________________
વિરાધનાને; વર્જનાભિપ્રાયથી ઉત્પન્ન થનારી નિર્જરાની પ્રત્યે પ્રતિબન્ધક માનીએ અને કેવળ વિરાધનાને પ્રતિબન્ધક ન માનીએ તો જીવઘાત પરિણામથી જન્ય એવી વિરાધનાનો વિશેષ્યાભાવને લઈને જે અભાવ શુદ્ધવિશેષણસ્વરૂપ (જીવઘાતપરિણામસ્વરૂપ છે તેનાથી પણ નિર્જરાની ઉત્પત્તિનો પ્રસંગ આવે છે. તેના નિવારણ માટે એમ કહેવામાં આવે કે-વર્જનાભિપ્રાયસ્થળે જે વિરાધના થાય છે; તેનું જીવઘાતપરિણામજન્યત્વ જે સ્વરૂપ છે-તે વર્જનાભિપ્રાયના કારણે રહેતું નથી. આશય એ છે કે જીવઘાતના પરિણામથી જે જન્ય છે તેને જ વિરાધના કહેવાય છે. જેમાં જીવઘાતપરિણામજન્યત્વ નથી તે વિરાધના નથી. વર્જનાભિપ્રાય સ્થળે વર્જનાભિપ્રાય(જીવનો ઘાત ન થાય એવી ઈચ્છા)ના કારણે વિરાધનાનું જીવઘાતપરિણામજન્યત્વ સ્વરૂપ જ રહેતું નથી. તેથી “જીવઘાતપરિણામજન્યત્વ' સ્વરૂપ વગરની તે વિરાધના અસત્ છે. અસદ્દ એવી તે વિરાધના; નિર્જરાની પ્રત્યે પ્રતિબન્ધક બનતી નથી. પ્રતિબન્ધક તો જે સ-વિદ્યમાન હોય તે બને છે – આ પ્રમાણે કહેનારને પૂછવું જોઈએ કે
વિરાધનાનું આ જીવવિરાધનાજન્યત્વ' જે સ્વરૂપ છે તે વિરાધના પદની પ્રવૃત્તિ(પદપ્રયોગાત્મક વ્યવહાર)નું નિમિત્ત છે કે વિરાધના પદાર્થનું વિશેષણ છે? કારણ કે બંને વિકલ્પમાં દોષ છે. વર્જનાભિપ્રાયસ્થળે “જીવની વિરાધના છે-' એ પ્રમાણે પદનો પ્રયોગ કરાય છે અને એ પદના પ્રયોગનું કારણભૂત છવઘાતપરિણામજન્યત્વ' સ્વરૂપ નથી- એ પણ જણાવાય છે. પદની પ્રવૃત્તિના નિમિત્તના અભાવમાં પદની પ્રવૃત્તિ તો ઉન્મત્ત માણસો કરે છે. રક્ત (લાલ) પદની પ્રવૃત્તિનું નિમિત્ત લાલ રંગ છે. એના અભાવવાળા પીળાદિવસ્ત્રમાં કોઈ “રત' પદનો પ્રયોગ કરતું નથી. આથી સમજી શકાય છે કે- વિરાધના' પદનું જીવઘાતપરિણામજન્યત્વાત્મક