -
શ્રી ઉપદેશપદમાં ૪૧૫મી ગાથાની ટીકામાં ચૈત્યદ્રવ્યની વ્યાખ્યા કરતા લખ્યું છે કે,
'चैत्यद्रव्यं क्षेत्र हिरण्यग्रामवनवास्त्वादिरूपं तत्तत्समयवशेन चैत्योपयोगितया सम्पन्नम् ।'
આ ટીકાનો અર્થ : દેવદ્રવ્ય-ચૈત્યદ્રવ્ય એટલે જિનમંદિરમાં ઉપયોગ કરવા માટે તે તે સમયે પ્રાપ્ત થયેલ ખેતર, સુવર્ણ, ગામ, બગીચો, ઘર વગેરે.
રાજા, શ્રેષ્ઠિ, મંત્રી કે મંદિરનો નિર્માતા શ્રાવક એ જિનાલયની ભક્તિ સદા કાળ ઉત્તમ રીતે થઈ શકે તે માટે પોતપોતાની શક્તિ અને મોભાનુસાર ગામ, નગર, જમીન, સોનું, બગીચો, ઘર કે દુકાનાદિ ભેટ આપે છે. જેની આવકમાંથી તે જિનાલયની ઉત્કૃષ્ટ ભક્તિ થતી રહે છે. આને ટીકાકાર શ્રી અને ગ્રંથકારશ્રીની ભાષામાં ચૈત્યદ્રવ્ય-દેવદ્રવ્ય કહેવાતું હોવા છતાં પણ વાસ્તવમાં એ દ્રવ્ય આજની પરિભાષામાં ‘જિનાલયસાધારણદ્રવ્ય' (દેવકું સાધારણ દ્રવ્ય) કહેવાય, માટે આ દ્રવ્યમાંથી પૂજા-મહાપૂજા-રથયાત્રા-મહોત્સવ જે પણ કરવું હોય તે થઈ શકે છે.
સ્વપ્નાદિ બોલીના દ્રવ્યમાં તે તે હક, પોતાને મળે તે માટે, રકમ સમર્પિત કરીને તે તે સ્વપ્ન ઝુલાવવાદિનો લાભ લેવામાં આવે છે. માટે પોતાને ચોક્કસ એક અધિકાર પ્રાપ્ત થાય તેના બદલામાં આપેલી આ રકમ કહેવાય, આ રકમ તેથી જ જીર્ણોદ્વારાદિમાં વપરાય. જ્યારે ગામ-નગર-સોનું-મકાન, બગીચો, ખેતર વગેરે જિનાલયની ભક્તિ થાય તે માટે જ ભેટ આપવામાં આવે છે અને સામે તે તે વસ્તુના બદલામાં કોઈ અધિકાર સોંપવામાં (લેવા - આપવામાં) આવતો નથી, માટે જ આ રકમથી જિનભક્તિ-જિનાલયના તમામ કાર્યો કરી શકાય છે.
જેમ આજે કોઈ શ્રાવક એક કરોડનું જિનાલય બંધાવે અને ૨૫ લાખ જિનાલયની ભક્તિને માટે અર્પણ કરે તો એ ૨૫ લાખમાંથી સમગ્ર જિનાલય સંબંધી વાર્ષિક ખર્ચ કરી શકાય. આપણે તેને જિનાલય સાધારણ, દેરાસર સાધારણ