Book Title: Dan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 29
________________ આવી શંકા કરે છેनन्वेवं पुण्यबन्धः स्यात् साधो न च स इष्यते । पुण्यबन्धान्यपीडाभ्यां छन्नं भुङ्क्ते यतो यतिः ॥ १-१४॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે આ રીતે અપવાદથી પણ પૂ. સાધુભગવન્તો અનુકંપાદાન કરે તો તેમને પુણ્યબન્ધનો પ્રસંગ આવશે. કારણ કે અનુકમ્પાદાનથી પુણ્યબન્ધ થાય છે. એ પુણ્ય પૂ. સાધુભગવન્તને ઈષ્ટ નથી. તેથી તેઓશ્રીએ અપવાદથી પણ અનુકમ્પાદાન કરવું ના જોઈએ. પૂ. સાધુભગવન્તોને પુણ્યબબ્ધ ઈષ્ટ નથી એવું નથી.' - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે પૂ. સાધુભગવન્તો ગૃહસ્થોથી છાની રીતે જે ગોચરી વાપરે છે તેની પાછળ એ હેતુ રહ્યો છે કે પુણ્યબન્ધ અને અન્યને પીડા ન થાય. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂ. મુનિભગવન્તો ગૃહસ્થથી છાની રીતે ભિક્ષા ન વાપરે અને તેમના દેખતા ગોચરી વાપરે તો કોઈ વાર કોઈ ગૃહસ્થ ખાવાનું માંગે ત્યારે જો પૂ. મુનિભગવન્તો તેને તે આપે તો પુણ્યબન્ધ થાય અને ન આપે તો તેને દુઃખ થાય. તેથી બંને પ્રસંગને દૂર કરવા માટે પૂ. મુનિભગવન્તો ગૃહસ્થના દેખતાં ગોચરી વાપરતા નથી. ૧-૧૪ . પુણ્યબન્ધ અને અન્યપીડનને લઈને પૂ. મુનિભગવન્તો પ્રચ્છન્ન રીતે ગોચરી વાપરે છે, તે સ્પષ્ટ કરાય છે दीनादिदाने पुण्यं स्यात्तददाने च पीडनम् । शक्तौ पीडाऽप्रतीकारे शास्त्रार्थस्य च बाधनम् ॥ १-१५ ॥ “દીન, કૃપણ, અંધ વગેરેને ભોજન વગેરે આપવાથી પુણ્ય બંધાશે. દીનાદિને ભોજનાદિ ન આપીએ તો તેને પીડા થશે. શતિ DિDHDHDHDHDHDHD GDHDHDHUFDGDDED G]SC/SC/SSCSTDUS

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66