Book Title: Dan Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 7
________________ શ્રીમદ્ વિનયવિજયજી મહારાજ જ્યારે પ્રવચન કરતા હતા ત્યારે જૈનેતર વિદ્વાનો વ્યાખ્યાન દરમ્યાન પ્રશ્નો પૂછી-પૂછીને પૂજ્યશ્રીને મૂંઝવવાનો પ્રયત્ન કરતા હતા. એટલે એકવાર પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ વ્યાખ્યાન માટે બિરાજમાન થયા અને વ્યાખ્યાનની શરૂઆતમાં જ પ્રશ્નો પૂછનારને જણાવી દીધું કે પ્રશ્ન દરમ્યાન પ વર્ગનો કોઇ પણ વર્ણ ઉચ્ચારવાનો નહિ અને એના જવાબમાં પણ T વર્ગના કોઇ પણ વર્ણ ઉચ્ચારવામાં નહિ આવે. પાછળથી પ્રશ્નકર્તાઓની એ અંગેની અશક્તિ જાણીને તેઓને ગમે તે રીતે પ્રશ્નો પૂછવાની રજા આપી. અને પૂજ્યશ્રીએ તો વ વર્ગના ઉચ્ચારણ વિના જ સર્વ પ્રશ્નોના જવાબ આપી વિદ્વાનોને પોતાના શબ્દ ઉપરના પ્રભુત્વની પ્રતીતિ કરાવી હતી. આવી તો કંઈ કેટલીય કિંવદન્તીઓ પૂજ્યશ્રીના વિષયમાં પ્રચલિત છે. કહેવાય છે કે પૂજ્યશ્રી જ્યારે કાશીથી વિદ્યાભ્યાસ કરી ગુજરાતના કોઈ એક ગામમાં પધાર્યા ત્યારે એક દિવસ સાંજના પ્રતિક્રમણ દરમ્યાન પૂજ્યશ્રીને કોઈ એક શ્રાવકે સજ્ઝાય બોલવાની વિનંતી કરી. ત્યારે પાંચ ગાથાની નાની સજ્ઝાય પૂજ્યશ્રી બોલ્યા. તેથી એ શ્રાવકે મોટી સજ્ઝાય ફરમાવવા જણાવ્યું. પરંતુ ત્યારે પૂજ્યશ્રીએ ‘નથી આવડતી’ એમ જણાવ્યું. એટલે પેલા શ્રાવકે કહ્યું કે ‘શું કાશીમાં રહીને ઘાસ કાપ્યું ?' ત્યાર બાદ બીજા દિવસે સાંજે પ્રતિક્રમણમાં સજ્ઝાય બોલવાના પ્રસંગે પૂજ્યશ્રીએ સમકિતના સડસઠબોલની કે સાડાત્રણસો ગાથાની સ્તવન૩૫ સઝાયની નવી જ રચના કરવા સાથે બોલવાની શરૂઆત કરી. એક પછી એક ઢાળો DE DCUDD/EDGU EDEE DDDDDDL םםםPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66