________________
શક્યતા નથી.
“શ્રી સૂત્રકૃતસૂત્રમાં મહીડાવું મુંનંતિ..ઈત્યાદિ જે પાઠ છે. તે; સ્વરૂપથી જે અસાવદ્ય-ગૃહસ્થ પોતાના માટે કરેલું છે; તેના ઉપયોગમાં ફળની ભજનાને જણાવે છે. આધાર્મિક તો એકાન્ત દુષ્ટ જ છે. યથાકૃત (ગૃહસ્થ પોતાના માટે બનાવેલ) અશનાદિના પરિભોગના વિષયમાં રાગ કે દ્વેષને આશ્રયીને ફળની પ્રાપ્તિનો અભાવ અને કર્મબન્ધ થાય છે તેમ જ રાગ કે દ્વેષના અભાવને આશ્રયીને કર્મબન્ધનો અભાવ થાય છે..ઇત્યાદિ જણાવે છે.” આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે સ્વરૂપથી અસાવદ્ય અનાદિના દાનમાં કે પરિભોગમાં ફળનો વિકલ્પ જણાવવાનું કોઈ જ તાત્પર્ય નથી. તે પરિશુદ્ધ હોવાથી તેમાં વસ્તુતઃ કોઈ દોષ નથી. રાગાદિને લઈને દોષ તો સર્વત્ર છે. એનું નિરૂપણ કરવાનું અહીં કોઈ પ્રયોજન નથી. || ૧-૨ દા.
અસંયતને શુદ્ધ દાન આપવું અને અસંયતને અશુધદાન આપવું-આ ત્રીજા અને ચોથા ભાંગાને આશ્રયીને અનિષ્ટ વર્ણવાય છે
शुद्धं वा यदशुद्धं वाऽसंयताय प्रदीयते । गुरुत्वबुद्ध्या तत्कर्मबन्धकृन्नानुकम्पया ॥ १-२७ ॥
શ્લોકાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે સુપાત્રને આશ્રયીને દાનના પહેલા અને બીજા પ્રકારના ફળનું વર્ણન કર્યું. હવે જે સુપાત્ર નથી એવા અસંયતને આશ્રયીને શુદ્ધ દાન આપવા સ્વરૂપ ત્રીજા ભાંગાનું અને અશુદ્ધ દાન આપવા સ્વરૂપ ચોથા ભાંગાનું વર્ણન આ શ્લોકથી કર્યું છે. અસંયતને ગુરુ માનીને શુદ્ધ કે અશુદ્ધ દાન આપવામાં આવે તો અસાધુમાં સાધુપણાની બુદ્ધિના કારણે કર્મબન્ધ થાય છે.
GDEDDDDDDDED
DિDDDDDDED