Book Title: Dan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan
Catalog link: https://jainqq.org/explore/023206/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ' મહામહોપાધ્યાય શ્રીમીન્થિજી મહારાજ વિરચિત હવાઉદીની : સંકલનઃ પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સૂ.મ. * પ્રકાશક : શ્રીઅનેકાન્ત પ્રકાશન Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજા વિરચિત‘દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિ’પ્રકરણાન્તર્ગત દાન બત્રીશી-એક પરિશીલન : પરિશીલન: પૂ. પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ.શ્રી.વિ. રામચન્દ્રરે પટ્ટાલંકાર પૂ. સ્વ. આ. ભ. શ્રી.વિ. મુક્તિચન્દ્ર સૂ. મ. સા. ના શિષ્યર પૂ. આ. ભ. શ્રી. વિ. અમરગુપ્ત સૂ. મ. સા. ના. શિષ્યરત્ન પૂ. આ. ભ. શ્રી. વિ. ચન્દ્રગુપ્ત સૂ. મ. : : પ્રકાશમ : શ્રી અનેકાન્ત પ્રકાશન : આર્થિક સહકાર : શાહ હરિલાલ મલુકચંદ ખંભાતવાલા પરિવાર ૪, રંગવિહાર સોસાયટી. પી. ટી. કૉલેજ રોડ : પાલડી : અમદાવાદ - ૩૮૦૦૦૭ Page #3 -------------------------------------------------------------------------- ________________ દાન બત્રીશી- એક પરિશીલન પ્રથમ સંસ્કરણ : નકલ - ૧૦૦૦ વિ. સં. ૨૦૫૬ માગસર સુદ – દ્વિતીય બીજ મુકુંદભાઈ આર. શાહ ૫, નવરત્ન ફ્લેક્ષ્ નવાવિકાસ ગૃહ માર્ગ પાલડી- અમદાવાદ-૭ પ્રકાશન : શ્રી અનેકાન્ત પ્રકાશન : પ્રાપ્તિસ્થાન : વિજયકર કાંતિલાલ ઝવેરી પ્રેમવર્ધક ફ્લેટ્સ નવા વિકાસગૃહ માર્ગ-પાલડી અમદાવાદ- ૩૮૦૦૦૭ જતીનભાઇ હેમચંદ શાહ છાપરીયાશેરી: મહીધરપુરા સુરત ૩૯૫૦૦૭ જયેશ હરિલાલ શાહ ૪, રંગવિહાર સોસાયટી પી. ટી. કૉલેજ રોડ. પાલડી અમદાવાદ- ૩૮૦૦૦૭ શા.સૂર્યકાન્ત ચતુરલાલ મુ. પો. મુરબાડ (જિ. ઠાણે) : ફોટો કંપોઝિંગ : કુમાર ૧૩૮- બી. ચંદાવાડી : બીજે માળે: સી.પી. ટેંક રોડ, મુંબઈ ૪૦૦૦૦૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ - પરિશીલનની પૂર્વે - પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાએ વિરચેલાં ગ્રન્થરત્નોમાંથી ‘કાત્રિશદ્વાર્નાિશિકા' નામના ગ્રન્થરત્નનું પરિશીલન કરવાના પ્રારંભે પ્રથમ દાનધ્રાáિશિકાનું પરિશીલન આ પુસ્તકમાં કરાયું છે. આ પૂર્વે દીક્ષાદ્ધાત્રિશિકાનું પરિશીલન પ્રગટ થયું છે. આ રીતે દરેક દ્વત્રિશિકાનું પરિશીલન પ્રગટ કરવાનો વિચાર છે. પૂજ્યપાદ મહામહોપાધ્યાયજી મહારાજાનાં ગ્રન્થરત્નો અંગે હું કશું જણાવું- એના બદલે જિજ્ઞાસુ આત્માઓ એ ગ્રન્થરોના અધ્યયન દ્વારા ગ્રન્થરત્નોનો પાવન પરિચય પ્રાપ્ત કરી લે-એ જ સારું છે. જિજ્ઞાસુવર્ગની અનુકૂળતા માટે આ એક અલ્પ પ્રયત્ન છે. નીચે જણાવેલા પૂજયપાશ્રીના પાવન પરિચયના મનનથી સમજાશે કે અપ્રતિમ પ્રતિભાના સ્વામી દ્વારા નિર્માણ પામેલા ગ્રન્થનું પરિશીલન કરવા માટે આ પ્રયત્ન ખરેખર જ અલ્પતમ છે. અનંતોપકારી દેવાધિદેવ શ્રી મહાવીરપરમાત્માના પરમતારકશાસનની ઉજજવલપ્રભાને ઉજજવલામ બનાવનારા સમર્થ અચિન્ય પ્રભાવશાળી પૂજ્ય પરમગીતાર્થ આચાર્યભગવન્તાદિ દિવ્યપુરુષોની પાવન પરંપરામાં પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાનું જે સ્થાન છે - તેનો ઓછાવત્તા પ્રમાણમાં આપણને સૌને સારી રીતે પરિચય છે. આજથી ત્રણસો વર્ષ પૂર્વે થઈ ગયેલા ઉપાધ્યાયજી મહારાજાના એ જીવનકાળનો વિચાર કરીએ તો પૂજ્યપાદકીજીનું નિર્મળ સાધનામય જીવન, અદ્ભુત અને ચમત્કારપૂર્ણ TELENDEDGETES DEENDS|DFDDDDDD Page #5 -------------------------------------------------------------------------- ________________ જણાશે. એક બાજુ કિયાનું શૈથિલ્ય અને બીજી બાજુ અજ્ઞાનનું સામ્રાજ્ય : આવી વિષમસ્થિતિમાં નિર્મળ ચારિત્રની સાધના સાથે શુદ્ધકિયા અને સમ્યજ્ઞાનથી પોતાના જીવનને વાસિત બનાવવાનું કાર્ય કેટલું પૂરું છે – એ આપણે સમજી શકીએ છીએ. ભૂતકાળની વિશિષ્ટ સાધના ન હોય તો કોઈ પણ રીતે; કઠોર સાધનામય જીવન જીવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય નહિ. વિ. સં. ૧૬૬૫ માં ઉત્તરગુજરાતના ધીણોજ ગામની બાજુના કનોડુ ગામમાં જેઓશ્રીનો પુષ્ય જન્મ થયો હતો - તે પૂજ્ય ઉપાધ્યાયજી મ. ને બાલ્યકાળમાં જ પોતાની અદ્ભુત સ્મરણશક્તિના પ્રભાવે પરમપારમેશ્વરી પ્રવ્રયાની પ્રાપ્તિ થઈ હતી. પ્રસંગ એવો બનેલો કે – પૂ. ઉપાધ્યાયજી મ. ની માતાને શ્રી ભક્તામર સ્તોત્રનું શ્રવણ કર્યા વિના ભોજન નહિ કરવાનો નિયમ હતો. એ પ્રમાણે એકવાર પોતાના પુત્રની સાથે શ્રી ભક્તામર સ્તોત્રનું શ્રવણ કરવા પૂ. ગુરુભગવન્ત પાસે તેઓશ્રી ગયાં હતાં. તે વખતે તે સ્તોત્રના એક વારના જ શ્રવણથી પૂજ્યશ્રીને યાદ રહેતું. ત્યાર બાદ એક વાર વરસાદના કારણે પૂજ્યશ્રીની માતા સ્તોત્રનું શ્રવણ કરવા પૂ. ગુરુભગવંત પાસે જઈ શક્યા નહિત્રણ દિવસના ઉપવાસના અંતે પૂ. ઉપાધ્યાય મહારાજાએ પોતાની માતાને ઉપવાસનું કારણ પૂછતાં માતાના નિયમને જાણ્યો. ત્યાર બાદ તેમની સંમતિપૂર્વક માતાને ભક્તામરસ્તોત્ર સંભળાવ્યું અને પારણું કરાવ્યું. આ રીતે પૂજ્યશ્રીની અદ્ભુત સ્મરણશક્તિના પ્રસંગને જાણીને પૂ. ગુરુભગવન્ત પૂજ્યશ્રીની માતા પાસે પૂજ્યશ્રીની માંગણી કરી અને ત્યાર બાદ અત્યન્ત ઉલ્લાસપૂર્વક GET D|DD D D D D' GET DD DDD; DFD Page #6 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની માતાએ પોતાના પુત્રનું પૂજ્ય ગુરુદેવશ્રીને સમપર્ણ કર્યું. આ રીતે કાલાન્તરે રત્નત્રયીની નિર્મળ સાધનામાં પૂજ્યશ્રી લીન બન્યા. પ્રબળ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમના પ્રભાવે ઉત્કટ પ્રખર પ્રતિભાદિ અસાધારણ સામર્થ્યથી પૂજ્યપાશ્રીએ ખૂબ જ અલ્પસમયમાં ગણનાપાત્ર સમ્યગ્રજ્ઞાનનું સંપાદન કર્યું. પરમશ્રધેય અનન્યસાધારણ બુદ્ધિપ્રતિભાદિ ગુણોથી ભાવિત શ્રદ્ધાસંપન્ન શ્રાવકવર્ગની સહાયથી પૂજ્યશ્રીને વિદ્યાના ધામ સમાન કાશીમાં અધ્યયન કરવાની અનુકૂળતા મળી. ત્યાંની ત્રણ વર્ષની સ્થિરતા દરમ્યાન ન્યાયશાસ્ત્રોનું પરિપૂર્ણ અધ્યયન કરી અને કેટલાંક વર્ષ કાશીની આજુબાજુ રહી અન્યદર્શનશાસ્ત્રોનું તલસ્પર્શી અધ્યયન કરી પૂજ્યશ્રીએ પરસમયનું રહસ્ય પ્રાપ્ત કર્યું. એ વખતે અન્ય પંડિતોને વાદમાં હરાવનાર સમર્થવાદીને પોતાની અનેકાંતવાદની વિજયવન્તી શૈલીથી હરાવીને પૂજ્યશ્રીએ પોતાના અધ્યાપકગુરુવર્ગ દ્વારા ન્યાયવિશારદ'નું બિરુદ પ્રાપ્ત કર્યું. આ પ્રસંગ, પૂજ્યશ્રી માટે જ નહિ પરંતુ સમગ્ર પરમતારક શ્રી જિનશાસન માટે ગૌરવપ્રદ હતો. જે વખતે જૈનેતર દાર્શનિક વિદ્વાનો, જૈનોનો પડછાયો પણ પોતાની ઉપર ન પડે એની કાળજી રાખતા હતા; તેવા વખતે એવા વિદ્વાન વર્ગ દ્વારા આ રીતે ન્યાયવિશારદ તરીકેનું બિરુદ પ્રાપ્ત કરવું એ ખરેખર જ શ્રી જિનશાસનની સર્વોપરિતાનો જ એક વિજય હતો. આ રીતે કાશીમાં પરદર્શનનું પરિપૂર્ણ અધ્યયન કરી પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ ગુજરાતમાં વિચરતા હતા. તે દરમિયાન મોટે ભાગે ગ્રંથાલેખનમાં તત્પર બની તેઓશ્રી વ્યાખ્યાનાદિની પ્રવૃત્તિથી પર રહેતા. કહેવાય છે કે એક ગામમાં પૂજ્યપાદ મહામહોપાધ્યાય Gold/ SONGS, Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ વિનયવિજયજી મહારાજ જ્યારે પ્રવચન કરતા હતા ત્યારે જૈનેતર વિદ્વાનો વ્યાખ્યાન દરમ્યાન પ્રશ્નો પૂછી-પૂછીને પૂજ્યશ્રીને મૂંઝવવાનો પ્રયત્ન કરતા હતા. એટલે એકવાર પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ વ્યાખ્યાન માટે બિરાજમાન થયા અને વ્યાખ્યાનની શરૂઆતમાં જ પ્રશ્નો પૂછનારને જણાવી દીધું કે પ્રશ્ન દરમ્યાન પ વર્ગનો કોઇ પણ વર્ણ ઉચ્ચારવાનો નહિ અને એના જવાબમાં પણ T વર્ગના કોઇ પણ વર્ણ ઉચ્ચારવામાં નહિ આવે. પાછળથી પ્રશ્નકર્તાઓની એ અંગેની અશક્તિ જાણીને તેઓને ગમે તે રીતે પ્રશ્નો પૂછવાની રજા આપી. અને પૂજ્યશ્રીએ તો વ વર્ગના ઉચ્ચારણ વિના જ સર્વ પ્રશ્નોના જવાબ આપી વિદ્વાનોને પોતાના શબ્દ ઉપરના પ્રભુત્વની પ્રતીતિ કરાવી હતી. આવી તો કંઈ કેટલીય કિંવદન્તીઓ પૂજ્યશ્રીના વિષયમાં પ્રચલિત છે. કહેવાય છે કે પૂજ્યશ્રી જ્યારે કાશીથી વિદ્યાભ્યાસ કરી ગુજરાતના કોઈ એક ગામમાં પધાર્યા ત્યારે એક દિવસ સાંજના પ્રતિક્રમણ દરમ્યાન પૂજ્યશ્રીને કોઈ એક શ્રાવકે સજ્ઝાય બોલવાની વિનંતી કરી. ત્યારે પાંચ ગાથાની નાની સજ્ઝાય પૂજ્યશ્રી બોલ્યા. તેથી એ શ્રાવકે મોટી સજ્ઝાય ફરમાવવા જણાવ્યું. પરંતુ ત્યારે પૂજ્યશ્રીએ ‘નથી આવડતી’ એમ જણાવ્યું. એટલે પેલા શ્રાવકે કહ્યું કે ‘શું કાશીમાં રહીને ઘાસ કાપ્યું ?' ત્યાર બાદ બીજા દિવસે સાંજે પ્રતિક્રમણમાં સજ્ઝાય બોલવાના પ્રસંગે પૂજ્યશ્રીએ સમકિતના સડસઠબોલની કે સાડાત્રણસો ગાથાની સ્તવન૩૫ સઝાયની નવી જ રચના કરવા સાથે બોલવાની શરૂઆત કરી. એક પછી એક ઢાળો DE DCUDD/EDGU EDEE DDDDDDL םםם Page #8 -------------------------------------------------------------------------- ________________ બોલાતી ગઈ. પણ સઝાય પૂર્ણ થતી ન હોવાથી પેલા શ્રાવકે કહ્યું કે બસ હવે!' ત્યારે પૂજ્યશ્રીએ પણ કહ્યું કે “ના, આ તો કાશીમાં કાપેલા ઘાસના પૂળા બાવું છું.' આ સાંભળી શ્રાવકે અવિનય અંગે પૂજ્યશ્રીની ક્ષમા યાચી. આ પ્રસંગ સાચો હોય કે ન પણ હોય પરંતુ પૂજ્યશ્રીના વર્તમાન સાહિત્ય ઉપરથી તેઓશ્રીનું ગ્રંથ રચવાનું અદ્ભુત સામર્થ્ય સ્પષ્ટપણે પ્રતીત થાય છે. પૂજ્યશ્રીના વિષયમાં એવી પણ એક વાત ચાલે છે કે પૂજ્યશ્રી પોતાની સ્થાપનાજીની ઠવણી ઉપર ચાર ધ્વજા રાખતા હતા. તેની પાછળ હેતુ એ હતો કે “ચારે દિશામાં જે કોઈ વિદ્વાન હોય તે તેઓશ્રીને જીતીને પોતાની વિજયશ્રી ફેલાવે.” આવું જાણીને એક વૃદ્ધાએ પૂ ઉપાધ્યાયજી મહારાજનું માન દૂર કરવા તેઓશ્રીને કહ્યું કે “સાહેબ! જો આપશ્રી ચાર ધ્વજા રાખો, તો અનંતલબ્ધિસંપન્ન શ્રી ગૌતમસ્વામી મહારાજા કેટલી ધ્વજા રાખતા હશે !' વૃદ્ધ શ્રાવિકાના કથનનું તાત્પર્ય જાણીને પૂજ્યશ્રીએ તુરત જ ઠવણી ઉપરથી ધ્વજાઓ દૂર કરી. પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાના જીવનપ્રસંગોમાં આવી કેટલીય વાતો પ્રસિદ્ધ છે. તે કેટલા અંશે સાચી છે એ તો અનંતજ્ઞાનીઓ જાણે. પરંતુ તેઓશ્રીએ રચેલા વિવિધ ગ્રંથોમાં પોતાના હૃદયના જે ભાવોનું પ્રતિબિંબ સંકમાવ્યું છે. એ જોતાં ઉપર જણાવેલી વાતોમાં વિશ્વાસ મૂકવાનું મન થતું નથી. તેઓશ્રીની સર્વતોમુખી પ્રતિભા, નિર્મળ સમ્યગ્દર્શન, સમ્યારિત્ર પ્રત્યેનો અવિહડ રાગ; શ્રી જિનાજ્ઞા પ્રત્યેનું અસાધારણ સમર્પણ, શ્રી વીતરાગ પરમાત્માના વચન પ્રત્યેનો અદ્ભુત રાગ; પરમતારક શ્રી DDDDDDDED SONGS DOWNGS Page #9 -------------------------------------------------------------------------- ________________ જિનાગમોનું તલસ્પર્શી પરિશીલન, દેવાધિદેવ શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનની પ્રાપ્તિથી અનુભવેલો સ્વાભાવિક આનંદ વગેરેના યથાર્થસ્વરૂપે દર્શન કરાવનારા તેઓશ્રીના ગ્રંથોના પરિશીલનથી આત્માને જે આનંદની અનુભૂતિ થાય છે તે વર્ણનાતીત છે. તેઓશ્રી દ્વારા સર્જાયેલા અગાધ સાહિત્યમાંથી આજે જે ભાગ ઉપલબ્ધ છે એ પણ આપણા સૌના પરમપુણ્યોદયનું જ એક ફળ છે. એની પ્રત્યે ઉદાસીનતા બતાવવાનું મુમુક્ષુ આત્માને તો કોઈ પણ રીતે ન પાલવે. ૧૪૪૪ ગ્રંથોના પ્રણેતા સૂરિપુરંદર આચાર્યભગવંત શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના ગ્રંથો આપણા સુધી પહોંચ્યા એમાં એકમાત્ર પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજના નિર્મળ પ્રયત્ન કારણ છે. તેઓશ્રીના સમકાલીન શ્રી આનંદઘનજી મહારાજ, મહામહોપાધ્યાય શ્રી માનવિજયજી મહારાજ, મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજા આદિ અનેક વિદ્વાન શાસ્ત્રકાર પરમર્ષિઓની અપેક્ષાએ પૂજ્યશ્રીની શાસ્ત્રરચના- પદ્ધતિ; પદાર્થના પરમરહસ્યને પ્રાપ્ત કરાવવા માટેનું એક અનોખું વિશિષ્ટ સાધન છે. શ્રીમદ્ આનંદઘનજી મહારાજની અધ્યાત્મિકતા એ વખતે ખૂબ જ પ્રસિદ્ધ હતી. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજને તેઓશ્રીને મળવાની ઘણી જ ભાવના હતી. એકવાર પૂજ્યશ્રી અધ્યાત્મભાવને ઉદ્દેશી વ્યાખ્યાન કરી રહ્યા હતા, ત્યારે શ્રોતાવર્ગમાં એક વૃદ્ધ સાધુ પણ હતા. વ્યાખ્યાનથી પ્રભાવિત બનેલા એ શ્રોતાવર્ગમાં પેલા વૃદ્ધસાધુના મુખ પર જોઈએ તેવી પ્રસન્નતા ન જણાઈ, ત્યારે પૂ. ઉપાધ્યાયજી મહારાજે તેમને વ્યાખ્યાન કરવા વિનંતી કરી. એ મુજબ ત્રણ કલાક તેઓએ પ્રવચન કર્યું. તેનાથી પ્રભાવિત બની પૂજ્યશ્રીએ તેમને તેમનું નામ Page #10 -------------------------------------------------------------------------- ________________ પૂછયું ત્યારે શ્રીમદ્ આનંદઘનજી મહારાજનો પૂ. ઉપાધ્યાયજી મહારાજને પરિચય થયો. એ વખતે આઠ શ્લોકની અષ્ટપદીથી તેમની સ્તવના કરી હતી. કહેવાય છે કે એ વખતે શ્રીમદ્ આનંદઘનજી મહારાજે પણ એ જ રીતે અષ્ટપદીથી પૂજ્યશ્રીની પણ સ્તવના કરી હતી, પરંતુ એ અષ્ટપદી અત્યારે ઉપલબ્ધ નથી. શ્રીમદ્ આનંદઘનજી, એ વખતે ખરા અર્થમાં અવધૂત તરીકે પ્રસિદ્ધ હતા. કોઈ કોઈ વાર જ તેઓશ્રી જનસંપર્કમાં આવતા. મોટે ભાગે તેઓ જનસંપર્કથી દૂર રહેતા. તેમની આધ્યાત્મિકતાની સાથે ચમત્કારશક્તિ વગેરે અનેકાનેક સિદ્ધિઓ પણ પ્રસિદ્ધ હતી. કહેવાય છે કે એક વાર રાજાની રાણીને પુત્ર થતો ન હોવાથી રાજાના દુરાગ્રહથી શ્રીમદ્ આનંદઘનજીએ એક તાવીજ બનાવીને રાણીને બાંધવા આપ્યું. યોગાનુયોગ થોડા સમયે રાણીએ પુત્રને જન્મ આપ્યો. રાજાએ ખુશ થઈને આનંદઘનજી મહારાજને ખબર આપ્યા અને જણાવ્યું કે “આપની કૃપાનું ફળ છે.” ત્યારે આનંદઘનજી મહારાજાએ તાવીજ મંગાવીને તેમાંનો કાગળ રાજાને વંચાવ્યો. તેમાં લખ્યું હતું, “રાજાકી રાનીકો લડકા હો યાન હો ઉસમેં આનંદઘનજી કો ક્યા?” આ વાંચીને રાજાને આનંદઘનજીની નિસ્પૃહતાની ખાતરી થઈ. શ્રીમદ્ પાસે સુવર્ણસિદ્ધિ હતી. કહેવાય છે કે એ અંગે પૂ. ઉપાધ્યાયજી મહારાજે તેઓશ્રી પાસે પ્રાર્થના કરી હતી. પરંતુ શ્રીમદે વાત ઉડાવી દીધી. એવું પણ કહેવાય છે કે શ્રીમદ્ આનંદઘનજી મહારાજે સુવર્ણસિદ્ધિ આપવા માટે પૂ. ઉપાધ્યાયજી મહારાજાને પોતાની પાસે બોલાવ્યા હતા. પૂજ્યશ્રીને બોલાવ્યા એટલે તેઓથી આવેલા. આઠ દિવસ સુધી ધીરજ રાખીને કોઈ જ વાત ન કરી પણ ત્યાર બાદ પૂજ્યશ્રીએ પોતાને શા માટે DS| EN DEEDS, DEE, E NGLIS|DF\ EIFEND|DIDAD Page #11 -------------------------------------------------------------------------- ________________ બોલાવ્યો છે–એ પૂછ્યું. ત્યારે શ્રીમદ્ આનંદઘનજી મહારાજે જણાવ્યું કે ‘કામ વગર તો નહિ જ બોલાવ્યા હોય ને ? સુવર્ણસિદ્ધિ આપવાની ભાવનાથી તમોને બોલાવ્યા હતા, પરંતુ હવે ભાવના નથી.’ આ પ્રમાણે કહીને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજને તેઓશ્રીએ સુવર્ણસિદ્ધિ આપી નહિ. આ બંને વાતમાં કેટલો અંશ સાચો છે -એ કહેવું શક્ય નથી. પરંતુ મહામહોપાધ્યાયજી મહારાજા પાસે જે સિદ્ધિ હતી તેની આગળ સુવર્ણસિદ્ધિનું કોઈ જ મૂલ્ય નથી. આત્માને પરમાત્મા બનાવી શકે એવા શુદ્ધજ્ઞાનપ્રવાહને વહેવરાવવાનું સામર્થ્ય એ વખતે માત્ર પૂજ્યશ્રીમાં હતું. આજ સુધીમાં પણ આવા સમર્થ ગ્રંથકારપરમર્ષિની પ્રાપ્તિ આપણને થઈ નથી. આજનું વાતાવરણ જોતાં આવા સમર્થ શક્તિસમ્પન્ન જ્ઞાની ભગવંતોનો ભવિષ્યમાં સુયોગ મળેએવું પણ જણાતું નથી. કાશીમાં અધ્યયનકાળ દરમ્યાન ગંગાનદીના કિનારે એકવીસ દિવસની સાધના દ્વારા જેઓએ સરસ્વતીદેવીને સિદ્ધ કરી હતી, તેઓશ્રીને સુવર્ણસિદ્ધિ મળે કે ન મળે એથી શો ફરક પડવાનો હતો ? તેઓશ્રીએ સરસ્વતીદેવીની કૃપાથી સર્જેલા ગ્રંથોનું મૂલ્ય સુવર્ણથી પણ વિશેષ છે. પરંતુ ભૌતિક સુંદર સામગ્રીમાં જ ધ્યેય: સમજનારાઓને એ સમજાવવાનું કોઇ પણ રીતે શક્ય નથી. શ્રી વીતરાગપરમાત્માનું પરમતારક શાસન આવા કોઇ પણ ભૌતિક ચમત્કારોથી પ્રભાવવન્તુ નથી, પરંતુ તેના લોકોત્તરસ્વરૂપના કારણે જ પ્રભાવવન્તુ છે. એ લોકોત્તર સ્વરૂપના દર્શન કરાવવાનો પ્રયત્ન કરનારા પરમોપકારી શાસ્ત્રકાર પરમર્ષિઓ જ ખરેખર પરમશાસનપ્રભાવક છે. અધ્યાત્મસાર; અધ્યાત્મોપનિષદ્દ; અધ્યાત્મમતખંડન; DEEEEEEEEE DEEEEEEEEE UDPC/GP/EE ૧૦ DDDDDDDDD Page #12 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મમતપરીક્ષા; નયરહસ્ય; નયપ્રદીપ; નયોપદેશ; ન્યાયાલોક; જૈનતર્ક ભાષા; જ્ઞાનબિંદુ; ન્યાયખંડનખાદ્ય; માર્ગપરિશુદ્ધિ; ઉપદેશરહસ્ય; વૈરાગ્યકલ્પલતા; દ્વાત્રિંશદ્-દ્વાત્રિંશિકા; જ્ઞાનસાર; તિલક્ષણસમુચ્ચય; ગુરુતત્ત્વવિનિશ્ર્ચય; સામાચારી-પ્રકરણ; પ્રતિમાશતક; ભાષારહસ્ય; અધ્યાત્મોપદેશ; સ્યાદ્વાદરહસ્ય; પ્રમાણરહસ્ય; અનેકાન્તવ્યવસ્થા; જ્ઞાનાર્ણવ; ધર્મપરીક્ષા અને પંચનિગ્રન્થી....વગેરે અનેકાનેક ગ્રન્થોના સર્જનથી પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાએ આપણી ઉપર ખૂબ ખૂબ અનુગ્રહ કર્યો છે. તેમ જ સ્યાદ્વાદકલ્પલતા, કર્મપ્રકૃતિ, ષોડશકપ્રકરણવૃત્તિ, યોગવિશિકા, અષ્ટસહસ્રીવિવરણ આદિ અનેક ટીકાગ્રંથોનું સર્જન કરી પૂજ્યશ્રીએ અન્ય શાસ્ત્રકાર પરમર્ષિઓના શાસ્ત્રના પરમાર્થને આપણા સુધી પહોંચાડ્યો છે. સંસ્કૃત-પ્રાકૃતભાષામાં રચાયેલા અગાધ સાહિત્ય સિવાયનું ગુજરાતી કે હિંદી વગેરે ભાષામાં પૂજ્યશ્રીએ રચેલું સાહિત્ય પણ ખૂબ જ વિશાળ છે. દ્રવ્યગુણપર્યાયનો રાસ, જંબુસ્વામીનો રાસ, સમાધિશતક, સમતાશતક, ૩૫૦,૧૫૦ અને ૧૨૫ ગાથાનાં સ્તવનો; મૌન એકાદશીનું સ્તવન, ત્રણ ચોવીશી, અઢાર પાપસ્થાનકની સજ્ઝાય, આઠ યોગદૃષ્ટિની સજ્ઝાય, સમકિતના સડસઠ બોલની સજ્ઝાય, અગિયાર અંગની સજ્ઝાય અને સંયમશ્રેણીની સઝાય વગેરે અનેક કૃતિઓ દ્વારા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાએ આગમગ્રંથોના ગૂઢ ભાવોને ખૂબ જ સ્પષ્ટપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ બધું સાહિત્ય જોતાં તે વખતના વિદ્વાનવર્ગે પૂજ્યશ્રીને શ્રુતકેવલીની પ્રતીતિ કરાવનારા તરીકે વર્ણવ્યા છે - તે યથાર્થ લાગ્યા વિના નહિ રહે. DEEEEEEEE CCCGUDOLGUD 2000 ૧૧77 un Page #13 -------------------------------------------------------------------------- ________________ આ રીતે ૮૦ વર્ષના પોતાના જીવનનો લગભગ સમગ્ર સમય શ્રુતજ્ઞાનની ઉપાસનામાં વ્યતીત કરનારા પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજા વિ. સં. ૧૭૩૪ના મહા સુદ ૫ ના દિવસે ડભોઇ મુકામે કાળધર્મ પામ્યા. તેઓશ્રીએ આરંભેલી શ્રુતસાધના આ રીતે વિરામ પામી. પૂજ્યશ્રીની અનન્યસાધારણ જ્ઞાનોપાસનાએ દરેક શ્રુતપ્રેમી ભવ્યાત્માઓના હૃદયમાં પૂજ્યશ્રીને પ્રતિષ્ઠિત કર્યા છે. શ્રી અરિહન્તપરમાત્માના પરમતારક શાસનના કોઇ પણ ઉપાસક; પૂજ્યશ્રીને ક્યારે પણ ભૂલી શકશે નહિ. અન્તે પૂજ્યપાદ્દશ્રીના અગાધજ્ઞાનપ્રવાહમાં નિમગ્ન બની આપણા આત્માને પરમાત્મા બનાવવા આપણે સૌ પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક અભ્યર્થના છે.... જૈન ઉપાશ્રય છાપરીયા શેરી: મહીધરપુરા સુરત. વિ.સં. ૨૦૫૬ કા.વ. ૫ શનિવાર E ૧૨ આ. વિ. ચન્દ્રગુપ્ત સૂરિ THE Page #14 -------------------------------------------------------------------------- ________________ णमो ऽत्थु णं समणस्स भगवओ महावीरस्स । द्वात्रिंशतो वाचकमुख्यजात - द्वात्रिंशिकानां बुधदुर्गमाणाम् । भवन्तु गम्या अविशालबोधै र्बुद्ध्येति सारार्थमिहातनोमि ॥ ઇન્દ્રોના સમુદાયથી જેઓશ્રીનાં ચરણયુગલ સારી રીતે નમસ્કૃત થયેલાં છે તે શ્રી જિનેશ્વરદેવને આશ્રયીને રહેલી જેણીને યોગીઓ પણ સારી રીતે નમે છે તે ભારતી-સરસ્વતી મને ભારતી-વાણીને સારી રીતે સદા આપે. કલ્યાણસ્વરૂપ અનેક શાસ્ત્રના અર્થોનો મનમાં સંગ્રહ કરીને દ્વાત્રિંશ-દ્વાત્રિંશિકા પ્રકરણનો પ્રારંભ કરનારા ગ્રન્થકાર પરમર્ષિ ચાર પ્રકારના ધર્મમાં પ્રથમ હોવાથી પરમમંગલસ્વરૂપ દાનની બત્રીશી (દ્વાત્રિંશિકા ) પ્રથમ કહે છે. અર્થાદ દાનદ્વાત્રિંશિકાની રચના પ્રથમ કરે છે. 1 ऐन्द्रशर्म प्रदं दानमनुकम्पासमन्वितम् भक्त्या सुपात्रदानं तु मोक्षदं देशितं जिनैः ॥ १-१॥ અનુકમ્પાથી યુક્ત દાન ઈન્દ્રસંબન્ધી સુખને આપનારું છે. અને ભક્તિપૂર્વક સુપાત્રને અપાતું દાન તો મોક્ષને આપનારું છે - આ પ્રમાણે શ્રી જિનેશ્વર દેવોએ ઉપદેશ્યું છે. આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ; સામાન્યથી અહીં ‘દાનન્દ્વાત્રિંશિકા’ (દાન-બત્રીશી)માં અનુકંપાદાન અને સુપાત્રદાન-આ બે દાનનો વિચાર કર્યો છે. એમાં અનુકંપાપૂર્વક જે દાન છે તેને અનુકંપા-સમન્વિત દાન કહેવાય છે. ઈન્દ્રસમ્બન્ધી જે સુખ છે તેને ઐન્દ્રશર્મ કહેવાય છે. અનુકમ્પાસમન્વિત દાન આપવાથી ઇન્દ્રસંબન્ધી સુખ પ્રાપ્ત થાય છે. અહીં ઈન્દ્રસંબન્ધી સુખથી સાંસારિક સુખમાત્રનું ગ્રહણ કરવાનું pon TET DDDDDDDD ૧૩ DOR OR ALL L LLD BE G07GUDCG Page #15 -------------------------------------------------------------------------- ________________ છે. અનુકંપાદાનથી કોઈ પણ સાંસારિક સુખ પ્રાપ્ત થતું હોય છે. આમ છતાં “ઐન્દ્રશર્મપ્રદ આ પ્રમાણે નિર્દેશ કરવાનું કારણ એ છે કે આ, ગ્રન્થકારશ્રીનું ઈષ્ટ બીજ છે. તેના પ્રણિધાન માટે તેનો પ્રથમ નિર્દેશ કર્યો છે. અન્યથા આ લોકનાં સાંસારિક સુખોનો પ્રથમ નિર્દેશ કરીને તેનાથી પરલોકસંબન્ધી ઇન્દ્ર વગેરેના સુખનો સંગ્રહ કર્યો હોત. ભક્તિથી અપાતું સુપાત્રદાન મોક્ષને આપનારું છે તેમ શ્રી જિનેશ્વરદેવે વર્ણવ્યું છે. સુપાત્રદાન સમ્યગ્દર્શનની પ્રાપ્તિ દ્વારા મોક્ષફળનું કારણ છે એ પ્રમાણે શ્રી ભગવતીસૂત્રમાં જણાવ્યું છે.....૧-૧ | અનુકમ્પા અને ભક્તિના વિષય જણાવાય છે - अनुकम्पाऽनुकम्प्ये स्याद् भक्तिः पात्रे तु सङ्गता । अन्यथाधीस्तु दातृणामतिचारप्रसञ्जिका ॥ १-२ ॥ “અનુક... (અનુષ્પાપાત્ર) માં અનુકશ્મા હોય અને સાધુ મહાત્મા વગેરે સત્પાત્રમાં ભક્તિ સંગત છે. આનાથી વિપરીત બુદ્ધિ એટલે અનુષ્યને સુપાત્ર માનવાની અને સુપાત્રને અનુક... માનવાની બુધિ દાતાઓને અતિચારનું કારણ બને છે.”- આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે અનુષ્પા કરવા યોગ્યને અનુક... કહેવાય છે. અનુષ્યમાં અનુકખ્યત્વનું જ્ઞાન હોય અને તેની અનુકમ્મા કરાય તો ઉચિત છે. અનુષ્યને આપેલું અનુકમ્પાદાન યોગ્ય છે. આવી જ રીતે પૂ. સાધુભગવન્તાદિ ભક્તિ કરવા યોગ્ય હોવાથી સત્પાત્ર છે. એવા સત્પાત્રમાં ભક્તિથી આપેલું સુપાત્રદાન યોગ્ય છે. પરંતુ આનાથી વિપરીત રીતે અનુકમ્પાપાત્રને સત્પાત્ર અને સત્પાત્રને અનકમ્પાપાત્ર માનીને અનુક્રમે ભક્તિપૂર્વક સુપાત્રદાન અને અનુકમ્પાદાન કરવાથી તે તે પ્રવૃત્તિ દાતાને અતિચારનું કારણ બને GDDDDD;પ્રિષ્ટિ DDDDDDDD GUQdhdhdbgS૧૪/lNdળેBOSQUEOS • Page #16 -------------------------------------------------------------------------- ________________ છે.ન્યાયની પરિભાષામાં આ વાત સમજાવવી હોય તો; સુપાત્રત્વપ્રકારક અનુષ્યવિશેષ્ય, બુદ્ધિ અને સત્પાત્રવિશેષ્યક અનુકખ્યત્વપ્રકારક બુધિથી તે તે બુદ્ધિપૂર્વક અનુક્રમે સુપાત્રદાન કરવાથી અને અનુકપ્પાદાન કરવાથી અતિચારનું આપાદન થાય છે. આ પ્રમાણે સમજાવી શકાય. કહેવાનો આશય એટલો જ છે કે અનુકમ્પાપાત્રની ભક્તિ ન હોય અને ભક્તિપાત્ર સાધુભગવન્તાદિ સ્વરૂપ સત્પાત્રની અનુકમ્મા ન હોય. અન્યથા એવું કરનારને અતિચાર લાગે છે. જેકે અનુષ્પાપાત્ર અસંયતિ જીવોમાં સુપાત્રત્વની બુદ્ધિ કરવાથી એ બુદ્ધિ મિથ્યા હોવાથી અતિચારનું કારણ બને એ સમજી શકાય છે, પરંતુ સંયતિ એવા સુપાત્રમાં અનુષ્યત્વની બુદ્ધિ મિથ્યા ન હોવાથી તેને અતિચારનું કારણ તરીકે માનવાનું કોઈ પણ રીતે ઉચિત નથી. કારણ કે પૂ. સાધુભગવન્તો જ્યારે ગ્લાન (બિમારી હોય અથવા તો વિહારાદિ વખતે ભૂખ્યા તરસ્યા હોય ત્યારે તેઓશ્રીમાં દુઃખ હોય છે. એ દુઃખનો ઉદ્ધાર કરવાની દાતાને ઈચ્છા હોય છે. તેથી સ્વ(દાતા)ને ઇષ્ટ એવા દુઃખોદ્ધારનો પ્રતિયોગી જે દુઃખ છે તેનો આશ્રય પૂ. સાધુ-સાધ્વી વગેરે સત્પાત્ર છે અને તેમાં દુઃખાશ્રયતા રહી છે, તે સ્વરૂપ જ અનુકખ્યત્વ છે. જેનો ઉદ્ધાર કરવાનો હોય તેને તેનો પ્રતિયોગી કહેવાય છે. દુઃખના ઉદ્ધારનો પ્રતિયોગી દુ:ખ છે. આથી સમજી શકાશે કે પોતાને ઈષ્ટ એવા દુઃખોદ્ધારના પ્રતિયોગી એવા દુઃખના આશ્રય સ્વરૂપ અનુષ્ય તો સત્પાત્ર પણ છે. તેથી સત્પાત્રમાં અનુકખ્યત્વની બુદ્ધિ મિથ્યા નથી, તો સત્પાત્રમાં અનુકખ્યત્વની બુદ્ધિને અતિચારનું કારણ માનવાનું ઉચિત કઈ રીતે ગણાય ? તોપણ પૂ. સાધુભગવન્તોમાં પોતાની (દાતાની) અપેક્ષાએ હિીનત્વ(હલકાપણું) ન હોવાથી વાક્ષથી હીનત્વવિશિષ્ટતાદ્રશટુવાશ્રયત્ન સ્વરૂપ અનુકખ્યત્વ પ્રામાણિક ન હોવાથી કોઈ દોષ | EGDI ENEF\ D\D DED DEENDS|DF\ D\ D\ D\ Page #17 -------------------------------------------------------------------------- ________________ નથી. કહેવાનો ભાવ એ છે કે અનુકમ્પ્ય (અનુકમ્પાપાત્ર) તેને કહેવાય છે, કે જેમાં પોતાને ઇષ્ટ એવા દુ:ખોદ્ધારના પ્રતિયોગી એવા દુ:ખનું આશ્રયત્વ હોય અને પોતાની અપેક્ષાએ હીનત્વ પણ હોય. સત્પાત્રમાં તેવા પ્રકારના દુ:ખનું આશ્રયત્વ હોવા છતાં દાતાની પોતાની અપેક્ષાએ હીનત્વ નથી. કારણ કે દાતાની અપેક્ષાએ પૂ. સાધુભગવન્તાદિ સત્પાત્ર ઊંચા છે, હલકા નથી. તેથી આવા સત્પાત્રમાં ઉપર જણાવ્યા મુજબના અનુકમ્પ્યત્વની બુદ્ધિ મિથ્યાસ્વરૂપ જ છે. અને આથી જ તે અતિચારનું કારણ બને છે. આથી સ્પષ્ટ છે કે ‘અન્યથાધીસ્તુ વાતૃળામતિયાપ્રસન્નિા’-આ પ્રમાણે જણાવવામાં કોઇ દોષ નથી. બીજા લોકોનું આ વિષયમાં એમ કહેવું છે કે- સામાન્ય રીતે પોતાને ઇષ્ટ એવા દુ:ખોદ્ધારના પ્રતિયોગી એવા દુ:ખના આશ્રયને જ અનુકમ્પ્ય કહેવાય છે. એમાં પોતાની અપેક્ષાએ હીનતાનું જ્ઞાન થવું જ જોઇએ-એ જરૂરી નથી. આવા પ્રકારનું અનુકમ્પ્યત્વનું જ્ઞાન સત્પાત્રમાં થાય તોપણ દોષ નથી. દોષ ત્યારે આવે છે કે જ્યારે સુપાત્ર (સત્પાત્ર) એવા સાધુભગવન્તોની સાથે સહવાસાદિ દોષને લઇને તેઓશ્રીમાં હીનત્વની બુદ્ધિને અનુકમ્પ્યત્વ ઉત્પન્ન કરે; ત્યારે આવી અનુકંપ્યત્વની બુદ્ધિ અતિચારનું કારણ બને છે. જ્યારે અનુકમ્પ્યત્વબુદ્ધિ હીનત્વની બુદ્ધિને ઉત્પન્ન ન કરે ત્યારે તે અનુકમ્પ્યત્વની બુદ્ધિ અતિચારનું કારણ બનતી નથી. અન્યથા(મિથ્યા)બુદ્ધિઓ, હીન અને ઉત્કૃષ્ટમાં અનુક્રમે ઉત્કર્ષ (સારાપણું) અને અપકર્ષ (હલકાપણું)ની બુદ્ધિ ઉત્પન્ન કરાવવા દ્વારા જ અતિચાર-સ્વરૂપ દોષનું કારણ બને છે, નહિ તો નથી બનતી. આથી જ અનુકમ્પાદાન સાધુમહાત્માઓને અપાતું નથી એવું નથી. અર્થાત્ પૂ. સાધુભગવન્તોને વિશે પણ અનુકમ્પાદાન કરી શકાય છે. કારણ કે ‘આચાર્યભગવન્તની અનુકમ્પા કરવાથી સમગ્ર DNESD CCCCEED DUGGE ૧૬ UQUEUUU Page #18 -------------------------------------------------------------------------- ________________ ગચ્છની અનુષ્પા થાય છે આ પ્રમાણે શાસ્ત્રવચન છે. શ્રી અષ્ટક પ્રકરણની ટીકાના અનુસાર આચાર્યભગવન્તાદિને વિશે જો ઉત્કૃષ્ટત્વ (ઉત્કર્ષ) ની બુદ્ધિનો પ્રતિરોધ (પ્રતિબન્ધ) થયો ન હોય તો પૂ. આચાર્ય ભગવન્તાદિની પણ અનુકમ્મા કરી શકાય છે, એમાં કોઈ દોષ નથી. આ મતમાં ભક્તિથી કરેલું સુપાત્રદાન પણ સુપાત્ર (ગ્રહણ કરનાર)ના દુઃખને દૂર કરવાના ઉપાયરૂપે હોય તો અનુકમ્પાદાનસ્વરૂપ જ છે. પરંતુ એ દાન સાક્ષાત્ પોતાનું (દાતાનું) જે ઈષ્ટ મોક્ષ છે; તેના ઉપાય સ્વરૂપે અપાતું હોય તો સુપાત્રદાન છે. ગ્રન્થકાર પરમર્ષિએ વાપેક્ષ હીનત્વે સતિ વેપારપ્રતિયોગિકવાયત્વ મનુષ્યત્વમ્' - આ પ્રમાણે અનુકષ્યનું સ્વરૂપ જણાવ્યું છે-એ મુજબ પૂ. આચાર્યભગવન્તાદિ સુપાત્રની અનુકંપા ન હોય. 