________________
इत्थं दानविधिज्ञाता धीरः पुण्यप्रभावकः । યથાશક્તિ વવદ્ તાને પરમાનન્દ્રમાન્ ભવેત્ છે ?-રૂર છે
આ રીતે દાન આપવાની વિધિના જ્ઞાતા અને ધર્મની પ્રભાવનાને કરનારા એવા ધીર આત્માઓ પોતાની શક્તિનું અતિક્રમણ ર્યા વિના દાન આપવાથી પરમાનંદના ભાજન બને છે અર્થા મોક્ષને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે બત્રીશમા શ્લોકનો અર્થ છે. એનો આશય યાદ રાખ્યા વિના છૂટકો નથી. ગમે તે દાન હોય પરંતુ તે વિધિપૂર્વક જ કરવું જોઈએ. અવિધિપૂર્વક દાન આપવાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. પાવાપાત્રનો વિવેક, આદર, સત્કાર અને સન્માનાદિ; ત્યાગની વૃત્તિ; આ લોકાદિના ફળની અનપેક્ષા; તરવાની ભાવના અને ન્યાયસમ્પન્નવિભવાદિ વગેરે દાનવિધિનાં અંગો છે. દાન આપનારા ધીર હોવા જોઈએ. ગમે તેવી ખરાબ સ્થિતિમાં પણ દાન આપવાની પ્રવૃત્તિથી વિચલિત બનવું ના જોઈએ. દુ:ખ વેઠી લેવાની વૃત્તિ હોય અને બીજી કોઈ ઈચ્છા ન હોય તો ધીરજ ખૂટતી નથી. નામનાદિની કામના હોય અને અગવડ ના પડે એવી ભાવના હોય તો દાનધર્મ શક્ય નહીં બને. આ રીતે દાન કરનારા ધર્મના પ્રભાવક બની શકે છે. ગૃહસ્થો આ દાનધર્મની આરાધના દ્વારા સાચી રીતે ધર્મની પ્રભાવનાને કરનારા બને છે. પોતાનાં નામ કે કીર્તિ વગેરેનો વિચાર ક્ય વિના માત્ર ત્યાગ કરવાની વૃત્તિથી અને તરવાની ભાવનાથી સુપાત્રદાનાદિ શક્તિ અનુસાર વિહિત છે. આપણી શક્તિ કેટલી છે તેનો સારી રીતે ક્યાસ કાઢી શક્તિને છુપાવ્યા વિના અને શક્તિનું અતિક્રમણ કર્યા વિના દાન આપવાનું છે. આવી જાતનું દાન જ મોક્ષનું કારણ બને છે. બચાવીને આપવાની વૃત્તિ દાનને યથાશક્તિ બનવા દેતી નથી. આજની પરિસ્થિતિ તદ્દન વિચિત્ર છે. યથાશક્તિ વિધિ અને ધર્મની પ્રભાવના વગેરે;
DBEFORDDDDDDDDDDDDD GGc/c/GGc/GoldS૬૩ SciSilicSNGS