Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
12
મહોત્સવ વગેરે કરવાની સ્પષ્ટ શબ્દોમાં છૂટ આપે છે. માટે દેવદ્રવ્યમાંથી આ બધી જ પ્રવૃત્તિ થઈ શકે છે. એટલે તમે દેવદ્રવ્યથી વરઘોડો કાઢો, પૂજામહાપૂજા કરો, આંગી રચાવો, મહોત્સવો કરો તેમાં કોઈ પાપ લાગતું નથી. આ બધામાં સ્વપ્નાદિની બોલીની દેવદ્રવ્યની ૨કમ આ બધી શાસ્રપંક્તિ મુજબ વાપરી શકાય છે.
આ પંક્તિઓ અને તેનું ગુજરાતી ભાષાંતર કોઈ પણ માણસ વાંચે એટલે એને પણ ઘડીભર તો એમ જ થાય કે દેવદ્રવ્યથી આ બધું કરવાની છૂટ શાસ્ત્ર જ આપે છે તો એનો વિરોધ શા માટે ક૨વો જોઈએ ! દેવદ્રવ્યમાંથી ભલેને દેરાસરના ખર્ચ કાઢે ! એના માટે જ તો દેવદ્રવ્ય છે !
આ વાત માટે શાસ્રપાઠ જોતા પહેલા એક સામાન્ય વિચાર જ જો ક૨વામાં આવે તો પણ માણસને આપણી શાસ્રશુદ્ધ પરંપરા કઈ હતી અને છે તેનો ચોક્કસ ખ્યાલ આવી જાય. આપણે ત્યાં શ્રી પર્યુષણા મહાપર્વમાં ભવ્ય આંગી રચાવવામાં આવે છે એની ટીપ કરવામાં આવે છે. જે રકમ ભેગી થાય તે મુજબની આંગી રચાય છે. આ વર્ષોની સુવિહિત પરંપરા છે. તેમાં ચાંય સ્વપ્નાદિ દેવદ્રવ્યની રકમ ઉમેરીને આંગી વધુ સારી રચવાનું ક્યારેય કરવામાં આવતું નથી. જો ખરેખર જ દેવદ્રવ્ય આંગી વગેરે માટે ભેગું કરવામાં આવતું હોય તો ટીપ વગેરેની પ્રવૃત્તિ કરવાની જરૂર રહે ખરી ? એ જ રીતે મહાપર્વ બાદ રથયાત્રાનો વરઘોડો પણ દરેક સંઘોમાં ઠાઠથી નીકળતો હોય છે તેમાં પણ શ્રાવકો સાંબેલાઓ નોંધાવતા હોય છે અને પર્યુષણા પછી મહોત્સવ માટે પણ શ્રાવકો સ્વદ્રવ્યથી મહોત્સવ ઉજવે છે. ક્યાંય સ્વપ્નાદિ દેવદ્રવ્યની ઉપજમાંથી મહોત્સવ ક૨વામાં આવ્યો નથી, આવતો નથી, દેવદ્રવ્યથી પૂજા કરાવવા મેદાને પડેલા પણ હજી સુધી મહોત્સવ પણ દેવદ્રવ્યથી કરવાની સલાહો આપતા નથી એ સંઘનું સદ્ભાગ્ય કહેવાય. જો સ્વપ્નાદિ દેવદ્રવ્યની રકમમાંથી આ અનુષ્ઠાનો ઉપર જણાવેલ શાસ્ત્રપંક્તિઓ મુજબ થઈ શકતા હોત તો આપણા દરેક પૂર્વાચાર્યોએ એ પ્રવૃત્તિ ચાલું કરાવી હોત. આજ સુધી આવી કોઈ પ્રવૃત્તિ કોઈપણ સંઘમાં આપણા પૂર્વાચાર્યોએ દાખલ કરી નથી, એ જ બતાવે છે કે, શાસ્ત્રપંક્તિના આજે કરવામાં આવતા અર્થઘટનમાં ચાંક તો ગરબડ છે. શું છે આ ગરબડ ? ચાલો, જોઈએ.