'ગારિય-રાપુર્વપાપ છો ખુરિમો મહીમા ' આ વચનમાં મનુષ્પ શબ્દ ભક્તિસ્વરૂપ અર્થને સમજાવે છે. એ પ્રમાણે શ્રીકલ્પસૂત્રની ટીકામાં મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજાએ જણાવ્યું છે. તેથી જ શ્રીકલ્પસૂત્રમૂળમાં ભગવાન શ્રી મહાવીરપરમાત્માની અનુકંપાથી હરિબૈગમેલી દેવે ગર્ભસંહરણ કર્યું. આ પ્રમાણે જણાવ્યું છે. ત્યાં પણ અનુપાનો અર્થ: શ્રી મહાવીર પરમાત્મા પ્રત્યેની ભકિત આ પ્રમાણે કર્યો છે. ત્યાં ગર્ભનું હરણ ભગવાનનું દુઃખ દૂર કરવા માટેનું ન હતું – એ સુપ્રસિદ્ધ છે. ઈત્યાદિ વિચારવાથી સમજી શકાશે કે બીજાઓએ જણાવેલી વાતમાં ગ્રન્થકારશ્રીને રુચિ નથી..... ૧-૨ / અનુકમ્માનું સ્વરૂપ જણાવાય છે.तत्राद्या दुःखिनां दुःखोदिधीर्षाल्पासुखश्रमात् । पृथिव्यादौ जिनार्चादौ यथा तदनुकम्पिनाम् ॥१-३ ॥ gિ DDDDDDDGET EDDEDDDDDD O/N NOB/SAMS૧૭udddddddS Page #19 -------------------------------------------------------------------------- ________________ અનુકપ્પા અને ભક્તિ : એ બેમાં અનુકમ્પા, દુઃખનો ઉદ્ધાર કરવાની ઇચ્છાને કહેવાય છે. એ ઈચ્છાને પૂર્ણ કરતી વખતે જે પ્રયત્ન કરાય છે તે પ્રયત્ન અલ્પ જીવોને અસુખ થાય એવો હોય છે. દા. ત. શ્રીજિનેશ્વરદેવની પૂજા કરતી વખતે પૃથ્વીકાયિકાદિ જીવોને વિશે તેની અનુષ્પા કરનારા જીવો તે જીવોની જેમ અનુકંપા કરે છે; તેમ અહીં પણ સમજવું “શ્રી જિનેશ્વરદેવની પૂજામાં પૂજા કરનારા પૃથ્વીકાયાદિ જીવોની જેમ અનુકંપા કરે છે તેમ અલ્પ જીવોને જેનાથી અસુખ થાય છે એવા પ્રયત્નથી દુઃખીઓના દુઃખનો ઉદ્ધાર કરવાની જે ઈચ્છા છે. તેને અનુકપ્પા અને ભક્તિ એ બેમાંથી પહેલી અનુકશ્મા કહેવાય છે.” આ પ્રમાણે ત્રીજા શ્લોકનો શબ્દશ: અર્થ છે. આશય એ છે કે ભક્તિ અને અનુકમ્પા-એ બેનું સ્વરૂપ વર્ણવતાં પ્રથમ અનુકમ્માનું સ્વરૂપ આ શ્લોકથી વર્ણવ્યું છે. જેનાથી અલ્પ જીવોને અસુખ થાય છે એવા શ્રમ-પ્રયત્નને અભ્યાસુખશ્રમ કહેવાય છે. અસુખ એટલે સુખનો અભાવ. કોઈ પણ જીવને દુઃખ પહોંચાડવાનો પરિણામ ન હોવાથી અને સુખ પ્રાપ્ત કરાવાતું ન હોવાથી અહીં ‘' પદનો પ્રયોગ કર્યો છે. અલ્પ જીવોને અસુખ થાય એવા શ્રમથી દુઃખીના દુઃખને દૂર કરવાની ઇચ્છાને અનુકમ્મા કહેવાય છે. આથી સમજી શકાશે કે પરમાર્થથી બલવ અનિષ્ટનો અનનુબધી એવો જે દુઃખીના દુઃખનો ઉદ્ધાર; તેની ઈચ્છાને અનુકંપા કહેવાય છે. જે ઈષ્ટની પ્રાપ્તિ પછી નરકાદિ અનિષ્ટની પ્રાપ્તિ થાય છે તે ઈષ્ટને બલવ અનિષ્ટનો અનુબન્ધી કહેવાય છે. કોઈ પણ ઈષ્ટની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરીએ તો દરેક પ્રવૃત્તિ વખતે શ્રમ વગેરે અનિષ્ટની પ્રાપ્તિ તો થતી જ હોય છે. પરન્તુ તે બલવદ્દ હોતું નથી. અહીં પણ દુઃખીના દુઃખનો ઉદ્ધાર કરવા સ્વરૂપ ઈષ્ટની પ્રવૃત્તિ વખતે એવું ના બનવું જોઈએ કે જેથી ભવાન્તરમાં DID|D]D]]S|D]B , SENDED SIJD] BEINDED Page #20 -------------------------------------------------------------------------- ________________ આપણે દુર્ગતિનાં ભાજન બનવું પડે. એથી જ જણાવ્યું છે કે અલ્પ જીવોને જેથી અસુખ થાય એવા પ્રયત્નથી જ દુઃખીના દુઃખનો ઉદ્ધાર કરવો. જેનાથી ઘણા જીવોને અસુખ થતું હોય એવો પ્રયત્ન બલવદ્ અનિષ્ટનો અનુબન્ધી બને છે. તેથી તેની વ્યાવૃત્તિ કરવા શ્લોકમાં ‘મ પદનો પ્રયોગ કર્યો છે. અલ્પ જીવોને થતું અસુખ પણ આમ તો અનિષ્ટ જ છે ; પરન્તુ બલવદ્દ ન હોવાથી બલવ અનિષ્ટનો અનનુબન્ધી અભ્યાસુખશ્રમ’ છે. શ્લોક્ના “પૃથિવ્યાવિ...” આ ઉત્તરાર્ધથી ઉપર જણાવેલી વિગત દૃષ્ટાન્તથી સમજાવી છે. એનો આશય એ છે કે, શ્રીજિનેશ્વરદેવની પૂજા કરતી વખતે પૃથ્વીકાય, અષ્કાય..વગેરે જીવોને અસુખ થતું હોય છે. આમ છતાં પૂજા કરનારના મનનો ભાવ એ છે કે આવા પ્રકારની ભગવાન શ્રી જિનેશ્વરદેવની પૂજાનાં દર્શનાદિથી પ્રતિબોધ પામેલા ભવિષ્યમાં છકાય જીવોની રક્ષા કરવાવાળા બને. આ રીતે સર્વજીવોની રક્ષાના પરિણામ સાથે પૂજા પ્રસંગે થોડા જીવોને અસુખ થાય છે. આવી પૂજા સંબન્ધી પ્રયત્નવિશેષથી સર્વ જીવોના દુઃખના ઉદ્ધારની ઈચ્છા સ્વરૂપ અનુકમ્મા ભગવાન શ્રી જિનેશ્વરદેવની પૂજા કરનારા કરે છે. જોકે શ્રી જિનેશ્વરદેવોની પૂજા એ ભત્યનુષ્ઠાન હોવાથી તેને ઉપર જણાવ્યા મુજબ અનુકંપાપૂર્વકનું અનુષ્પાનુષ્ઠાન કહેવાનું ઉચિત નથી, પરંતુ શ્રી જિનેશ્વરદેવની પૂજા સમ્યગ્દર્શનની શુદ્ધિ – નિર્મળતા માટે છે; અને સમ્યગ્દર્શનનું લિફ્ટ (કાર્યસ્વરૂપ લિગ્ન) અનુકમ્યા છે. તેથી તે માટે પણ શ્રી જિનપૂજા છે-એમ માનવામાં કોઈ વિરોધ નથી. શ્રી પંચલિગ્રી વગેરે ગ્રન્થમાં એ પ્રમાણે વ્યવસ્થા હોવાથી અમે પણ એ મુજબ કર્યું છે. ૧-૩ / અનુકમ્પાના સ્વરૂપમાં પાસુઝના આના ઉલ્લેખનું DEFEBIDDED SEBITDFDF\D|D]DED. Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રયોજન જણાવાય છે – स्तोकानामुपकारः स्यादारम्भाद् यत्र भूयसाम् । तत्रानुकम्पा न मता यथेष्टापूर्तकर्मसु ॥ १-४ ॥ ગાથાનો અર્થ સ્પષ્ટ છે કે જ્યાં ઘણા જીવોનો આરંભ (હિંસાદિ) થવાથી થોડા જીવોને ઉપકાર થાય છે, ત્યાં ઈષ્ટ અને પૂર્વ કર્મની જેમ અનુકમ્પા મનાતી નથી. યજ્ઞાદિ અનુષ્ઠાન કરાવનારા ઋત્વિમ્ બ્રાહ્મણો દ્વારા મન્નાદિસંસ્કારપૂર્વક બ્રાહ્મણો સમક્ષ અન્તર્વેદિકામાં જે અપાય છે તે ઈષ્ટ કર્મ છે. અને વાવડીઓ, કૂવા, તળાવ, યક્ષાદિચૈત્યો અને અન્નપ્રદાન : આ બધાને પૂર્ણ કર્મ કહેવાય છે. અહીં સમજી લેવું જોઈએ કે ઈષ્ટ કે પૂર્વ કર્મ સ્થળે નહિજેવા થોડા માણસોને દેખીતો (પારમાર્થિક નહિ) લાભ થતો હોય છે; તેથી થોડા લોકો ઉપર ઉપકાર થતો હોય તોપણ મહા-આરંભાદિના કારણે ચિકાર પ્રમાણમાં જીવોની હિંસા વગેરે થાય છે. માટે ઈષ્ટાપૂર્વકર્મસ્થળે અનકમ્પા મનાતી નથી. શ્રી જિનપૂજાદિ વખતે; પૃથ્વીકાયાદિથોડા જીવો ઉપર અપકાર બાહ્યદૃષ્ટિએ થવા છતાં ભવિષ્યમાં પૂજાદિનાં દર્શનાદિથી પ્રતિબોધ પામેલા જીવો સકલ જીવોની રક્ષા કરનારા બને, આવી ભાવનાથી ઘણા જીવો ઉપર ઉપકાર છે. તેથી પૂજાદિ અનુષ્ઠાનમાં અનુકમ્પાનો આશય સ્પષ્ટ છે. ઈચ્છા પૂર્ણ કર્મમાં માત્ર ગણતરીના જ જીવોના પણ લૌકિક લાભનો જ આશય હોવાથી સહેજ પણ અનુષ્પા નથી. અહીં યાદ રાખવું જોઈએ કે અનુષ્પા પણ લોકોત્તર લાભ (ધર્મ) માટે વિહિત છે. માત્ર ઐહિક લાભના આશયથી કરાતાં અનુષ્ઠાનો અનુકમ્પાના આશયવાળાં નથી. ઈષ્ટાપૂર્વ કર્મોમાં ગ્રન્થકારશ્રીએ સ્પષ્ટપણે અનુકમ્પાનો અભાવ જણાવ્યો છે, DDDDDDDDED DિEDDDDDDD SONGSUNG GOD Page #22 -------------------------------------------------------------------------- ________________ તેથી તેનો ઉપદેશ અપાય નહિ. વાવડીઓ, કૂવા, તળાવ કે સરોવર ખોદાવવાં, યક્ષાદિનાં ચૈત્યો બનાવવા અને અન્નશાળા વગેરે ખોલાવવી... ઇત્યાદિ પૂર્ણ કર્યો છે. નરકાદિ ગતિમાં લઈ જનારાં એ કર્મોનો ઉપદેશ સર્વથા ત્યાજ્ય છે... ૧-૪ . ઉપર જણાવ્યા મુજબ પૂર્તકર્મમાં અનુકંપા મનાતી ન હોય તો દાનશાળાદિ પણ પૂર્ણ કર્મ હોવાથી; વિશિષ્ટ કારણે કરાતા એ કર્મ પણ નહિ કરવા જોઈએ. એમ થાય તો દાનશાળાદિ કર્મના ઉચ્છેદનો પ્રસંગ આવશે - આ શંકાનું સમાધાન કરતાં કહે છે કે – पुष्टालम्बनमाश्रित्य दानशालादिकर्म यत् । तत्तु प्रवचनोन्नत्या बीजाधानादिभावत: ॥ १-५॥ શ્રીતીર્થંકર પરમાત્માના પ્રવચનની પ્રશંસા, સ્તવના વગેરેના કારણે જે ઉન્નતિ થાય છે, તેથી લોકોને સમ્યગ્દર્શનાદિના બીજનું આધાન અને મે કરી બીજનો પ્રરોહ વગેરે થાય છે, તેથી આવા પુષ્ટ આલંબન સ્વરૂપ સદ્ભાવકારણની અપેક્ષાએ પ્રદેશી કે સમ્મતિ રાજા વગેરેનું દાનશાળા વગેરે કાર્ય હતું. તેથી તેમાં પૂર્તકર્મત્વનો પ્રસંગ નથી. પ્રવચનની ઉન્નતિનો જે સદ્ભાવ છે તે પુષ્ટ આલંબનને આશ્રયીને કરાતાં દાનશાળાદિ કર્મો ઈષ્ટાપૂર્ત નથી. તે ૧-૨ // પુષ્ટાલંબને કરાતાં દાનશાળાદિ કર્મો ઈષ્ટાપૂ નથી-તેનું કારણ જણાવાય છે – बहूनामुपकारेण नानुकम्पानिमित्तताम् । अतिक्रामति तेनात्र मुख्यो हेतुः शुभाशयः ॥ १-६॥ આશય એ છે કે દાનશાળાદિ કર્મથી પ્રવચનની ઉન્નતિ દ્વારા લોકોને બીજાધાનાદિની સિદ્ધિ થાય છે. અને તેથી કાલાન્તરે મોક્ષની Page #23 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિ થાય છે. આ રીતે ઘણા જીવોને ઉપકાર થતો હોવાથી તે દાનશાળાદિ કર્મો અનુકમ્પાનાં નિમિત્તોનું અતિક્રમણ કરતાં નથી. તેથી અહીં અનુકંપાના ઉચિતફળની પ્રાપ્તિમાં મુખ્ય હેતુ શુભાશય (શુભભાવ સ્વરૂપ પુષ્ટ આલંબન) છે. દાનશાળાદિના નિર્માણથી અપાતું અનાદિનું દાન તો ગૌણ કારણ છે. ઉપર જણાવ્યા મુજબનો શાસનોન્નતિનો ભાવ વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ થયા પછી જ આવે છે. મોક્ષ અને સંસારની પ્રાપ્તિના જે હેતુઓ છે તેને યથાર્થપણે જાણવાનું જે આશયવિશેષે બને છે તે આશયવિશેષને વેદ્યસંવેદ્યપદ કહેવાય છે. જેની પ્રાપ્તિ ચોથા ગુણસ્થાનકે અને પાંચમી દૃષ્ટિમાં થાય છે. આવા આશયને અનુસરવાથી જ નિશ્ચયથી અનુકંપાની પ્રાપ્તિ થાય છે. ઈષ્ટ કે પૂર્વ કર્મમાં એનો સંભવ નથી.... ૧-૬ | આશયવિશેષથી જ ફલવિશેષની પ્રાપ્તિ થાય છે – આ વાત નયને આશ્રયીને જણાવે છે क्षेत्रादि व्यवहारेण दृश्यते फलसाधनम् । निश्चयेन पुनर्भावः केवलः फलभेदकृत् ॥ १-७॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે કે વ્યવહારનયને આશ્રયીને ભક્તિપાત્ર અને અનુકંપાપાત્ર - આ પ્રમાણે પાત્રવિશેષાદિને આશ્રયીને દાનનું ફળ - વિશેષ પ્રાપ્ત થાય છે. નિશ્ચયનયની અપેક્ષાએ ભાવવિશેષને કારણે જ ફલવિશેષની પ્રાપ્તિ થાય છે.... / ૧-૭ || ક્ષેત્રાદિવિશેષને આશ્રયીને ફળવિશેષની પ્રાપ્તિ થાય છે - આ પ્રમાણે જે જણાવ્યું છે, ત્યાં કાળની પુષ્ટાલંબનતા (મુખ્યતા) જણાવાય છેकालेऽल्पमपि लाभाय नाकाले कर्म बह्वपि । वृष्टौ वृद्धिः कणस्यापि कणकोटि तथाऽन्यथा ॥ १-८॥ DF\ BIG BE DIS|D]B5|D]B SONG / / g/S , SI] BIG B] DF\ BIG D EEP Page #24 -------------------------------------------------------------------------- ________________ કહેવાનો આશય એ છે કે યોગ્ય કાળે (અવસરે) અલ્પ એવું પણ કર્મ, લાભનું કારણ બને છે. પરંતુ અકાળે (અનવસરે) ઘણું પણ કર્મ લાભ માટે થતું નથી. વૃષ્ટિ(વરસાદ) થયે છતે એકાદ કણની કરોડગણી વૃદ્ધિ થાય છે. પરન્તુ વરસાદ થયો ન હોય તો પુષ્કળ કણની પણ વૃદ્ધિ થતી નથી - એ સ્પષ્ટપણે સમજી શકાય છે. તેથી કોઈ પણ જાતનું શ્રી જિનપૂજાદિ અનુષ્ઠાન, શાસ્ત્રમાં જણાવેલા તે તે નિયત કાળે જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. અન્યથા તે પ્રમાણે ન કરવાથી તે તે અનુષ્ઠાનો અર્થહીન થશે. ૧-૮ છે. અવસરોચિત અનુષ્પાદાનના પ્રાધાન્યનું સમર્થન કરવા ભગવાનનું દૃષ્ટાન્ત જણાવાય છે धर्माङ्गत्वं स्फुटीकर्तुं दानस्य भगवानपि । अत एव व्रतं गृह्णन् ददौ संवत्सरं वसु ॥ १-९॥ યોગ્ય અવસરે અલ્પ પણ કાર્ય લાભ માટે જ થતું હોવાથી અનુકમ્પાદાન ધર્મનું અલ્ગ છે- એ સ્પષ્ટ કરવા માટે દીક્ષા ગ્રહણ કરતી વખતે ભગવાને પણ એક વર્ષ સુધી સુવર્ણ-મહોરોનું દાન આપ્યું. તેથી ધર્મના અવસરે આદરેલું અનુકંપાદાન બધાને પોતાની અવસ્થાને અનુરૂપ ધર્મનું કારણ બને છે-એ સ્પષ્ટ થાય છે. અષ્ટક પ્રકરણમાં પણ જણાવ્યું છે કે, “બધાને પોતાની અવસ્થા પ્રમાણે અનુકમ્પાથી કરેલું દાન પણ ધર્મનું કારણ બને છે- એ જણાવવા માટે બુદ્ધિના નિધાન શ્રી તીર્થંકરપરમાત્માએ વાર્ષિકદાન આપ્યું હતું.” આથી સમજી શકાશે કે અનુકશ્માદાનનું કેટલું મહત્ત્વ છે. અનુકંપાદાન પણ વિવેકપૂર્વક કરતાં આવડે તો ચોક્કસ જ ધર્મનું અંગ બન્યા વિના નહિ રહે. વર્તમાનમાં સાચું કહીએ તો દાનનું સ્વરૂપ જ બદલાયું છે. અનકમ્પાદાન જે આશયથી વિહિત છે તે આશય તો DિS|DF\ D]DEDIESE N S|DF\SFDF\ EIFENDITED Page #25 -------------------------------------------------------------------------- ________________ લગભગ લુપ્ત થયો છે. અનુકંપાદાન કરતી વખતે એટલો તો ઉપયોગ રાખવો જ જોઈએ કે એ દાન પૂર્તકર્મ ન બને; પરન્તુ ધર્મનું અંગ બને. સર્વથા વિવેક વિના કરાતું એ દાન પૂર્મનું જ કારણ બનશે.... ૧-૯ / ઉપર જણાવ્યા મુજબ અનુકપ્પાદાન ધર્મનું અગ બનતું હોવાથી પૂ. સાધુભગવન્તોએ પણ તે કરવું જોઇએ-એમ માનવાનો પ્રસંગ આવશે તેથી તેના નિવારણ માટે જણાવાય છે साधुनाऽपि दशाभेदं प्राप्यैतदनुकम्पया। दत्तं ज्ञाताद् भगवतो रङ्कस्येव सुहस्तिना ॥ १-१०॥ ભગવાન શ્રી વર્ધમાનસ્વામીના દૃષ્ટાતથી આર્ય શ્રી સુહસ્તિસૂરિ મહારાજાએ રક્કને જેમ દાન આપ્યું હતું, તેમ સાધુભગવન્ત પણ પુષ્ટ આલંબન સ્વરૂપ દશાવિશેષમાં દાન આપ્યું છે. અર્થાત્ મહાવ્રતધારી એવા સાધુમહાત્માને પણ પૂર્વે જણાવ્યા મુજબ શાસનની ઉન્નતિ સ્વરૂપ પુષ્ટ આલંબને અનુકપ્પાદાન કરવામાં દોષ નથી. અનુકમ્પાદાન; દશાવિશેષમાં દોષાવહ નથી-એ જણાવતાં અષ્ટક પ્રકરણમાં ફરમાવ્યું છે કે “આ વિષયમાં દૃષ્ટાન્ત સ્વરૂપ ભગવાન છે. સર્વવિરતિધર્મનો સ્વીકાર કર્યા પછી પણ અનુકમ્માવિશેષથી ચારજ્ઞાનવાળા પરમાત્માએ બ્રાહ્મણને દેવદૂષ્ય આપ્યું હતું. આ રીતે દેવદૂષ્યને આપનારા ભગવાન શ્રીવર્ધમાનસ્વામી આ વિષયમાં દૃષ્ટાન્ત સ્વરૂપ છે. આથી સમજી શકાશે કે 'દશાવિશેષમાં સાધુભગવન્તોએ કરેલું દાન, દુષ્ટ નથી કારણ કે તે અનુકમ્પાનું નિમિત્ત છે, ભગવાને બ્રાહ્મણને આપેલા દાનની જેમ.' - આ પ્રમાણે અનુમાન કરી; દશાવિશેષે કરેલું અનુકંપાદાન દુષ્ટ નથી એનો નિર્ણય કરી શકાય છે..... / ૧-૧૦ || FિDF\ EIT) DિIRDESIDESIG\P EDITDF\ BFDFDિEND =I DW Page #26 -------------------------------------------------------------------------- ________________ આ રીતે પુષ્ટ આલંબને પણ પૂ. સાધુભગવન્તો અનુકંપાદાન કરે તો અસંયતિને પોષવાના કારણે નરકાદિગતિયોગ્ય કર્મબંધનો પ્રસંગ આવશે - આ શંકા જણાવવા પૂર્વક તેનું સમાધાન કરાય છે – न चाधिकरणं ह्येतद् विशुद्धाशयतो मतम् । अपि त्वन्यद्गुणस्थानं गुणान्तरनिबन्धनम् ॥ १-११॥ પુષ્ટ આલંબને કરેલું આ અનુકંપાદાન વિશુદ્ધ આશય હોવાથી અધિકરણરૂપે મનાતું નથી. પરંતુ વર્તમાન ગુણોથી ભિન્ન એવા ગુણોનું સ્થાન મનાય છે; જે ભવિષ્યમાં પ્રાપ્ત થનારા ગુણનું કારણ છે...” આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અક્ષરાર્થ છે. આશય એ છે કે કોઈ પ્રબળ કારણે પૂ. સાધુભગવન્ત કરેલું અનુકંપાદાન અધિકરણ બનતું નથી. અર્થાત્ અસંયતિના સામર્થ્યને (તેને દાન આપવા દ્વારા) પુષ્ટ કરવાથી આત્મા નરકાદિ ગતિનો ભાજન બનતો નથી. કારણ કે પોતાની કક્ષા મુજબ ઉચિત પ્રવૃત્તિનો વિશુદ્ધ આશય છે. એક જ સરખું દેખાતું કર્મ (કાય) પણ ભાવઆશય જુદો હોવાથી જાદુ છે - એ સમજી શકાય છે. તેથી પૂ. સાધુભગવન્ત કરેલું અનુપાદાન; નરકાદિ ગતિ પ્રાયોગ્ય કર્મબન્ધના કારણ સ્વરૂપ અધિકરણ તો નથી જ; પરન્તુ ગુણાન્તરના કારણભૂત અન્ય ગુણોનું સ્થાન છે. આ રીતે પુષ્ટ કારણે કરાતા અનુકંપા-દાનમાં અનર્થ નથી- એ જણાવીને અર્થ(ઈસ્ટ)પ્રામને જણાવી છે. શ્લોકમાં ગરિ તુ શબ્દ અભ્યશ્ચર્ય અર્થમાં પ્રયુક્ત છે. એક વસ્તુ જણાવ્યા પછી એને જ દૃઢતાપૂર્વક પ્રકારાન્તરથી જણાવાય છે, ત્યારે અભુચ્ચય હોય છે. ઉપર જણાવ્યા મુજબ અહીં અનુકંપાદાનમાં અનર્થ નથી-એ જણાવીને અર્થપામિને જણાવી છે. તેથી એ સૂચિત થાય છે કે કોઈ SUBS]D] BED) BsBEE ANTED]D]]D]D]D]D]D GANGSUNGGEDGE, Page #27 -------------------------------------------------------------------------- ________________ પણ રીતે અનર્થનું કારણ; એ અનુકંપાદાન નથી. અહીં અન્ય એટલે મિથ્યાદૃષ્ટિના ગુણસ્થાનક વગેરેથી ભિન્ન અવિરતસમ્યગ્દષ્ટિના ગુણસ્થાનકાદિક તેના જે સમ્યજ્ઞાનાદિ ગુણો તેનું સ્થાન આ અનુકમ્પાદાન છે; જે, સર્વવિરતિ વગેરે ગુણોનું કારણ છે. કારણ કે ચોથા, પાંચમા ગુણસ્થાનકે રહેલા જીવોને કાલાન્તરે છઠા, સાતમા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે.... / ૧-૧૧ાા પુષ્ટાલંબને પણ આ રીતે પૂ.સાધુભગવન્તો અનુકમ્મા કરે તો “જિદિને વેરાવડિયં ન જ્ઞા..' - અર્થ ‘ગૃહસ્થનું વૈયાવૃત્ય ન કરવું...' - આ પ્રમાણેના આગમના વચનનો વિરોધ આવશે ...આવી શંકાનું સમાધાન કરાય છે वैयावृत्त्ये गृहस्थानां निषेधः श्रूयते तु यः ।। સત્સવતાં વિપ્રન્ નૈતયાર્થ0 વાધ: ૨-૨ | શ્લોકાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે ગૃહસ્થોનું વૈયાવૃત્ય કરવાનો પૂ. સાધુભગવન્તો માટે શ્રી દશવૈકાલિક વગેરે આગમમાં જે નિષેધ કરાયો છે; તે નિષેધ ઔત્સર્ગિક છે. અને કારણિક અનુકંપાદાન પૂ. સાધુભગવન્તો કરે - એ વિધાન આપવાદિક છે. તેથી અપવાદે વિહિત અનુકંપાદાનનો બાધક ઔત્સર્ગિક વૈયાવૃત્યનિષેધ થઈ શકશે નહિ. કારણ કે અપવાદ ઉત્સર્ગનો બાધ કરે છે, પરન્તુ ઉત્સર્ગ અપવાદનો બાધ કરતો નથી... એ સ્પષ્ટ છે. / ૧-૧૨ . આવી જ રીતે સૂયગડાંગ’ સૂત્રમાં જે જણાવ્યું છે તેનો પણ વિરોધ આવતો નથી તે જણાવાય છે – ये तु दानं प्रशंसन्तीत्यादि सूत्रेऽपि सङ्गतः। વિદીય વિષય પૃષ્પો શામે વિપક્વતા | ૨-૩ RDEDGDDGDDEDGE Page #28 -------------------------------------------------------------------------- ________________ ,, - જેઓ અનુકંપાદાનને પ્રશંસે છે..’ઈત્યાદિ ‘શ્રી સૂત્રકૃતાંગ’ માં જે જણાવ્યું છે તે પણ પુષ્ટાલંબન સ્વરૂપ દશાવિશેષને છોડીને અન્ય વિષયમાં હોવાથી તેનો વિષય અન્યત્ર યુક્ત છે તે બુદ્ધિમાને વિચારવું જોઈએ.'' આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ‘શ્રી સૂત્રકૃતાર્ગ’ સૂત્રમાં જણાવ્યું છે કે, “ને ૩ दाणं पसंसंति वहमिच्छंति पाणिणं । जे अ णं पडिसेहंति વિત્તિષ્ઠેત્રં સ્તૃતિ તે ॥ '' અર્થાર્ જેઓ અનુકંપાદાનને; તે કરવું ॥ જોઇએ-ઇત્યાદિ રીતે પ્રશંસે છે તેઓ પ્રાણીઓના વધને ઇચ્છે છે. અને જેઓ અનુકંપાદાનનો, તે કરવું ના જોઈએ-ઈત્યાદિ રીતે નિષેધ કરે છે; તેઓ આજીવિકાનો વિચ્છેદ કરે છે. આથી પુષ્ટાલંબને જેઓ અનુકમ્પાનું દાન કરે છે, તેમને આ રીતે પ્રાણીવધનું પાપ લાગે છે – એમ સ્પષ્ટ રીતે ઉપર જણાવેલા વચનથી જણાય છે. તેથી સૂત્રકૃતાંગ સૂત્રનો વિરોધ આવે છે; પરન્તુ એ વચન પણ અપુષ્ટાલંબને જેઓ અનુકંપાદાન કરે છે તેમને ઉદ્દેશીને છે. પુષ્ટાલંબને કરાતા અનુકંપાદાનની ત્યાં વાત નથી. આ પ્રમાણે ‘શ્રીસૂત્રવૃત્તાંન' સૂત્રનો વિષય દાવિશેષને આશ્રયીને હોવાથી તેનાથી ભિન્ન વિષયમાં તે સૂત્રનો કોઇ વિરોધ નથી.........એ પ્રમાણે બુદ્ધિમાન આત્માએ સૂત્રના તાત્પર્યથી વિચારવું જોઈએ. પરન્તુ પદાર્થમાત્રમાં મૂઢતા ધારણ કરવી ના જોઈએ. અપુષ્ટાલંબનના વિષયરૂપે જ એ સૂત્રને સઙ્ગત કર્યું છે. આથી જ અષ્ટક પ્રકરણમાં ફરમાવ્યું છે કે-યે તુ વન પ્રશંસન્તિઈત્યાદિ જે સૂત્ર આ અનુકંપાદાનના વિષયમાં યાદ કરાય છે તે સૂત્રનો વિષય અવસ્થાવિશેષને આશ્રયીને મહાત્માઓએ જોવો જોઈએ... ૧-૧૩ ૫ 66 પૂ. સાધુભગવન્તોને પુણ્યબન્ધ ઈષ્ટ-ઉપાદેય ન હોવાથી પુણ્યબન્ધના કારણભૂત એવા અનુકંપાદાનને તેઓ કઇ રીતે કરી શકે, BIR FREE BIRDSS) ૨૭ થી થતું હતું પર્વ છે DE 767777977 Page #29 -------------------------------------------------------------------------- ________________ આવી શંકા કરે છેनन्वेवं पुण्यबन्धः स्यात् साधो न च स इष्यते । पुण्यबन्धान्यपीडाभ्यां छन्नं भुङ्क्ते यतो यतिः ॥ १-१४॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે આ રીતે અપવાદથી પણ પૂ. સાધુભગવન્તો અનુકંપાદાન કરે તો તેમને પુણ્યબન્ધનો પ્રસંગ આવશે. કારણ કે અનુકમ્પાદાનથી પુણ્યબન્ધ થાય છે. એ પુણ્ય પૂ. સાધુભગવન્તને ઈષ્ટ નથી. તેથી તેઓશ્રીએ અપવાદથી પણ અનુકમ્પાદાન કરવું ના જોઈએ. પૂ. સાધુભગવન્તોને પુણ્યબબ્ધ ઈષ્ટ નથી એવું નથી.' - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે પૂ. સાધુભગવન્તો ગૃહસ્થોથી છાની રીતે જે ગોચરી વાપરે છે તેની પાછળ એ હેતુ રહ્યો છે કે પુણ્યબન્ધ અને અન્યને પીડા ન થાય. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂ. મુનિભગવન્તો ગૃહસ્થથી છાની રીતે ભિક્ષા ન વાપરે અને તેમના દેખતા ગોચરી વાપરે તો કોઈ વાર કોઈ ગૃહસ્થ ખાવાનું માંગે ત્યારે જો પૂ. મુનિભગવન્તો તેને તે આપે તો પુણ્યબન્ધ થાય અને ન આપે તો તેને દુઃખ થાય. તેથી બંને પ્રસંગને દૂર કરવા માટે પૂ. મુનિભગવન્તો ગૃહસ્થના દેખતાં ગોચરી વાપરતા નથી. ૧-૧૪ . પુણ્યબન્ધ અને અન્યપીડનને લઈને પૂ. મુનિભગવન્તો પ્રચ્છન્ન રીતે ગોચરી વાપરે છે, તે સ્પષ્ટ કરાય છે दीनादिदाने पुण्यं स्यात्तददाने च पीडनम् । शक्तौ पीडाऽप्रतीकारे शास्त्रार्थस्य च बाधनम् ॥ १-१५ ॥ “દીન, કૃપણ, અંધ વગેરેને ભોજન વગેરે આપવાથી પુણ્ય બંધાશે. દીનાદિને ભોજનાદિ ન આપીએ તો તેને પીડા થશે. શતિ DિDHDHDHDHDHDHD GDHDHDHUFDGDDED G]SC/SC/SSCSTDUS Page #30 -------------------------------------------------------------------------- ________________ હોવા છતાં પીડાનો પ્રતીકાર ન કરાય તો શાસ્ત્રમાં વિહિત એવા તેનો બાધ થશે.” આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. તેનો આશય સ્પષ્ટ છે કે પૂ. સાધુમહાત્માઓ પ્રગટ ભોજન કરે તો જ્યારે દીન વગેરે લોકો માંગે ત્યારે તેમને ભોજનાદિનું દાન કરવાથી પુણ્યબન્ધ થશે. કારણ કે જેમને અનુકમ્પાનો પરિણામ છે તેઓ આપ્યા વિના વાપરી શક્તા નથી. અત્યન્ત ધૃષ્ટતાનું આલંબન લઈને જો દીનાદિને દાન આપવામાં ન આવે તો દીનાદિને અપ્રીતિ થાય; શ્રી જૈનશાસન પ્રત્યે દ્વેષ થાય અને પરલોકમાં કુગતિ પ્રાપ્ત થાય; આવા પ્રકારની પીડા, તે દીનાદિને થાય. “દીનાદિને ભોજનાદિ નહિ આપવાનું શાસ્ત્રથી વિહિત છે, તેથી એ મુજબ પૂ. મુનિભગવન્તો ભોજનાદિ તેમને આપે નહિ અને તેથી તેમને પીડા થાય એ વાત સાચી છે પરન્તુ પૂ. સાધુભગવન્તોને; દીનાદિને પીડા પહોંચાડવાનો પરિણામ ન હોવાથી તેમને કોઈ દોષ નથી.”- આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે શતિ હોવા છતાં પીડા-પરદુ:ખનો ઉદ્ધાર કરવામાં ન આવે તો, બીજાની અપ્રીતિના પરિહાર માટે પ્રયત્ન કરવો જોઈએ’આ શાસ્ત્રાર્થનો બાધ થશે. કારણ કે રાગદ્વેષની જેમ; શતિને છુપાવવાનું પણ ચારિત્ર માટે બાધક છે. રાગ અને દ્વેષ જેમ ચારિત્રનો ઘાત કરે છે તેમ શતિને છુપાવવાથી પણ ચારિત્રનો ઘાત થાય છે. આશય એ છે કે શક્તિ હોવા છતાં શ્રી તીર્થંકર પરમાત્માના વચન મુજબ ધર્મ ન કરીએ તો વીર્યંતરાય કર્મનો બંધ થાય છે, જેના વિપાકમાં આત્માના કોઈ પણ ગુણને પ્રગટ કરવામાં સહેજ પણ ઉલ્લાસ જ આવતો નથી. પરિણામે આત્માને ચારિત્રાદિ કોઈ ગુણની પ્રાપ્તિ થતી નથી. એક રીતે વિચારીએ તો સમજાશે કે મોહનીય વગેરે કર્મમાં અન્તરાય કર્મ બહુ જ ખરાબ છે. મોહનીયાદિ કર્મના ક્ષયોપશમની આડે આવનારા વર્યાન્તરાય કર્મના બધથી સર્વથા દૂર રહેવું જોઈએ. Page #31 -------------------------------------------------------------------------- ________________ આત્માના અનન્તાનન્ત ગુણોને રોકવાનું કામ આમ જોઈએ તો એકલા વિર્યાન્તરાયે કર્યું છે. અનાદિકાળથી ગુણ વગરના તો છીએ જ. પરન્તુ જ્યારે ગુણથી પરિપૂર્ણ બનવાની સામગ્રી પૂર્ણતાને પામી હોય ત્યારે આ વર્યાન્તરાયના વિપાકે એ અવસરને તન અર્થહીન બનાવ્યો છે. શક્તિનું નિગૂહન (છુપાવવું તે) સમગ્ર ગુણોનું આચ્છાદન છે. માટે ગુણના અર્થી જનોએ શક્તિ છુપાવ્યા વિના શક્તિ પ્રમાણે આગમના વચન મુજબ તેના પાલનમાં પ્રયત્નશીલ બનવું જોઈએ.....વર્યાન્તરાયર્મના વિપાકની ભયંકરતા ન સમજાય ત્યાં સુધી ઉપર જણાવેલો અર્થ નહિ સમજાય. જિજ્ઞાસુઓએ અષ્ટક પ્રકરણમાં સાતમા અષ્ટકનું અધ્યયન કરી લેવું જોઈએ. તે અષ્ટકમાં ઉપર જણાવેલી વાત સ્પષ્ટ કરી છે. તે ૧-૧૫ | ‘આ રીતે કારણે દાન આપવાથી; પૂ. સાધુભગવન્તોને વિહિત પ્રવૃત્તિના કારણે પુણ્યબન્ધ થવા છતાં કોઈ દોષ નથી.' -આ પ્રમાણે માનવામાં દૂષણાન્તર જણાવાય છે किं च दानेन भोगाप्तिस्ततो भवपरम्परा । થHધર્મક્ષયાન્જ િમુમુક્ષો નૈષ્ટિનિત્ય છે -૬ .. શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કારણે પણ પૂર્વે જણાવ્યા મુજબ પૂ. સાધુમહાત્માઓ અનુકમ્પાદાન આપે તો તેમને પુણ્યબન્ધ થવાથી તેના વિપાથી ભોગની પ્રાપ્તિ થાય; અને તેથી મોહની ધારા વધવાથી ક્રમે કરી ભવની પરંપરા સર્જાય. કારણ કે ધર્માધર્મસ્વરૂપ પુણ્ય પાપના ક્ષયથી મુક્તિ થાય છે. તેથી મુક્તિમાં બાધક એવું આ અનુકંપાદાન મુમુક્ષુ એવા પૂ. મુનિભગવન્તો માટે ઉચિત નથી – એ સ્પષ્ટ છે. / ૧-૧૬ | ઉપર જણાવેલી શંકાનું સમાધાન કરી; ‘પૂ. સાધુભગવન્તોએ અનુંમ્પાદાને કારણે કરવું જોઈએ-એ વાતનું સમર્થન કરાય છે – GDDEDGENDED DHDHD]D]D]D]D]D, GOOGGLUDUDGETS Page #32 -------------------------------------------------------------------------- ________________ नैवं, यत्पुण्यबन्धोऽपि धर्महेतुः शुभोदयः । वह्न र्दाह्यं विनाश्येव नश्वरत्वात् स्वतो मतः ॥ १-१७॥ પૂર્વે શંકાકારે જણાવ્યા મુજબ પૂ. સાધુભગવન્તોને કારણે પણ કરાતા અનુકમ્પાદાનથી જે અનિષ્ટ પુણ્યબબ્ધ થાય છે.... ઈત્યાદિ જે વાત છે તે બરાબર નથી. કારણ કે જે પુણ્યબન્ધ થાય છે; તે પણ શુભના ઉદયવાળો અર્થાત્ સદ્વિપાકવાળો અને ધર્મમાં કારણભૂત છે. અનુકંપાદાનની પ્રવૃત્તિથી જ પુષ્ટાલંબનસ્વરૂપ દશાવિશેષમાં અનુષદ્ગથી પુણ્યાનુબન્ધી પુણ્યનો સંભવ હોવાથી ભોગાદિની પ્રાપ્તિ થાય છે. પ્રાણાતિપાતવિરમણાદિ સ્વરૂપ મહાવ્રતાદિના પાલનમાં આ રીતે પુણ્યાનુબન્ધી પુણ્યનો સંભવ માન્યો છે; જે, મોક્ષપ્રાપ્તિમાં વિઘ્નસ્વરૂપ નથી. અગ્નિની જેમ પોતાના દાદ્ય(ઈન્ધનબાળવા-યોગ્ય)નો નાશ કરી પોતાની મેળે નાશ પામવાના સ્વભાવવાળું તે પુણ્યાનુબન્ધી પુણ્ય છે. પુણ્યાનુબંધી પુણ્ય; પાપનો નાશ કરી પોતાની મેળે જ નાશ પામે છે. જ્યાં શાસ્ત્ર-પ્રતિપાદિત અર્થનો બાધ-વિરોધ થવાથી નિર્જરાની પ્રત્યે પ્રતિબંધક એવો પુણ્યબન્ધ થાય છે ત્યાં દોષ છે. દશાવિશેષમાં કરાતા અનુભ્યાદાનથી શાસ્ત્રાર્થનો બાધ થતો ન હોવાથી ત્યાં નિર્જરાની પ્રત્યે પ્રતિબન્ધક એવા પુણ્યનો અભાવ હોવાથી કોઈ દોષ નથી. ૧-૧ળા આપવાદિક અનુકશ્માદાનથી થનારા પુણ્યબધથી ભોગની પ્રાપ્તિ પણ થતી નથી. અને તેથી ભવપરંપરાનો પ્રસંગ આવતો નથી, એ જણાવાય છે भोगाप्तिरपि नैतस्मादभोगपरिणामतः । मन्त्रितं श्रद्धया पुंसां जलमप्यमृतायते ॥ १-१८ ॥ આશય એ છે કે કારણે (અપવાદે) કરાતા અનુકમ્પાદાન DISEIN DE DEE DEDIC, NSDF\ EIDS|DF,DF\DF\ D\0 dbsclGOOGOS૩૧m/GfGONNNNOS Page #33 -------------------------------------------------------------------------- ________________ વખતે તેનાથી પ્રાપ્ત થનારા પુણ્યાનુબધી એવા પુણ્યથી મળેલી ભોગસામગ્રીનો ભોગ કરવાનો પરિણામ-અધ્યવસાય ન હોવાથી ખરી રીતે ભોગની પ્રાપ્તિ વગેરે થતી નથી. મન્ચેલું જલ પણ શ્રદ્ધાને લઈને જીવોને અમૃતનું કાર્ય કરી આપનારું બને છે; તેમ અહીં પુષ્ટાલંબને કરેલું અનુકમ્પાદાન ભોગનું કારણ હોવા છતાં ભોગનો પરિણામ ન હોવાથી ભોગની પ્રાપ્તિ થતી નથી. આથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે શાસનની પ્રભાવના વગેરે પુષ્ટ આલંબનને લઈને અનકમ્પાદાન કરવાથી પૂ. સાધુભગવન્તોને કોઈ દોષની પ્રાપ્તિ થતી નથી. અહીં યાદ રાખવું જોઈએ કે ઉપર જણાવેલી વાતને અનુલક્ષી દરેક સાધુ-સાધ્વીને એવી અનુમતિ અપવાદે પણ નથી. પૂ. ગીતાર્થ સાધુમહાત્માને જ એવો વિશિષ્ટ અધિકાર છે. શાસનપ્રભાવનાના યથાર્થ અર્થનો જેને સહેજ પણ ખ્યાલ નથી એવા લોકોને એવી આપવાદિક પ્રવૃત્તિ કરવાનો કોઈ જ અધિકાર નથી. શાસનની આરાધના અને શાસનની પ્રભાવના એ બન્નેનો પરમાર્થ સમજાય તો ચોક્કસ જ વિપૂર્વક વર્તી શકાશે. આજની અનુકપ્પાદાનની પ્રવૃત્તિ ખૂબ જ વિચિત્ર છે. શાસ્ત્રીય રીતે વિચારીએ તો સમજાશે કે આજની અનુકમ્પાદાનની પ્રવૃત્તિને અનુકમ્પાદાન તરીકે વર્ણવી શકાય એવું નથી. સામા જીવના માત્ર દુઃખનો ઉદ્ધાર કરવાની ભાવનાથી જ શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ અનુકમ્પાદાન વિવેકપૂર્વક કરવાનું છે. એના બદલે મોટા ભાગે સામા જીવ ઉપર ઉપકાર કરવાની ભાવનાથી અનુકંપાદાન થવા માંડ્યું છે. આવી તો કંઈકેટલી ય વિકૃતિઓ અનકમ્પાદાનની પ્રવૃત્તિમાં પ્રવેશી છે. આત્માથ જનોએ પૂ. ગીતાર્થ ગુરુભગવન્ત પાસેથી એ જાણી લેવી જોઈએ. ૧-૧૦ અહીં કારણવિશેષમાં પૂ. સાધુભગવન્તો અનુકમ્પાદાન કરેએ વાતનું સમર્થન, પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના Page #34 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રકરણનાં વચનોથી કરાયું છે. પરંતુ તેઓશ્રીએ પોતાની અનુકપ્પાદાન આપવાની પ્રવૃત્તિના સમર્થન માટે અભિનિવેશ(કદાગ્રહ)- થી અષ્ટક પ્રકરણમાં એ પ્રમાણે જણાવ્યું છે, તેથી તે પ્રમાણભૂત ન મનાય-આ પ્રમાણે શંકા કરીને સમાધાન કરાય છેन च स्वदानपोषार्थमुक्तमेतदपेशलम् । हरिभद्रो ह्यदोऽभाणीद् यतः संविग्नपाक्षिकः ॥ १-१९॥ “પોતાની અનુકમ્પાદાનની પ્રવૃત્તિના સમર્થન માટે પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરિમહારાજાએ એ (પૂ. સાધુભગવન્તોએ કારણે અનુકમ્પાદાન કરવું જોઈએ -એ) જણાવ્યું છે માટે તે ઉચિત નથી – આ પ્રમાણે નહીં કહેવું જોઈએ, કારણ કે એ વાત સંવિગ્નપાક્ષિક એવા પૂ. શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ નિશ્ચિતપણે જણાવી છે.” આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પોતાની અસંયતને દાન આપવાની જે પ્રવૃત્તિ હતી; તેના સમર્થન માટે “શ્રી અષ્ટક પ્રકરણ માં ગ્રન્થકાર પરમર્ષિશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કારણે પૂ. સાધુભગવન્તો અનુકંપાદાન કરી શકે.. વગેરે જણાવ્યું છે, માટે તે સુંદર નથી- આ પ્રમાણે શંકા કરનારાનું કહેવું છે.એના સમાધાનમાં અહીં જણાવ્યું છે કે; એ શંકા બરાબર નથી. કારણ કે શ્રી અષ્ટક પ્રકરણના રચયિતા શ્રી હરિભદ્રસૂરિ મહારાજા સંવિગ્નપાક્ષિક હતા. નિશ્ચિત રીતે તેઓશ્રીએ જણાવેલી એ વાત સર્વથા સાચી છે. કારણ કે સંવિઝપાક્ષિક અસત્ય બોલતા નથી. એ જ વાત સત્તાવીશમા અષ્ટકના વિવરણમાં જણાવી છે. પોતાની અસંયતને દાન આપવાની પ્રવૃત્તિના સમર્થન માટે આ અષ્ટક છે- એમ કેટલાક લોકો માને છે. ભોજનકાળે પૂ.આ.ભ.શ્રી. હરિભદ્ર Page #35 -------------------------------------------------------------------------- ________________ સૂ. મહારાજા શંખ વગાડવા પૂર્વક અર્થઓને દાન અપાવતા હતા એમ કહેવાય છે. પરંતુ આ સંભવિત નથી. કારણ કે ગ્રન્થકારશ્રી સંવિગ્નપાક્ષિક હતા. જે સંવિગ્ન અથવા સંવિગ્ન પાક્ષિક હોય છે તેઓશ્રી આગમવિરુધ (અનામિક) અર્થનો ઉપદેશ આપતા નથી. કારણ કે આગમબાહ્ય અર્થના ઉપદેશથી સંવિગ્ન અથવા સંવિગ્નપાક્ષિકનું સ્વરૂપ જ રહેતું નથી, તેની હાનિ થાય છે. આથી કહ્યું છે કે આગમથી વિરુદ્ધ એવા અર્થનો ઉપદેશ; પરમાર્થથી અનુપદેશ છે. અનુપદેશ દુષ્ટવચન સ્વરૂપ છે અને ભવાન્તરે તે કડવા વિપાકને આપનારો છે-એમ જાણતા હોવાથી સંવિગ્ન કે સંવિગ્નપાક્ષિકો અનુપદેશ આપતા નથી. તેમના વચનમાં તથાકાર (સ્વીકાર) કરવો જોઈએ. એ મુજબ ન કરીએ તો અતથાકાર મિથ્યાત્વસ્વરૂપ છે. ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૧-૧૯ / અનુકંપાદાનનું સ્વરૂપ વર્ણવીને હવે સુપાત્રદાનનું સ્વરૂપ વર્ણવાય भक्तिस्तु भवनिस्तारवाञ्छा स्वस्य सुपात्रतः । तया दत्तं सुपात्राय बहुकर्मक्षयक्षमम् ॥१-२० ॥ “પોતાને સુપાત્રથી (અર્થાત્ સુપાત્રને દાન આપવા વગેરેથી) ભવથી પાર પામવાની જે ઈચ્છા છે તેને ભક્તિ કહેવાય છે. એ ભક્તિપૂર્વક સુપાત્રમાં આપેલું દાન; ઘણાં કર્મોનો ક્ષય કરવા સમર્થ બને છે.' - આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સુપાત્ર પૂ. સાધુભગવન્તાદિને દાન આપીને પોતાને સંસારથી વિસ્તાર પામવાની ઈચ્છાને ભક્તિ કહેવાય છે. “ આ ગ્રહણ કરો અને મને સંસારથી પાર ઉતારો' - આવી ભાવનાપૂર્વક દાન આપવાથી ભક્તિપૂર્વક સુપાત્રદાન થાય છે. GDDEDDDDDED D]D]DFDF\ D]SFDFD Page #36 -------------------------------------------------------------------------- ________________ આરાધ્યસ્વરૂપે સુપાત્રાદિના જ્ઞાનને પણ ભક્તિ કહેવાય છે. “આ મારા આરાધ્ય-આરાધનીય છે આવા પ્રકારના જ્ઞાનને ભક્તિ કહેવાય છે. કહેવાનો આશય એ છે કે સુપાત્રને આરાધ્ય માનવાનો પરિણામ જ ભકિત છે. આરાધનાના વિષયને આરાધ્ય કહેવાય છે. ગૌરવાન્વિત સુપાત્ર એવા પૂ. સાધુમહાત્માદિના પ્રીતિની કારણભૂત એવી દાનાદિ ક્લિાને આરાધના કહેવાય છે. દાનાદિ ક્રિયાથી જોકે પૂ. સાધુભગવન્તાદિને તેઓ રાગાધીન ન હોવાથી કોઈ પણ રીતે પ્રીતિનો સંભવ નથી. પરંતુ અહીં ગૌરવિત પૂ. સાધુભગવન્તાદિની, દાનાદિ કિયા સ્વરૂપ જે સેવા છે તેને આરાધના કહેવાય છે. તેથી કોઈ દોષ નથી. મૂળ શ્લોકમાં ભવનિસ્તારની ઈચ્છાને ભક્તિ કહી છે અને ટકામાં જ્ઞાનવિશેષને ભક્તિ તરીકે વર્ણવ્યું છે. આમ જોઈએ તો બન્નેમાં ફરક છે.પરન્તુ તાદૃશ ઈચ્છા કે તાદૃશજ્ઞાન સ્વરૂપ ભક્તિથી ભવનિતારસ્વરૂપ ફળ પ્રાપ્ત થતું હોવાથી ફળને આશ્રયીને ભક્તિના સ્વરૂપમાં કોઈ જ ફરક નથી. જેનું ફળ એક - તુલ્ય- છે; તે કારણમાં ફળને આશ્રયીને ભેદ માનવાનું કોઈ કારણ નથી... તે સમજી શકાય છે. આવી ભક્તિથી સુપાત્રમાં આપેલું દાન; ઘણાં કર્મોનો ક્ષય કરવા માટે સમર્થ બને છે. ગૃહસ્થજીવનમાં સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ માટે સુપાત્રદાન જેવું કોઈ ઉત્તમ સાધન નથી. ખૂબ જ સરળતાથી સેવી શકાય એવું એ અદ્ભુત સાધન છે. સુપાત્રદાનમાં કઈ વસ્તુ અપાય છે એનું મહત્ત્વ નથી પરંતુ કેવી ભક્તિથી અપાય છે એનું મહત્ત્વ છે. વસ્તુ ઉત્તમમાં ઉત્તમ હોય પરંતુ ભવનિસ્તારની ભાવના ન હોય તો તેવા સુપાત્રદાનથી કોઈ વિશેષ લાભ નહિ થાય. આપીને છૂટા નથી થવું પણ આપીને મુક્ત થવું છે.'- આવી ભાવના કેળવ્યા વિના સુપાત્રદાન સારી રીતે કરી શકાશે નહિ..૧-૨ના BEDED]D]D]D]D]B 9 DEEDED]D]SFDF\E Page #37 -------------------------------------------------------------------------- ________________ સુપાત્રદાનનું પરિશુદ્ધ સ્વરૂપ સમજાવાય છે – पात्रदानचतुर्भङ्ग्यामाद्यः संशुद्ध इष्यते । द्वितीये भजना शेषावनिष्टफलदौ मतौ ॥ १-२१ ॥ સુપાત્રદાનને આશ્રયીને ચાર ભાંગા (વિકલ્પ પ્રકાર) થાય છે. તેમાં પ્રથમ ભાગો શુદ્ધ છે. બીજો ભાગો કોઈ વાર શુદ્ધ અને કોઈવાર અશુદ્ધ (ફળની પ્રત્યે અપ્રયોજક) મનાય છે. બાકીના બે ભાંગા અનિષ્ટ ફળને આપનારા છે.” આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સંયત(સુપાત્ર)ને શુદ્ધ દાન આપવું સંયતને અશુદ્ધદાન આપવું; અસંયતને શુદ્ધદાન આપવું અને અસંયતને અશુદ્ધ દાન આપવું. આ રીતે પાત્રદાન (સુપાત્રદાનને આશ્રયીને )ના વિષયમાં ચાર ભાંગા થાય છે. આમાંનો પ્રથમ ભંગ (સંતને શુદ્ધદાન) અત્યન્ત શુદ્ધ છે; કારણ કે તે નિર્જરાને જ કરાવે છે. સામે સુપાત્ર હોય અને આપવાની વસ્તુ નિરવઘ (અચિત્ત) એષણીય (પૂ. સાધુમહાત્માને ચાલે એવી) અને કચ્ચ (બેતાળીસ દોષથી રહિત) હોય; આવા વખતે ભક્તિપૂર્વક જે સુપાત્રદાન થાય તે ખૂબ ખૂબ નિર્જરાનું કારણ બને – એ સમજી શકાય છે. જોકે આ રીતે સંયતાત્માને શુદ્ધદાન આપવાનું એટલું સહેલું નથી. હૃદયની અતિશય ઉદારતા હોય તો શુદ્ધ વસ્તુનું દાન કરી શકાય. શુદ્ધ વસ્તુ કોઈ વાર હોય તો તે વખતે સંયતાત્માનો યોગ મળી જ જાય એવું કોઈ વાર જ બને. સંયતાત્માનો યોગ મળે ત્યારે શુદ્ધ વસ્તુ તૈયાર કરવા બેસીએ તો કોઈવાર કોઈને કોઈ દોષ લાગી જાય એવું બને. તેથી સદાને માટે શુદ્ધ દ્રવ્ય આપણી પાસે હોય તો સુપાત્રદાન શુદ્ધ થાય. પરન્તુ એ માટે હૈયાની ઉદારતા ઠીક ઠીક પ્રમાણમાં હોવી જોઈએ. શ્રીશાલિભદ્રજીના જીવે અને શ્રીગુણસાર શ્રેષ્ઠી વગેરે @DEDGUFDTDDDED GDD DDDDDD Page #38 -------------------------------------------------------------------------- ________________ પુણ્યાત્માઓએ કરેલા સુપાત્રદાનને નિરંતર યાદ રાખવાથી સુપાત્રદાનના પ્રથમ ભંગની સંશુદ્ધતા બરાબર સમજાશે. સંયોગો મુજબ મર્યાદાનું પાલન કરવાના બદલે મર્યાદાના પાલન માટે સંયોગો ઊભા કરવાથી જ પરમપદે પહોંચવાનું શક્ય બનશે. અન્યથા કોઈ પણ રીતે પરમપદે નહિ પહોંચાય. સુપાત્રને શુદ્ધદાન આપવા માટે શુદ્ધ દ્રવ્ય અને સુપાત્ર બંન્નેની અપેક્ષા છે. ગમે તે આપવાથી અને ગમે તેને આપવાથી સુપાત્રદાન વિશુદ્ધ થતું નથી-એ યાદ રાખવું જોઈએ. સંયતાત્માને અશુદ્ધદાન આપવાથી કાલાદિની અપેક્ષાએ નિર્જરારૂપ ફળ મળે અથવા ન પણ મળે તેથી આ બીજા ભાંગામાં વૈકલ્પિક શુદ્ધતા છે. આશય એ છે કે દુષ્કાળ વગેરેના કાળને કારણે, અથવા તો વિશિષ્ટ દ્રવ્યના કારણે, અટવી વગેરે ક્ષેત્રના કારણે કે રોગાદિભાવના કારણે સંયતાત્માને કોઈ વાર અશુદ્ધ દાન આપવાનો પ્રસંગ આવે તો એવા દાનથી કર્મનિર્જરાસ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. પરન્તુ દુષ્કાળસ્વરૂપ કાલાદિનું કોઈ કારણ ન હોય અને સંયતાત્માને અશુદ્ધદાન અપાય તો તેથી નિર્જરાસ્વરૂપ ફળની પ્રાપ્તિ થતી નથી. આ રીતે સંયતાત્માને અશુદ્ધદાન આપવાથી કાલાદિ કારણની અપેક્ષાએ અને કાલાદિ કારણના અભાવની અપેક્ષાએ નિર્જરા સ્વરૂપ ફળની પ્રાપ્તિ અને તેનો અભાવ હોવાથી બીજા ભાંગામાં ફળને આશ્રયીને વિકલ્પાત્મક ભજના છે. અસંયતને શુદ્ધદાન આપવા સ્વરૂપ ત્રીજો ભાંગો અને અસંયતને અશુદ્ધદાન આપવા સ્વરૂપ ચોથો ભાંગો-આ બંન્ને ભાંગા તો અનિષ્ટ ફળને જ આપનારા છે; કારણ કે અસંયતને શુદ્ધ કે અશુદ્ધ દાન આપવાથી એકાન્તે કર્મબન્ધ થાય છે-એમ મનાય છે. ॥ ૧-૨૧ ॥ સુપાત્રદાનના પ્રથમ ભાંગાની શુદ્ધિ જણાવાય છે DEEEEEEE םםםםםםם ૩૭ DO DE DO CC/CC DE Page #39 -------------------------------------------------------------------------- ________________ शुद्धं दत्त्वा सुपात्राय सानुबन्धशुभार्जनात् । सानुबन्धं न बध्नाति पापं बद्धं च मुञ्चति ॥ १-२२ ॥ “સુપાત્રને શુદ્ધદાન આપ્યા પછી અનુબન્ધસહિત શુભપુણ્યનું ઉપાર્જન થતું હોવાથી અનુબન્ધસહિત પાપનો બન્ધ થતો નથી અને પૂર્વે બંધાયેલાં પાપથી મુક્ત થવાય છે.’’ આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. આશય ખૂબ જ સ્પષ્ટ છે કે - જેઓએ ભૂતકાળમાં કરેલાં પાપ કર્મની આલોચનાદિ દ્વારા તેનો ક્ષય કર્યો છે અને ભવિષ્યમાં તે પાપકર્મ નહિ કરવાની પ્રતિજ્ઞા કરી છે એવા સંયતાત્માને શુદ્ધ અન્ન,વસ્ત્ર વગેરે આપવાથી સાનુબન્ધપુણ્યાનુબન્ધી પુણ્યનું ઉપાર્જન થાય છે. તેથી પાપાનુબન્ધી પાપનો બંધ દાતાને થતો નથી; અને સુપાત્રદાનને કરનારો પૂર્વે બન્ધાયેલાં પાપથી મુક્ત બને છે. આ રીતે ક્રમે કરી તે તે પાપની નિવૃત્તિ થયે છતે મોક્ષમાર્ગ તરફના પ્રયાણનો ભંગ કરનાર પુણ્ય ન હોવાથી મોક્ષની પ્રામિ સુલભ બને છે. કારણ કે અહીં જે પુણ્ય છે તે મોક્ષ તરફના પ્રયાણનો ભંગ કરનારું નથી. ॥ ૧-૨૨ ॥ - સંયતોને અશુદ્ધ વસ્તુનું દાન આપવા સ્વરૂપ બીજા ભાંગામાં ફળની વૈકલ્પિકતા જણાવાય છે - भवेत् पात्रविशेषे वा कारणे वा तथाविधे । अशुद्धस्यापि दानं हि द्वयोर्लाभाय नान्यथा ॥ १-२३॥ ‘‘ સુપાત્રવિશેષમાં અથવા તેવા પ્રકારના કારણવિશેષે અશુદ્ધ એવું પણ દાન બંન્નેના (લેનાર અને આપનારના ) લાભ માટે થાય છે. અન્યથા અશુદ્ધદાન લાભ માટે થતું નથી.” આ’પ્રમાણે ત્રેવીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આગમમાં જણાવ્યા મુજબ પૂ. ગીતાર્થ અભ્યસ્તયોગી વગેરે વિશિષ્ટ મહાત્માને TECTEDEE EEEEEEEEEEE ૩૮ DDDDDD - Page #40 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધ આહારનું પ્રદાન કરવાથી તેમ જ પૂર્વે જણાવ્યા મુજબ દુષ્કાળ, અટવી વગેરેનું ઉલ્લંઘન અને રોગ વગેરે કારણે મહાત્માને અશુદ્ધ આહારાદિનું પ્રદાન કરવાથી મહાત્મા અને દાન આપનાર ગૃહસ્થ – એ બંનેને લાભ થાય છે. કારણ કે દાન આપનાર ગૃહસ્થ વિવેકથી શુદ્ધ અન્તઃકરણવાળો છે; અને મહાત્મા ગીતાર્યાદિપદના સ્વામી છે. અન્યથા સુપાત્ર ગીતાર્થ ન હોય અથવા તો દુષ્કાળાદિ કારણ ન હોય તો સંયતાત્માને અશુદ્ધદાન આપવાથી લેનાર અને આપનાર બંનેને લાભ થતો નથી... ૧-૨૩ / - ઉપર જણાવ્યા મુજબ સંયતને અશુદ્ધદાન આપવાથી ફળની પ્રાપ્તિ થાય અથવા ન પણ થાય - એ બરાબર છે. પરન્તુ સંયતને અશુદ્ધદાન આપવાથી દાતાને કર્મનિર્જરા ઘણી થાય છે અને પાપલબ્ધ ખૂબ જ અલ્પ થાય છે - આ પ્રમાણે જે ભગવતી સૂત્રમાં લખ્યું છે તે કઈ રીતે સંગત થાય ? કારણ કે અપવાદથી પણ અશુદ્ધદાન આપવાથી; આજ્ઞાપાલનનો ભાવ હોવાના કારણે ફળમાં ફરક પડતો નથી - આ શંકાના સમાધાન માટે જણાવાય છે – अथवा यो गृही मुग्धो लुब्धकज्ञातभावितः । तस्य तत्स्वल्पबन्धाय बहुनिर्जरणाय च ॥ १-२४ ॥ અથવા જે ગૃહસ્થ શિકારીના દૃષ્ટાન્તથી ભાવિત એવો મુગ્ધ છે તેને, સંયતને અશુદ્ધદાન આપવાથી ખૂબ જ અલ્પપાપનો બન્ધ થાય છે અને કર્મનિર્જરા ઘણી થાય છે.' - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂર્વ શ્લોકથી સંયતને અશુદ્ધદાન આપવાથી ગ્રહણ કરનાર સંયતની અપેક્ષાએ અને દુષ્કાળાદિ કારણની અપેક્ષાએ જે ફળની પ્રાપ્તિ વૈકલ્પિક હતી તે બતાવી છે. હવે આ શ્લોકથી દાન આપનાર ગૃહસ્થની અપેક્ષાએ ફળની વૈકલ્પિકતા GિED; DFDF GGINGGG/Sg/DGE DDDDED. GIDC GIDGUDGEgSGGE Page #41 -------------------------------------------------------------------------- ________________ જણાવાય છે. શ્લોકમાંનું ‘અથવા’ આ પદ આવા પ્રકારના પક્ષાન્તરને જણાવે છે. જે ગૃહસ્થ મુગ્ધ છે; એટલે કે સત્ શાસ્ત્રોનો અર્થ જાણતો નથી અને પાસસ્થાથી ભાવિત છે, તે મુગ્ધ એવો ગૃહસ્થ સંયતને તે અશુદ્ધ દાન આપે તો તેથી તેને અલ્પ પાપબન્ધ અને ઘણાં કર્મની નિર્જરા થાય છે. પાર્શ્વસ્થ - પાસસ્થાઓએ એ ગૃહસ્થને એવું સમજાવ્યું છે કે, જેમ શિકારી લોકો ગમે તે રીતે મૃગલાઓની પાછળ દોડ્યા જ કરે છે તેમ ગૃહસ્થે પણ સાધુભગવન્તને ગમે તે રીતે દાનાદિ આપવા દ્વારા અનુસરવું જોઈએ. વસ્તુ કેવી છે વગેરે જોવાની જરૂર નથી. આપવાથી ઘણો જ લાભ છે... વગેરે સાંભળીને ગૃહસ્થ અત્યન્ત મુગ્ધ હોવાથી શાસ્ત્રના પરમાર્થને સમજ્યા વિના જ્યારે સંયતાત્માને અશુદ્ધ દાન આપે છે ત્યારે તે ગૃહસ્થને અત્યન્ત અલ્પપાપનો બંધ થાય છે; અને કર્મની નિર્જરા ઘણી થાય છે. આથી સમજી શકાશે કે દાતા ગૃહસ્થ ઉપર જણાવ્યા મુજબ પાસસ્થાથી ભાવિત અને મુગ્ધ ન હોય ત્યારે તેને, સંયતને અશુદ્ધદાન આપવાથી કર્મનિર્જરા સ્વરૂપ ફળની પ્રાપ્તિ થતી નથી, અન્યથા થાય છે. આ રીતે બીજા ભાંગામાં દાતાની અપેક્ષાએ ફળની વૈકલ્પિકતા આ ગાથાથી જણાવી છે. અહીં યાદ રાખવું જોઈએ કે પહેલા અને બીજા ભાંગામાં સંયતને જ દાન આપવાની વાત છે. ભક્તિપૂર્વક દાન આપવાના પાત્ર તરીકે અહીં સંયતને જ જણાવ્યા છે. અસંયતને દાન આપવાનું તો ઈષ્ટ જ નથી. ઘરે આવ્યા છે માટે ઉચિત કરવું પડે તે જુદી વાત છે. પરન્તુ ભક્તિ કરવી હોય તો સુપાત્રની જ કરવાની હોય. માટે દાનમાં પાત્રાપાત્રનો વિવેક પૂર્ણપણે હોવો જોઈએ. અન્યથા વિવેકહીન પ્રવૃત્તિ અનર્થનું કારણ બન્યા વિના નહિ રહે... ૧-૨૪ ॥ 94000 deb DET ૪૦ DEE םםםםם Page #42 -------------------------------------------------------------------------- ________________ ઉપર જણાવ્યા મુજબ સંયતને અશુદ્ધદાન આપવાથી ફળની પ્રાપ્તિમાં જે વિકલ્પ દર્શાવ્યો છે તેનું શ્રી સ્થાનાલ્ગાદિ સૂત્રના પાઠથી સમર્થન કરાય છે - इत्थमाशयवैचित्र्यादत्राल्पायुष्कहेतुता । युक्ता चाशुभदीर्घायु हेतुता सूत्रदर्शिता ॥ १-२५ ॥ “આ રીતે સંયતને અશુદ્ધદાન આપવાથી ભાવવિશેષને લઈને અલ્પશુભાયુષ્ય કર્મનો બંધ અને અશુભ દીર્ઘ આયુષ્યનો બંધ થાય છે. આ પ્રમાણે શ્રીસ્થાનાગ સૂત્રમાં જણાવેલી વાત સદ્ગત થાય છે.” આ પચીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સંયતોને અશુદ્ધદાન આપવાથી ફળ મળે પણ ખરું અને ન પણ મળે – આ પ્રમાણે ફળની ભજના એક્વીસમા શ્લોકમાં વર્ણવી છે. પ્રકારાન્તરે એ જ વાત ચોવીસમા શ્લોકમાં જણાવી છે. એનું સમર્થન આ શ્લોકમાં શ્રી સ્થાનાલ્ગ સૂત્રના અનુસન્ધાનથી કર્યું છે. એનો ભાવાર્થ એ છે કે આ રીતે સંતને અશુદ્ધદાન આપવાથી આશયની વિલક્ષણતાના કારણે દાન આપનારને અલ્પ શુભ-આયુષ્ય કર્મનો બન્ધ થાય છે. અને કોઈ વાર અશુભ દીર્ઘ આયુષ્ય કર્મનો બન્ધ થાય છે. સંયતને અશુદ્ધ દાન આપનાર દાતા જો મુગ્ધ હોય અને પાસત્યાદિથી સંયતને કોઈ પણ રીતે આપવાથી એકાન્ત લાભ જ થાય છે......ઈત્યાદિ રીતે ભાવિત હોય તો તે દાતાને અલ્પસ્થિતિવાળું શુભઆયુષ્યકર્મ બંધાય છે. અને દાતા સંયતની પ્રત્યે દ્વેષ, અસૂયા કે માત્સર્ય વગેરેથી અભિનિવિષ્ટ (અભિનિવેશવાળો) હોય અને તેથી સંયતને અશુદ્ધ દાન આપી ચારિત્રથી ભ્રષ્ટ કરવાના આશયને તે ધરતો હોય ત્યારે તેવા અભિનિવિષ્ટ દાતાને; સંયતને અશુદ્ધ દાન આપવાથી દીર્ઘસ્થિતિવાળું અશુભ આયુષ્યકર્મ બન્ધાય છે. સંયતને DEEDIF\ D]bIF D]DF]P GUSGST/SEBSITE MEEPSI|BIG DEEPIES Page #43 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધદાન આપનાર દાતાની અપેક્ષાએ સંયતને અશુદ્ધદાન આપનાર મુગ્ધ દાતાને અશ્વશુભ આયુષ્યકર્મના બન્ધનો સંભવ છે- એ સમજી શકાય છે. ‘ શ્રી સ્થાનાગસૂત્રમાં સંયતને અશુદ્ધદાન આપવાથી ‘અલ્પ આયુષ્યકર્મનો બન્ધ થાય છે.’ - આ પ્રમાણે જે જણાવ્યું છે, તે અલ્પ આયુષ્ય; નિગોદના ક્ષુલ્લક ભવો( એક શ્વાસોશ્વાસમાં સત્તરથી અધિક ભવો )ની અપેક્ષાએ સમજવું જોઈએ.' - આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે અન્યગ્રન્થમાં (શ્રી ભગવતી સૂત્ર વગેરેમાં ) જણાવેલી ઉપર જણાવ્યા મુજબની વાતનો તેથી વિરોધ આવશે. ત્યાં પણ મુગ્ધદાતાને આશ્રયીને સંયતના અશુદ્ધદાનમાં અલ્પ શુભાયુષ્યકર્મના બન્ધની જ કારણતા વર્ણવી છે. શ્રી સ્થાનાગસૂત્રની ટીકામાં એ ખૂબ જ સ્પષ્ટપણે વર્ણવ્યું છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જ જાણી લેવું જોઈએ. ॥ ૧-૨૫ ॥ “ સંયતને અશુદ્ધદાન આપવાથી મુગ્ધ અને અભિનિવિષ્ટ દાતાની અપેક્ષાએ ફળની પ્રાપ્તિ અને ફળની અપ્રાપ્તિ (અનિષ્ટની પ્રાપ્તિ ) સ્વરૂપ જે ફળની ભજના બતાવી છે - તે અશુદ્ધ દાન; આધાકર્મિક(પૂ. સાધુ-સાધ્વીને ઉદ્દેશીને બનાવેલ)ના દાન સ્વરૂપ નહીં હોવું જોઈએ. કારણ કે આધાકર્મિક અશન-પાનાદિનું દાન એકાન્ત દુષ્ટ છે. દાતા ગૃહસ્થ; મુગ્ધ હોય કે અભિનિવિષ્ટ હોય બંન્નેને; આધાકર્મિકનું દાન સંયતને આપવાથી એકાન્તે દોષની જ પ્રાપ્તિ થાય છે, ફળની પ્રાપ્તિ થતી નથી. શ્રી ભગવતી સૂત્રમાં જે લખ્યું છે કે સંયતને અશુદ્ધ દાન આપવાથી દાતાને ઘણી નિર્જરા થાય છે અને અલ્પતર (ખૂબ જ અલ્પ) કર્મબંધ થાય છે. તેમાં પણ ‘અશુદ્ધ’ પદ; આધાકર્મિક અશન-પાનાદિને છોડીને સચિત્ત સંબદ્ધાદિ અશુદ્ધ અશનપાનાદિને જણાવે છે, આધાકર્મિકના દાન સ્વરૂપ [E DECL ૪૨ 'CIRCLE I/C Page #44 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધને નહિ, કારણ કે આધાર્મિકનું દાન તો એકાન્ત દુષ્ટ જ છે.” આવી માન્યતાનું નિરાકરણ છવ્વીસમા શ્લોકથી કરાય છે यस्तूत्तरगुणाशुद्धं प्रज्ञप्तिविषयं वदेत् । तेनाऽत्र भजनासूत्रं दृष्टं सूत्रकृते कथम् ? ॥ १-२६ ॥ “આધાર્મિકદાનને એકાન્ત દુષ્ટ માનનાર શ્રી ભગવતીસૂત્રના વચનને ઉત્તરગુણને આશ્રયીને અશુધને જણાવનારું કહે છે, તેણે આ વિષયમાં (આધાર્મિક દાનના વિષયમાં) ફળના વિકલ્પને જણાવનારા સૂત્રકૃત” સૂત્રના પાઠને કેવી રીતે જોયો ?” –આ પ્રમાણે છવ્વીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સંયતને અશુદ્ધ દાન આપવાથી મુગ્ધ એવા દાતાને અલ્પશુભ આયુષકર્મનો બંધ થાય છે અને અભિનિવિષ્ટ દાતાને દીર્ઘ અશુભ આયુષ્ય કર્મનો બંધ થાય છે. એ પ્રમાણે આ પૂર્વે જણાવ્યું છે. એ વિષયમાં શક્કા કરનારે શક્કા કરતાં જણાવ્યું છે કે સંયતને અશુદ્ધદાન આપવાથી દાતાને આશ્રયીને શ્રી સ્થાનાલ્ગસૂત્રમાં જે ભેદ (ફળનો ભેદ) જણાવ્યો છે; તેમ જ શ્રીભગવતીસૂત્રમાં પણ સંયતને અશુદ્ધદાન આપવાથી ઘણી કર્મનિર્જરા અને અલ્પતરપાપલબ્ધ થાય છે. આ પ્રમાણે જે જણાવ્યું છે, ત્યાં અશુદ્ધ' પદથી આધાર્મિકને છોડીને અન્ય ઉત્તરગુણાશુદ્ધદાનને આશ્રયીને અશુદ્ધદાન સમજવું જોઈએ. કારણ કે સંયતને આધાર્મિક દાન આપવાથી એકાન્ત દોષ લાગે છે. “શ્રી સ્થાનાલ્ગ અને શ્રી ભગવતી સૂત્રમાં ઉપર જણાવ્યા મુજબ અશુદ્ધ દાનને જણાવવા માટે “અપ્રાસુક’ અને ‘અનેષણીય' શબ્દનો પ્રયોગ હોવાથી આધાર્મિકદાન સ્વરૂપ પણ અશુદ્ધદાન તરીકે ગૃહીત છે. તેથી સંયતને આધાર્મિક અશુદ્ધદાન આપવાથી એકાન્ત દોષ લાગે છે – İNOTSqS qSqqSgS૪૩ c/Slides Page #45 -------------------------------------------------------------------------- ________________ એ વાત બરાબર નથી..' આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે જે અશનપાનાદિમાં સચિત્ત બીજ વગેરે હોય અને પ્રયત્નવિશેષથી દૂર કરી શકાય તેમ હોય એવા પણ અશનપાનાદિને ‘અપ્રાસુક’ અને ‘અનેષણીય’ શબ્દથી જણાવવાની પ્રવૃત્તિ દેખાય છે. સંસત અશનપાનાદિ વિશોધિકોટિ પ્રકારના અશુદ્ધ છે અને આધાકર્મિકાદિ અવિશોધિકોટિ પ્રકારના અશુદ્ધ છે. જે દોષને આહારાદિમાંથી દૂર કરીને આહારાદિ શુદ્ધ (નિર્દોષ) કરી શકાય છે તેને વિશોધિકોટિ પ્રકારના દોષ કહેવાય છે અને જે આધાકર્મિકાદિ દોષને કોઈ પણ રીતે દૂર કરી શકાતા ન હોવાથી આહારાદિ અશુદ્ધ જ રહે છે; તે દોષોને અવિશોધિકોટિ પ્રકારના દોષ કહેવાય છે. સંસક્ત અશનપાનાદિ ઉત્તરગુણાશુદ્ધ છે અને આધાકર્મિકાદિ મૂલગુણાશુદ્ધ છે. તેથી શ્રી સ્થાનાગાદિ સૂત્રમાં જણાવેલી એ વાત ઉત્તરગુણાશુદ્ધ દાનને આશ્રયીને છે પરન્તુ આધાકર્મિકદાનને આશ્રયીને એ વાત નથી. આધાકર્મિકદાન તો એકાન્તે દુષ્ટ છે..... આવી માન્યતા શંકાકારની છે. તેનું નિરાકરણ કરતાં શ્લોકના ઉત્તરાર્ધથી ફરમાવ્યું છે કે – આધાકર્મિકદાન એકાન્તે દુષ્ટ છે આવી પોતાની માન્યતાની હાનિ ન થાય એ માટે શંકાકારે શ્રીભગવતી વગેરે સૂત્રના પાઠમાં ‘અશુદ્ધ’ (અપ્રાસુક-અનેષણીય) પદથી આધાકર્મિકને છોડીને અન્ય ઉત્તરગુણાશુદ્ધદાન જ વિવક્ષિત છે- આ પ્રમાણે કહીને શ્રી ભગવતી સૂત્રનો વિરોધ દૂર કર્યો પરન્તુ આમ કરવાથી શ્રી સૂત્રકૃતસૂત્રમાં જણાવેલી વાતનો વિરોધ આવે છે તે ના જોયું. ા કરડવાના ભયથી શરીર પરનાં કપડાં તો દૂર કર્યાં પરન્તુ તેથી નાગા દેખાઈશું - એનો વિચાર ન કર્યો. જ કરડવાથી કોઈ નાગા થતા નથી. શક્કા કરનારે શ્રીભગવતી સૂત્રના વિરોધને દૂર કરી શ્રી સૂત્રકૃતસૂત્રના વિરોધ સામે ન જોયું. શ્રી સૂત્રકૃતસૂત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે-‘ આધાકર્મિક - DEEDED DEEEEEEE 99 E - ૪૪ D Page #46 -------------------------------------------------------------------------- ________________ આહારાદિનો જેઓ પરસ્પર ઉપયોગ કરે છે તેઓ પોતાના કર્મથી (આધાકર્મિક આહારાદિના ઉપયોગના કારણે બંધાયેલાં કર્મથી) લેપાયેલા જાણવા; અથવા નહિ લેપાયેલા જાણવા.’’ આશય એ છે કે સંયતને આધાકર્મિક લેવાથી અને દાતા ગૃહસ્થને આધાર્મિક આપવાથી સ્વકર્મનો લેપ થાય છે અથવા નથી પણ થતો. આ રીતે આધાકર્મિક આહાર વગેરેને લેનાર અને આપનાર બંન્નેને આશ્રયીને ફળનો વિકલ્પ જણાવ્યો છે. આધાકર્મિકદાન; જો એકાન્ત દુષ્ટ હોય તો શ્રી સૂત્રકૃતસૂત્રમાં જણાવેલી વાતમાં વિરોધ આવશે. તેથી શંકાકારની વાત બરાબર નથી. આધાકર્મિકદાન લેનાર ગીતાર્થ હોય અને દ્રવ્ય,ક્ષેત્ર, કાળ કે ભાવના આલંબને લેતા હોય તો તેઓશ્રીને કર્મબન્ધ થતો નથી. પરન્તુ એવું ન હોય તો તેઓશ્રીને કર્મબન્ધ થાય છે. આવી જ રીતે આધાકર્મિક દાન આપનાર ગૃહસ્થ પાસસ્થાદિથી ભાવિત મુગ્ધ હોય તો તેને તે વખતે કર્મબન્ધ થતો નથી. પરન્તુ આધાકર્મિક દાન આપનાર ગૃહસ્થ અભિનિવિષ્ટ હોય તો તેને તેવું અશુદ્ધદાન આપતી વખતે કર્મબન્ધ થાય છે. શ્રી સૂત્રકૃતાગ સૂત્રમાં એ રીતે સંયતને આધાકર્મિક દાન આપવાથી ફળની ભજના સ્પષ્ટપણે જણાવી છે. આધાકર્મિદાનને એકાન્ત દુષ્ટ માનનારને શ્રી સૂત્રકૃતાગ સૂત્રનો વિરોધ સ્પષ્ટ છે. શ્રી સૂત્રકૃત સૂત્રનો વિરોધ દૂર કરવા માટે આધાકર્મિકદાનને એકાન્ત દુષ્ટ માનનાર એમ કહી શકશે નહિ કે સૂત્રની વાત આધાકર્મિક લેનાર સંયતમાત્ર માટે છે પરન્તુ આધાકર્મિક દાન આપનાર ગૃહસ્થ માટે નહિ. આવો અર્થ નહિ કરી શકવાનું કારણ એ છે કે સૂત્રમાં ‘અન્યોન્ય’ પદનો પ્રયોગ છે. તેનો અર્થ ‘પરસ્પર’ - આ પ્રમાણે હોવાથી આધાકર્મિકદાન આપનાર અને લેનાર - બંન્નેના માટેની એ વાત છે. તેથી ઉપર જણાવેલા અર્થથી જુદો અર્થ કરવાની કોઈ જ CEEDEDE DDRE //GOOGLO GCE ૪૫ THE GUE DADAD ED Page #47 -------------------------------------------------------------------------- ________________ શક્યતા નથી. “શ્રી સૂત્રકૃતસૂત્રમાં મહીડાવું મુંનંતિ..ઈત્યાદિ જે પાઠ છે. તે; સ્વરૂપથી જે અસાવદ્ય-ગૃહસ્થ પોતાના માટે કરેલું છે; તેના ઉપયોગમાં ફળની ભજનાને જણાવે છે. આધાર્મિક તો એકાન્ત દુષ્ટ જ છે. યથાકૃત (ગૃહસ્થ પોતાના માટે બનાવેલ) અશનાદિના પરિભોગના વિષયમાં રાગ કે દ્વેષને આશ્રયીને ફળની પ્રાપ્તિનો અભાવ અને કર્મબન્ધ થાય છે તેમ જ રાગ કે દ્વેષના અભાવને આશ્રયીને કર્મબન્ધનો અભાવ થાય છે..ઇત્યાદિ જણાવે છે.” આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે સ્વરૂપથી અસાવદ્ય અનાદિના દાનમાં કે પરિભોગમાં ફળનો વિકલ્પ જણાવવાનું કોઈ જ તાત્પર્ય નથી. તે પરિશુદ્ધ હોવાથી તેમાં વસ્તુતઃ કોઈ દોષ નથી. રાગાદિને લઈને દોષ તો સર્વત્ર છે. એનું નિરૂપણ કરવાનું અહીં કોઈ પ્રયોજન નથી. || ૧-૨ દા. અસંયતને શુદ્ધ દાન આપવું અને અસંયતને અશુધદાન આપવું-આ ત્રીજા અને ચોથા ભાંગાને આશ્રયીને અનિષ્ટ વર્ણવાય છે शुद्धं वा यदशुद्धं वाऽसंयताय प्रदीयते । गुरुत्वबुद्ध्या तत्कर्मबन्धकृन्नानुकम्पया ॥ १-२७ ॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે સુપાત્રને આશ્રયીને દાનના પહેલા અને બીજા પ્રકારના ફળનું વર્ણન કર્યું. હવે જે સુપાત્ર નથી એવા અસંયતને આશ્રયીને શુદ્ધ દાન આપવા સ્વરૂપ ત્રીજા ભાંગાનું અને અશુદ્ધ દાન આપવા સ્વરૂપ ચોથા ભાંગાનું વર્ણન આ શ્લોકથી કર્યું છે. અસંયતને ગુરુ માનીને શુદ્ધ કે અશુદ્ધ દાન આપવામાં આવે તો અસાધુમાં સાધુપણાની બુદ્ધિના કારણે કર્મબન્ધ થાય છે. GDEDDDDDDDED DિDDDDDDED Page #48 -------------------------------------------------------------------------- ________________ અસાધુને સાધુ માનવાનું કામ ખૂબ જ ખરાબ છે. અસાધુને સાધુ માનીને તેમને અશુદ્ધ કે શુદ્ધ દાન આપવું એ તો એથીય ભયંકર છે. એમાં તો એકાન્ત શ્રીતીર્થંકરપરમાત્માના પરમતારક વચનની ઘોર અવજ્ઞા થાય છે. સાધુ અને અસાધુ-એ બે વચ્ચેના ભેદને સમજ્યા વિના અસાધુને સાધુ માની ભિત કરવાથી શ્રી સર્વજ્ઞભગવન્તોની સર્વજ્ઞતા ઉપરનો અવિશ્વાસ વ્યક્ત થતો હોય છે. જેઓશ્રીના પરમતારક વચનથી જ સુપાત્રદાનની પ્રવૃત્તિ શરૂ કરી હોય અને તે વખતે સુપાત્ર-ફુપાત્રનો વિવેક પણ ન હોય- એ ખૂબ જ વિચિત્ર મનોદશાને વર્ણવે છે. માત્ર વેષ જોઈને કે સામાન્ય બાહ્ય ગુણોને જોઈને સુપાત્રદાન કરવાથી કર્મબન્ધ થાય છે. મોક્ષપ્રાપ્તિનું જે કારણ હતું તે કર્મબન્ધનું જો કારણ બનતું હોય તો તેનું કારણ એ છે કે સુપાત્ર અને કુપાત્રનો વિવેક કર્યો નથી. સુપાત્રદાન કરનારે એ વિવેક ચૂકવો ના જોઈએ. સુપાત્ર અને કુપાત્ર-બંન્ને ઉપર સમદૃષ્ટિ રાખીને ભક્તિ કરવાથી સુપાત્રની અવજ્ઞા થતી હોય છે. સુસાધુ અને કુસાધુ વચ્ચેનો ભેદ પરખવાનું સરળ નથી. એ માટે ખૂબ જ ઉપયોગપૂર્વક પ્રયત્ન કરવો પડે. “સંયત અને અસંયતની વચ્ચેના ફરકને જોવાની આવશ્યકતા નથી. ગમે તેમ તોય આપણા કરતાં સારા છે. તેમની ભક્તિ કરવામાં એકાન્તે લાભ છે.'' વગેરે વાતોનો આ શ્લોકની સાથે મેળ બેસે એવો નથી. એવી વાતોને કાને ધર્યા વિના સંયત અને અસંયતનો વિવેક કરીને જ સુપાત્રદાન કરવું જોઈએ. અન્યથા અપાત્રનેઅસંયતને– સંયત માનીને શુદ્ધ કે અશુદ્ધ દાન આપવાથી કર્મબન્ધ જ થશે. અહીં યાદ રાખવું જોઈએ કે અસંયતને દાન આપવાનો નિષેધ નથી. અસંયતને ગુરુ માનીને જ દાન આપવાનો નિષેધ છે. અસંયતનાં દુ:ખ દૂર કરવાની ભાવનાથી અથવા તો ઘરે આવ્યા છે તો ઔચિત્ય DDED DEEDE CLOT .... ४७ D Page #49 -------------------------------------------------------------------------- ________________ જાળવવું જોઈએ - એવી ભાવનાથી અસંયતને અનુકપ્પાદાન કે ઉચિતદાન આપવાનો નિષેધ નથી. એ દાનથી કર્મબન્ધ થતો નથી. કારણ કે અમુકમ્પાદાનનો કોઈ પણ સ્થાને શ્રી જિનેશ્વરદેવોએ નિષેધ કર્યો નથી. ઈત્યાદિ પૂ. ગીતાર્થ ભગવન્તો પાસેથી બરાબર જાણી લેવું જોઈએ. / ૧-૨૭ | અસંયતને શુદ્ધ કે અશુદ્ધ દાન આપવાથી જે અનિષ્ટ પ્રાપ્ત થાય છે તેની ભયંકરતાને દૃષ્ટાન્તથી જણાવાય છે दोषपोषकतां ज्ञात्वा तामुपेक्ष्य ददज्जनः । प्रज्वाल्य चन्दनं कुर्यात् कष्टामङ्गारजीविकाम् ॥ १-२८॥ અસંયતને ગુરુ માનીને ભક્તિપૂર્વક દાન આપવાથી તેની અસયતતા સ્વરૂપ દોષનું પોષણ થાય છે- એમ જાણવા છતાં તેની ઉપેક્ષા કરીને જેઓ અસંયતને શુદ્ધ કે અશુદ્ધદાન આપે છે તેઓ ચંદનનાં કાષ્ઠને બાળીને કોળસા બનાવવાનો કષ્ટમય વ્યાપાર (ધંધો) કરે છે. - આ પ્રમાણે અઠાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે – આપણી પાસે ચંદનનાં કાષ્ઠ હોય અને તેને બાળીને કોલસા બનાવીને જીવનનો નિર્વાહ કરવાનો આપણને પ્રસંગ આવે તો એ કેટલું ખરાબ કહેવાય - એ આપણે સમજી શકીએ છીએ. બસ! આવી જ સ્થિતિ, અસંયતને સંયત માનીને દાન આપવાથી સર્જાય છે. ચંદનના કાષ્ઠની કિંમત કેટલી અને કોલસાની કિંમત કેટલી – એનો જેને ખ્યાલ છે; તે માણસ ચંદનનાં કાષ્ઠના અંગારાથી આજીવિકા ચલાવવાનો વિચાર પણ ના કરે. સુપાત્રદાનનું મહત્ત્વ જેને ખ્યાલમાં છે, તે કુપાત્રને સુપાત્ર માનીને દાન આપવાનો વિચાર ન જ કરે - . એ સમજી શકાય છે.. વર્તમાનમાં ઉપર જણાવેલી વાતની ઘોર ઉપેક્ષા સેવાય છે. માર્ગ D|DF\SqDF\UG]|D]B , follow/b/b//S૪૮ Dિ]D]BEDED]BEDED / / / / / / / Page #50 -------------------------------------------------------------------------- ________________ દર્શાવવાના સ્થાનેથી પણ સુપાત્ર-કુપાત્રનો વિવેક કરવા પ્રત્યે દુર્લક્ષ્ય કરાય છે-એ ખૂબ જ અનુચિત છે. માર્ગદર્શકોએ ગૃહસ્થ દાતાઓને સંયત અને અસંયતનો ભેદ સ્પષ્ટપણે સમજાવવો જોઈએ. સાથે સાથે અસંયતને ભક્તિપૂર્વક દાન આપવાથી ખૂબ જ અનિષ્ટ થાય છે. એ પણ સમજાવવું જોઈએ. બધાને સરખા માનવાની વાત આ શ્લોકને અનુરૂપ નથી. માત્ર પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે શાસ્ત્ર-નિરપેક્ષ વાતો કરવાથી પરમતારક શ્રી જિનશાસનનું ગૌરવ વધતું નથી...૧૨૮. દાનના ચાર ભાંગા(પ્રકાર)નું નિરૂપણ કરીને હવે સુપાત્રના પ્રકાર જણાવાય છે - अत: पात्रं परीक्षेत दानशौण्डः स्वयं धिया । तत् त्रिधा स्यान्मुनिः श्राद्धः सम्यग्दृष्टिस्तथापरः ॥१-२९॥ સંયતને શુદ્ધદાન અને કારણે અશુદ્ધ દાન આપવાથી ઈષ્ટની પ્રાપ્તિ થાય છે; અને અસંયતને શુદ્ધ કે અશુદ્ધદાન આપવાથી અનિષ્ટની પ્રાપ્તિ થાય છે. તેથી દાન આપવામાં તત્પર એવા ગૃહસ્થ પાત્ર (સદસત્પાત્ર) ની પરીક્ષા કરવી જોઈએ. તે પાત્ર (સત્પાત્ર) ત્રણ પ્રકારનું છે. મુનિ, શ્રાવક અને સમ્યગૃષ્ટિ : આ ત્રણ પાત્ર, દાન આપવા માટે યોગ્ય છે. કહેવાનો આશય એ છે કે સુપાત્રદાન કરવાની ભાવનાવાળાએ સુપાત્રને બરાબર શોધી લેવું જોઈએ. જે સુપાત્ર ન હોય તેને સુપાત્ર માનીને દાન આપવાથી જે અનિષ્ટની પ્રાપ્તિ થાય છે; તેનાથી દૂર રહેવા સુપાત્રને જાણી લેવાનું ખૂબ જ આવશ્યક છે. સર્વવિરતિને ધરનારા પૂ. મુનિભગવન્તો, દેશવિરતિને ધરનારા શ્રાવકો અને સમ્યગ્દર્શનને ધરનારા સમ્યગ્દષ્ટિ આત્માઓ સત્પાત્ર છે. એની ભક્તિ ભાવથી વિસ્તારનારી છે. ગૃહસ્થજીવનમાં મોક્ષસાધક RDED]D]D]D]D]D GPSC/SSC/HSC/g/S DGUDDGDDEDGE 'પCOMGG/SECONGS Page #51 -------------------------------------------------------------------------- ________________ યોગની પ્રાપ્તિ માટે જે પ્રયત્ન કરવો પડે છે- એ પ્રયત્નની અપેક્ષાએ ખૂબ જ અલ્પ પ્રયત્ને સુપાત્રદાનનો યોગ પ્રાપ્ત થતો હોય છે. સુપાત્રદાન માટે કોઈ સાધન પ્રાપ્ત કરવાનું નથી. પોતાની પાસે જે છે તેનો ઉપયોગ કરી સુપાત્રદાન કરવાનું છે. ભવથી નિસ્તરવાની ભાવના હોય તો એ માટે સુપાત્રદાન જેવું કોઈ સરળ અને સરસ સાધન નથી. કોણ જાણે કેમ એની ઉપેક્ષા સેવાય છે – એ સમજાતું નથી. જ્યાં પણ થોડીઘણી પ્રવૃત્તિ દેખાય છે; ત્યાં ભવથી નિસ્તરવાની ભાવનાનાં દર્શન ભાગ્યે જ થતાં હોય છે. મોટા ભાગે, ‘આપવાથી મળે છે’-એવી ભાવના ત્યાં કામ કરતી જોવા મળે છે. આપવાથી મળે છે એમાં ના નહિ. પરન્તુ આપવાનું, મેળવવા માટે નથી -એ યાદ રાખવું જોઈએ. પૂ. મુનિભગવન્તોને મુનિભગવન્ત તરીકે જાણીને જેમ સુપાત્રદાન કરવાનું છે તેમ શ્રાવકોને અને સમ્યગ્દષ્ટિ આત્માને પણ તે તે સ્વરૂપે જાણીને જ (પરીક્ષા કરીને જ) સુપાત્રદાન કરવું જોઈએ. લોકોત્તર માર્ગની પોતપોતાની યોગ્યતા મુજબ યથાશિક્ત આરાધના કરનારા પરમતારક સત્પાત્રની ભક્તિ કરવાથી ભવથી તરાય છે. ગૃહસ્થજીવનમાં પરમ આવશ્યક એવા આ સુપાત્રદાનની પ્રત્યે જે ઉપેક્ષા સેવાય છે તે કોઈ પણ રીતે અહિતકર બન્યા વિના નહિ રહે. આજે દાનની પ્રવૃત્તિ ઠીક ઠીક વધી છે પણ સાથે સાથે ઉપર જણાવ્યા મુજબના સુપાત્રદાનની પ્રવૃત્તિ પ્રમાણમાં ખૂબ જ ઘટી છે; અને હજુ પણ ઘટતી રહેશે. પાત્રાપાત્રનો વિવેક કરવાનું તો દૂર રહ્યું પરન્તુ તેને સમજવાનું પણ હવે આવશ્યક જણાતું નથી. સુપાત્ર (મુનિ,શ્રાવક અને સમ્યગ્દષ્ટિ આત્માઓ)ની ભક્તિના નામે; સુપાત્રની અવજ્ઞા અને અપાત્રની ભક્તિ યોજનાપૂર્વક થઈ રહી છે. એ પ્રવૃત્તિની સાથે આપણને કોઈ સંબન્ધ નથી. આ શ્લોકમાં જણાવ્યા મુજબ સત્પાત્રને ઓળખીને સુપાત્રદાનમાં પ્રયત્નશીલ બની રહીએ- એટલું જ જણાવવાનું અહીં તાત્પર્ય છે. DEEEEEEE DDDDDDDDD ૫૦ EDITE dud DO Page #52 -------------------------------------------------------------------------- ________________ આ સંસારથી પાર ઊતરવાની ભાવનાવાળા આત્માઓએ સત્પાત્રની પરીક્ષા કરીને જ સુપાત્રદાનમાં પ્રવૃત્ત બનવું જોઈએ. ૧-૨૯॥ સત્પાત્રની પરીક્ષા કરીને તેમને આપેલા દાનના ફળને વર્ણવાય છે एतेषां दानमेतत्स्थगुणानामनुमोदनात् । औचित्यानतिवृत्त्या च सर्वसम्पत्करं मतम् ॥ १-३० ॥ પૂ. મુનિભગવન્તો, શ્રાવકો અને સમ્યદૃષ્ટિ આત્માઓને કરેલું દાન; તેઓશ્રીના ગુણોની અનુમોદનાથી અને ઔચિત્યનું અતિક્રમણ ન કરવાથી સર્વસમ્પત્તિને ફરનારું છે. આ પ્રમાણે ત્રીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂ. મુનિભગવન્તાદિને જ્યારે દાન અપાય છે; ત્યારે તેઓની પ્રત્યે બહુમાન હોવાથી દાન દ્વારા તેઓશ્રીના જ્ઞાનાદિગુણોની અનુમોદના થાય છે. તેમ જ આ દાન સુપાત્રમાં જ કર્યું હોવાથી અને અપાત્રમાં કર્યું ન હોવાથી ઔચિત્યનું પણ પાલન થાય છે. સુપાત્રદાન કરવા સ્વરૂપ પોતાના આચારનું ઉલ્લંઘન એ વખતે નથી. તેથી પૂ. મુનિભગવન્તાદિને અપાતા દાનથી પૂ. મુનિભગવન્તાદિમાં રહેલા તે તે ગુણોની અનુમોદના અને ઔચિત્યનું અનતિક્રમણ (અનુપાલન) થતું હોવાથી એ સુપાત્રદાન જ્ઞાનપૂર્વકનું હોવાથી સર્વસંપત્તિને આપનારું છે; અર્થાત્ પરંપરાએ મહાનન્દ સ્વરૂપ મોક્ષને આપે છે. આથી સમજી શકાશે કે મોક્ષપ્રાપક અનુષ્ઠાનનું મહત્ત્વ ખરી રીતે તેની જ્ઞાનપૂર્વકતા અને ઔચિત્યની અતિક્રમણતાના અભાવને લઈને છે. શ્રીવીતરાગપરમાત્માએ પ્રરૂપેલાં તે તે મોક્ષપ્રાપક અનુષ્ઠાનો કરતાં પૂર્વે તે માટે અપેક્ષિત-જ્ઞાન મેળવી લેવું જોઈએ અને જ્ઞાનપૂર્વક જ તે તે અનુષ્ઠાનો કરવાં બધાજ એનેાિતર એના પગ ખ્યાલ રાખવો જોઈએ કે ઔચિતા તો બંને નથાય. દાઝ્યાત્રમાં વિહિત હોય એ શ્રી 可可可小礎产 ALL 美 m/u/D ૫૧ શેઠ હઠીસિંહની વાડી. અમદાવાદ. Page #53 -------------------------------------------------------------------------- ________________ દાન અપાવ-કુપાત્રમાં અપાય તો ઔચિત્યનો ભંગ સ્પષ્ટ છે. ઔચિત્યનું અતિક્રમણ-એ મોટો દોષ છે. લોકોત્તર અનુષ્ઠાન ઔચિત્યના અભાવે લઘુતાને પામે છે. પરંપરાએ ગુણ અને ગુણીની અવજ્ઞાને કરનારાં એ અનુષ્ઠાનો મોક્ષબાધક બની જાય છે..૧-૩ના પૂર્વે જણાવ્યા મુજબ સુપાત્રને દાન કરવાથી પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે-એ વાત સાચી; પરન્તુ પૂ. મુનિભગવન્તોને દાન આપવાથી આરંભાદિ થતા નથી; પણ શ્રાવક કે સમ્યગ્દષ્ટિ આત્માને ભોજનાદિ કરાવતી વખતે આરંભાદિ થાય છે. તેથી આરંભાદિ દોષવાળા દાનથી મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય - આ શંકાનું નિરાકરણ કરવા એકત્રીસમો શ્લોક છે. शुभयोगेऽपि यो दोषो द्रव्यतः कोऽपि जायते । પજ્ઞાન સપુનનિષ્ટો યતનાવત: I ?-રૂ? સાધર્મિવાત્સલ્ય વગેરે શુભયોગોમાં દ્રવ્યથી (ભાવશૂન્ય) આરંભાદિ જે કોઈ દોષ થાય છે; તે દોષ, યતનામાં તત્પર એવા આરાધકને કૂવાના દૃષ્ટાન્તથી અનિષ્ટ નથી. કહેવાનો આશય એ છે કે સત્પાત્રમાં દાન આપવાનો ભાવ જેમને છે; તેમને સાધર્મિક વાત્સલ્ય, પ્રભાવના વગેરે સ્વરૂપ શુભયોગ (પ્રશસ્ત અનુષ્ઠાન) કરવામાં જે કોઈ રાંધવા વગેરે સ્વરૂપ આરંભાદિ દોષ પ્રાપ્ત થાય છે; તે દોષ કૂવાના દૃષ્ટાન્તથી તેમના માટે અનિષ્ટનું કારણ બનતો નથી. કારણ કે યતનામાં પ્રયત્નશીલ એવા એ આત્માઓનો શુભયોગ, સ્વરૂપથી સાવદ્ય હોવા છતાં અનુબંધ (ભાવ) થી નિરવદ્ય (પાપરહિત) છે. અન્યત્ર (ઘનિયુક્તિ... વગેરેમાં) પણ એ વાત જણાવી છે કે-સૂત્રમાં જણાવેલી વિધિથી યુક્ત અને અધ્યાત્મની વિશુદ્ધિથી યુક્ત એવા યતનાપરાયણ આત્માને GDDEDGE|D]D]D ]D]BEDDEDDISED Page #54 -------------------------------------------------------------------------- ________________ તે તે શુભયોગની પ્રવૃત્તિ વખતે જે વિરાધના થાય છે; તે નિર્જરાસ્વરૂપ ફળને આપનારી બને છે. સાધર્મિકવાત્સલ્યાદિ વિવિધ અનુષ્ઠાનો શાસ્ત્રમાં જે પ્રમાણે વિહિત છે તે પ્રમાણે વિધિપૂર્વક તે તે અનુષ્ઠાનોને કરનાર અને આત્માની શુભ પરિણતિને ધારણ કરનાર આત્મા જયણાપૂર્વક તે તે શુભયોગને કરે ત્યારે જે કોઈ જીવની વિરાધના થાય તે વિરાધના તે આત્માને કર્મની નિર્જરા સ્વરૂપ ફળને આપનારી બને છે. અહીં જે વિરાધનાને કર્મનિર્જરાની કારણ તરીકે વર્ણવી છે, તે વિરાધના આપવાદિક જાણવાની છે. આધાકર્મિકાદિ દોષથી દૂષિત આહારાદિ ગ્રહણ કરતી વખતે તેમ જ નદી વગેરે ઊતરતી વખતે પૂજ્ય સાધુભગવન્તાદિને જે વિરાધનાનો પ્રસંગ આવે છે, તે વિરાધના શ્રીતીર્થંકરપરમાત્માની આજ્ઞા-સાપેક્ષ હોવાથી તેને (વિરાધનાને) આપવાદિક (અપવાદપદપ્રત્યયિક) વિરાધના કહેવાય છે. તેને છોડીને બીજી બધી વિરાધના: આજ્ઞાનિરપેક્ષ હોવાથી આપવાદિક નથી. ચતના (જીવદ્યાતના પરિણામનો અભાવ, જીવરક્ષાનો પરિણામ...વગેરે) કરવામાં તત્પર એવા આત્માઓને અપવાદે થતી વિરાધના કર્મનિર્જરાનું કારણ બને છે. બીજી વિરાધના તો પાપબન્ધનું જ કારણ બને છે. વિરાધના, વિરાધનાસ્વરૂપે એક હોવા છતાં ફળનો જે ફરક છે તે તેના ઉપાયભૂત ક્રિયાવિશેષના કારણે છે. સાધર્મિકવાત્સલ્યાદિ ક્રિયા જ્ઞાનપૂર્વકની અને યતનાપૂર્વકની હોવાથી તેમાં થતી વિરાધનાના કારણે કર્મની નિર્જરા થાય છે. બીજી વિરાધના; તેવા પ્રકારની જ્ઞાનાદિપૂર્વકની ક્રિયા સમ્બન્ધી ન હોવાથી તેનાથી પાપનો બન્ધ થાય છે, કર્મનિર્જરા થતી નથી. આથી સમજી શકાશે કે ચતના(જયણા)ના પરિણામવાળા આત્માને શુભયોગમાં પણ જે કોઈ દ્રવ્યથી દોષ થાય છે; તે દોષ આગમપ્રસિદ્ધ કૂવાના દૃષ્ટાન્તથી અનિષ્ટ બનતો નથી. પાણી DEEEE DODO BE 7 ૫૩ DHO 1676767679 Page #55 -------------------------------------------------------------------------- ________________ મેળવવાની ઈચ્છાથી કૂવો ખોદતી વખતે થાક લાગે, તરસ લાગે, ધૂળથી કપડાં-શરીર ખરડાય અને કાદવ વગેરે ઊડે... ઈત્યાદિ અનિષ્ટ પ્રાપ્ત થાય છે, પરન્તુ એ બધાં જ અનિષ્ટો કૂવાના પાણીથી દૂર થાય છે. આવી જ રીતે શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞા મુજબ વિધિપૂર્વક જયણાથી સાધર્મિકવાત્સલ્યાદિ શુભયોગ કરતી વખતે જે કોઈ જીવવિરાધનાદિ સ્વરૂપ દોષ થાય છે તે; તે અનુષ્ઠાનથી થતી કર્મનિર્જરાના કારણે દૂર થાય છે. આ રીતે ઉપર જણાવ્યા મુજબ યતનાવન્તને શુભયોગમાં જે કોઈ દોષ ઉત્પન્ન થાય છે તે અનિષ્ટ થતો નથી. અહિંસાદિ ધર્મ જેમ કર્મનિર્જરાનું કારણ છે; તેમ અપવાદપદપ્રત્યયિક વિરાધના (સાધર્મિકવાત્સલ્યાદિ શુભયોગમાં ઉપર જણાવ્યા મુજબ થતી વિરાધના) પણ કર્મનિર્જરાનું કારણ છે. આ વિષયમાં કેટલાક લોકો એમ કહે છે કે – જ્યાં વર્જનનો અભિપ્રાય (જીવવિરાધના ન થાય-એવી ઈચ્છા) છે ત્યાં જે નિર્જરા થાય છે તેની પ્રત્યે; જીવઘાતના પરિણામ વિના થયેલી જીવિરાધના પ્રતિબન્ધકના અભાવ રૂપે કારણ છે. સામાન્ય રીતે કોઈ પણ કાર્યની પ્રત્યે કારણસામગ્રી કારણ છે. એ સામગ્રી હોવા છતાં કોઈ પ્રતિબન્ધક હોય તો કાર્ય થતું નથી. તેથી કારણસામગ્રીની સાથે પ્રતિબન્ધકનો અભાવ પણ કાર્યમાત્રની પ્રત્યે કારણ હોય છે. અગ્નિથી દાહની ઉત્પત્તિ થાય છે. પરન્તુ ચન્દ્રકાન્તમણિ, મન્ત્ર કે ઔષધિવિશેષની વિદ્યમાનતામાં દાહ થતો ન હોવાથી દાહની પ્રત્યે મણિમન્ત્રાદિ પ્રતિબન્ધક મનાય છે અને તેનો અભાવ (પ્રતિબન્ધકાભાવ) દાહની પ્રત્યે કારણ મનાય છે. તેમ નિર્જરાની પ્રત્યે જીવવિરાધના પ્રતિબન્ધક હોવા છતાં ઉપર જણાવ્યા મુજબ સાધર્મિકવાત્સલ્યાદિ શુભયોગમાં જીવવિરાધનાથી પણ નિર્જરા થતી હોવાથી વર્જનાભિપ્રાયથી થનારી એ વિશિષ્ટ નિર્જરાની પ્રત્યે; જીવઘાતપરિણામથી અજન્ય (નહિ UELUGU ૫૪ UDL G Page #56 -------------------------------------------------------------------------- ________________ થયેલી) જીવવિરાધના સ્વરૂપ પ્રતિબન્ધકાભાવ કારણ છે. અને જીવઘાતપરિણામથી જન્ય જીવવિરાધના તાદૃશ (તેવા પ્રકારની) નિર્જરાની પ્રત્યે પ્રતિબન્ધક છે. - આ પ્રમાણે કેટલાક લોકોનું જે કથન છે તે અપૂર્વ વ્યાખ્યાન સ્વરૂપ છે અને આગમની તર્ક (વિચારણા)કુશળતા પણ તેમની અપૂર્વ છે ! કારણ કે કેવળ વિરાધનાને તેઓ પ્રતિબન્ધક માનતા નથી, જીવઘાતના પરિણામથી જન્ય એવી વિરાધનાને તેઓ પ્રતિબંધક માને છે. એ વિશિષ્ટ વિરાધનાના અભાવને; પ્રતિબન્ધકના અભાવ સ્વરૂપે તેઓ નિર્જરાની પ્રત્યે કારણ માને છે. જીવઘાતપરિણામજન્ય જીવવિરાધના સ્વરૂપ પ્રતિબન્ધકનો અભાવ ત્રણ પ્રકારનો છે. વિશિષ્ટ એટલે વિશેષણવિશિષ્ટ વિશેષ્ય. જીવઘાતપરિણામજન્ય જીવવિરાધનાને પ્રતિબંધક માનીએ તો ત્યાં ‘જીવઘાતપરિણામજન્યત્વ' એ જીવવિરાધનાનું વિશેષણ છે અને જીવવિરાધના તેનું વિશેષ્ય છે. કોઈ વાર વિશેષણ ન હોવાથી; કોઈ વાર વિશેષ્ય ન હોવાથી અને કોઈ વાર બંન્ને ન હોવાથી વિશિષ્ટનો અભાવ પ્રાપ્ત થાય છે, જેને અનુક્રમે વિશેષણાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ; વિશેષ્યાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ- અને ઉભયાભાવપ્રયુક્ત વિશિષ્ઠાભાવ કહેવાય છે. ઘટવિશિષ્ટ પટનો અભાવ; ઘટના અભાવના કારણે, પટના અભાવના કારણે અને ઘટ અને પટ- એ બેના અભાવના કારણે જેમ ત્રણ રીતે મળે છેતેમ જીવઘાતપરિણામજન્ય જીવિરાધનાનો અભાવ પણ ત્રણ રીતે મળે છે. જ્યાં જીવઘાતનો પરિણામ નથી અને જીવિરાધના છે; જ્યાં જીવઘાતપરિણામ છે, પણ જીવની વિરાધના નથી અને જ્યાં જીવઘાતનો પરિણામ નથી તેમ જ જીવિરાધના પણ નથી. અહીં બધે જ જીવઘાતપરિણામથી જન્ય જીવવિવિરાધનાનો અભાવ છે. જે લોકો જીવદ્યાતપરિણામજન્ય CEEDE T [4] un ૫૫ DEEEEEEE UG Page #57 -------------------------------------------------------------------------- ________________ જીવવિરાધનાને નિર્જરાની પ્રત્યે પ્રતિબંધક માનીને તેના અભાવને નિર્જરાની પ્રત્યે કારણ માને છે; તેમને એ ત્રણે સ્થળના અભાવને નિર્જરાની પ્રત્યે કારણ માનવાનો પ્રસંગ આવશે. તેથી જ્યાં જીવઘાતનો પરિણામ નથી પરન્તુ જીવવિરાધના છે (સાધર્મિકવાત્સલ્યાદિમાં) એટલે કે જ્યાં વિશિષ્ટાભાવ શુદ્ધવિશેષ્યસ્વરૂપ છે ત્યાં જેમ નિર્જરાની પ્રાપ્તિ થાય છે, તેવી જ રીતે જ્યાં જીવઘાતનો પરિણામ છે અને જીવવિરાધના નથી; (જયણા વિના કરાતા કોઈ કાર્યમાં) એટલે કે જ્યાં વિશિષ્ટાભાવ શુદ્ધ વિશેષણ સ્વરૂપ છે ત્યાં પણ જીવઘાતના પરિણામથી નિર્જરા માનવાનો એ મુર્ખ લોકોને પ્રસંગ આવશે. અહીં યાદ રાખવું જોઈએ કે દરેક વખતે વિશેષણાભાવપ્રયુક્તવિશિષ્ટાભાવ (ઘટાભાવપ્રયુક્ત ઘટવિશિષ્ટ પટાભાવ) શુદ્ધવિશેષ્ય (પટ) સ્વરૂપ જ બને છે અને વિશેષ્યાભાવપ્રયુક્ત વિશિષ્ઠાભાવ (પટાભાવપ્રયુક્ત ઘટવિશિષ્ટપટાભાવ) શુદ્ધવિશેષણ (ઘટ) સ્વરૂપ જ બને છે- એવું નથી. ઘટવિશિષ્ટ પટના અભાવ સ્થળે એ બરાબર છે પરન્તુ ઘટાભાવિશિષ્ટ પટ અથવા તો ઘટવિશિષ્ટ પટાભાવ...ઈત્યાદિના અભાવ સ્થળે એવું નહિ બને – એ ભણાવનાર પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. (ન્યાયની પરિભાષાથી સર્વથા અપરિચિત એવા વાંચકો માટે આ એકત્રીસમા શ્લોકનું વિવરણ થોડું નહિ, ઘણું અઘરું જણાશે. પરન્તુ એનો કોઈ જ વિકલ્પ નથી. જિજ્ઞાસુએ થોડી સ્થિરતા કેળવી અધ્યાપક પાસેથી સમજી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ.) વિશેષણાભાવપ્રયુક્ત વિશિષ્ઠાભાવ અને વિશેષ્યાભાવપ્રયુક્ત વિશિષ્ઠાભાવ સર્વત્ર શુદ્ધવિશેષ્ય સ્વરૂપ અને શુદ્ધવિશેષણ સ્વરૂપ નથી હોતો. એ આશયથી જ ‘શુદ્ધવિશેષ્યસ્વરૂપÒ' અને ‘શુદ્ધવિશેષરૂપસ્વાઽવિ’ - આ ઉલ્લેખ છે. - જ ઉપર જણાવ્યા મુજબ જીવઘાતપરિણામથી જન્ય એવી DEEP DE DEEEE DOCUEDL ૫૬ םםםםםםםם Page #58 -------------------------------------------------------------------------- ________________ વિરાધનાને; વર્જનાભિપ્રાયથી ઉત્પન્ન થનારી નિર્જરાની પ્રત્યે પ્રતિબન્ધક માનીએ અને કેવળ વિરાધનાને પ્રતિબન્ધક ન માનીએ તો જીવઘાત પરિણામથી જન્ય એવી વિરાધનાનો વિશેષ્યાભાવને લઈને જે અભાવ શુદ્ધવિશેષણસ્વરૂપ (જીવઘાતપરિણામસ્વરૂપ છે તેનાથી પણ નિર્જરાની ઉત્પત્તિનો પ્રસંગ આવે છે. તેના નિવારણ માટે એમ કહેવામાં આવે કે-વર્જનાભિપ્રાયસ્થળે જે વિરાધના થાય છે; તેનું જીવઘાતપરિણામજન્યત્વ જે સ્વરૂપ છે-તે વર્જનાભિપ્રાયના કારણે રહેતું નથી. આશય એ છે કે જીવઘાતના પરિણામથી જે જન્ય છે તેને જ વિરાધના કહેવાય છે. જેમાં જીવઘાતપરિણામજન્યત્વ નથી તે વિરાધના નથી. વર્જનાભિપ્રાય સ્થળે વર્જનાભિપ્રાય(જીવનો ઘાત ન થાય એવી ઈચ્છા)ના કારણે વિરાધનાનું જીવઘાતપરિણામજન્યત્વ સ્વરૂપ જ રહેતું નથી. તેથી “જીવઘાતપરિણામજન્યત્વ' સ્વરૂપ વગરની તે વિરાધના અસત્ છે. અસદ્દ એવી તે વિરાધના; નિર્જરાની પ્રત્યે પ્રતિબન્ધક બનતી નથી. પ્રતિબન્ધક તો જે સ-વિદ્યમાન હોય તે બને છે – આ પ્રમાણે કહેનારને પૂછવું જોઈએ કે વિરાધનાનું આ જીવવિરાધનાજન્યત્વ' જે સ્વરૂપ છે તે વિરાધના પદની પ્રવૃત્તિ(પદપ્રયોગાત્મક વ્યવહાર)નું નિમિત્ત છે કે વિરાધના પદાર્થનું વિશેષણ છે? કારણ કે બંને વિકલ્પમાં દોષ છે. વર્જનાભિપ્રાયસ્થળે “જીવની વિરાધના છે-' એ પ્રમાણે પદનો પ્રયોગ કરાય છે અને એ પદના પ્રયોગનું કારણભૂત છવઘાતપરિણામજન્યત્વ' સ્વરૂપ નથી- એ પણ જણાવાય છે. પદની પ્રવૃત્તિના નિમિત્તના અભાવમાં પદની પ્રવૃત્તિ તો ઉન્મત્ત માણસો કરે છે. રક્ત (લાલ) પદની પ્રવૃત્તિનું નિમિત્ત લાલ રંગ છે. એના અભાવવાળા પીળાદિવસ્ત્રમાં કોઈ “રત' પદનો પ્રયોગ કરતું નથી. આથી સમજી શકાય છે કે- વિરાધના' પદનું જીવઘાતપરિણામજન્યત્વાત્મક Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિનિમિત્ત નથી અને વિરાધના છે- આ પ્રમાણેનાં વચન ઉન્મત્તનો પ્રલાપ છે. બીજો વિકલ્પ સ્વીકારીએ તો ઉપર જણાવેલો દોષ કાયમ જ છે. ‘જીવઘાતપરિણામજન્યત્વ'; એ વિરાધનાનું જો વિશેષણ હોય તો નિર્જરાની પ્રત્યે ‘જીવઘાતપરિણામજન્યત્વવિશિષ્ટ વિરાધના’ પ્રતિબન્ધક હોવાથી જ્યાં વિરાધના નથી અને માત્ર જીવઘાતપરિણામ છે, ત્યાં (વિશેષ્યાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ સ્થળે) નિર્જરાની આપત્તિ આવશે -એ ઉપર જણાવ્યું છે જ. આથી ઉપર જણાવ્યા મુજબ કેવળ જીવદ્યાતપરિણામથી નિર્જરાને માનવાની આપત્તિને દૂર કરવા જે કહ્યું છે તે શ્રદ્ધાસમ્પન્ન (વિશ્વાસ રાખનારા) શિષ્યની બુદ્ધિને છેતરવા સ્વરૂપ છે. જીવવિરાધના જો ઉપાધિસહિત ન હોય તો જ તે પ્રતિબન્ધક બને છે. ઉપાધિસહિત વિરાધના તો પ્રતિબન્ધકાભાવ સ્વરૂપ હોવાથી તેવા સ્થળે પ્રતિબન્ધકાભાવસ્વરૂપ કારણ હોવાથી નિર્જરાસ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. આશય એ છે કે કોઈ પણ વસ્તુ પ્રતિબંધક બને કે કારણ બને તો તેની વાસ્તવિકતાને લઈને તે બને. ઉપાધિના કારણે વસ્તુ ઔપાધિક બને છે. તે વાસ્તવિક રહેતી નથી. જે ધર્મથી વિશિષ્ટ જે વસ્તુ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે છે તે ધર્મ તે વસ્તુમાં ઉપાધિ છે. (દા. ત. જપાપુષ્પ વિશિષ્ટ સ્ફટિક વસ્તુ પોતાના શ્વેતતાસ્વરૂપનો ત્યાગ કરે છે તેથી જપાપુષ્પ સ્ફટિકમાં ઉપાધિ છે તેને લઈને સ્ફટિક લાલરૂપ ધારણ કરે છે, જે સ્ફટિકની ઔપાધિકતા છે.) અહીં વર્જનાભિપ્રાય સ્થળે વર્જનાભિપ્રાયવિશિષ્ટ વિરાધના; વર્જનાભિપ્રાયના કારણે જીવઘાતપરિણામજન્યત્વાત્મક પોતાના સ્વરૂપનો ત્યાગ કરે છે. તેથી ત્યાં વર્જનાભિપ્રાય ઉપાધિ છે. એ ઉપાધિથી રહિત જ વિરાધનાને પ્રતિબન્ધક મનાય છે અને તેના અભાવને નિર્જરાની પ્રત્યે કારણ મનાય છે. આ પ્રમાણે કહેવાનું ADDED DUDUGOL ૫૮ BDECEDEDEE 16LOUD Page #60 -------------------------------------------------------------------------- ________________ ઉચિત નથી. કારણ કે વર્જનાભિપ્રાય સ્થળે જે વિરાધના છે તે વિરાધનામાં; જીવઘાતપરિણામ-જન્યાત્મક સંયમનાશાહેતુ(સંયમના નાશનું કારણ)સ્વરૂપ પોતાનું સ્વરૂપ છે જ નહિ, તેથી વર્જનાભિપ્રાયના કારણે તેનો ત્યાગ અશક્ય છે. સંયમજીવનમાં જ્યારે જીવઘાતનો પરિણામ આવે છે ત્યારે તે પરિણામના કારણે જે પણ પ્રવૃત્તિ થાય તે સઘળીય સંયમના નાશનું કારણ બને છે. જીવઘાતપરિણામથી જન્ય વિરાધનામાં સંયમના નાશની કારણતા છે. સંયમનાશની કારણતા જીવઘાતપરિણામજન્યત્વ સ્વરૂપ છે . અને તે વિરાધનાનું સ્વરૂપ છે. પરન્તુ વર્જનાભિપ્રાયસ્થળે વિરાધનામાં જીવઘાતપરિણામજન્યત્વ સ્વરૂપ પોતાનું સ્વરૂપ જ ન હોવાથી વર્જનાભિપ્રાયને કારણે તેનો (વિરાધનાના સ્વરૂપનો) ત્યાગ શક્ય જ નથી. વિદ્યમાનનો ત્યાગ હોય છે, જે વિદ્યમાન નથી તેનો ત્યાગ અશક્ય છે. ‘વર્જનાભિપ્રાય-સ્વરૂપ ઉપાધિના કારણે જીવઘાતપરિણામજન્યત્વાત્મક વિરાધનાસ્વરૂપની હાનિ થાય છે’ – એનો અર્થ એ છે કે સામાન્યથી વિરાધનામાં જીવઘાતપરિણામજન્યત્વનું જે પ્રમાત્મક જ્ઞાન થતું હતું તે જ્ઞાનનો પ્રતિબન્ધ થાય છે. વર્જનાભિપ્રાયના કારણે વિરાધનામાં તેવું જ્ઞાન ન થવા સ્વરૂપ જ અહીં વિરાધનાના સ્વરૂપની હાનિ-ત્યાગ છે. તેથી વર્જનાભિપ્રાયવિશિષ્ટ નિર્જરાસ્થળે ઉપાધિ (વર્જનાભિપ્રાયસ્વરૂપ ઉપાધિ)વિશિષ્ટ વિરાધના પ્રતિબન્ધક ન હોવાથી નિર્જરા થવામાં કોઈ દોષ નથી. જપાપુષ્પવિશિષ્ટ સ્ફટિક સ્થળે પણ તેની શ્વેતતાનો ત્યાગ શ્વેતતાના જ્ઞાનના પ્રતિબન્ધ સ્વરૂપ છે. આ પ્રમાણે પણ કહેવાનું ઉચિત નથી. કારણ કે સ્ફટિકમાં તો શ્વેતતા છે અને જપાપુષ્પના કારણે તેની શ્વેતતા પ્રતીત થતી નથી. પરન્તુ અહીં તો વર્જનાભિપ્રાય સ્થળે વિરાધનામાં જીવઘાતપરિણામજન્યત્વ છે જ નહિ. તેથી તેના જ્ઞાનને રોકવાનું કાર્ય વર્જનાભિપ્રાયથી કઈ રીતે DEEEEEEEEE EDUC ૫૯ DDDDD 7777777 Page #61 -------------------------------------------------------------------------- ________________ થાય? ઘટમાં પટત્વન હોવાથી પરત્વનું જ્ઞાન થતું નથી એનો અર્થ એ નથી કે દંડાદિન-કારણે ઘટમાં પટત્વનું જ્ઞાન થતું નથી. આથી સમજી શકાશે કે વર્જનાભિપ્રાયને ઉપાધિ માનવાનું શક્ય નથી. જેના અભાવના કારણે જ જેનું જ્ઞાન થતું ન હોવા છતાં તેના જ્ઞાનનો પ્રતિબંધ કરનાર તરીકે બીજાને માનવાનું ઉચિત નથી. અન્યથા ગમે તેને ગમે તેના જ્ઞાનનો પ્રતિબન્ધ કરનાર માનવાની આપત્તિ આવશે. આથી સમજી શકાશે કે જીવઘાતપરિણામથી જન્ય એવી વિરાધનાને; વર્જનાભિપ્રાયવિશિષ્ટ નિર્જરાની પ્રત્યે પ્રતિબન્ધક માનવાનું તેમ જ ઉપાધિરહિત વિરાધનાને પ્રતિબન્ધક માનવાનું ઉચિત નથી. ઉપર જણાવ્યા મુજબ જીવઘાતપરિણામજન્ય વિરાધનાદિને પ્રતિબન્ધક માનવાનું ભલે ઉચિત ન હોય પરંતુ વર્જનાભિપ્રાયાભાવ વિશિષ્ટ વિરાધનાને પ્રતિબન્ધક માનવામાં કોઈ દોષ નથી. એટલું જ નહિ એમ કરવામાં વર્જનાભિપ્રાયને નિર્જરાની પ્રત્યે સ્વત– કારણ માનવાની જરૂર ન પડવાથી લાઘવ થાય છે.” - આ પ્રમાણે કહેવાનું બરાબર નથી. કારણ કે વર્જનાભિપ્રાયાભાવવિશિષ્ટ વિરાધનાને પ્રતિબન્ધક માનીએ તો વિરાધનાવિશિષ્ટ વર્જનાભિપ્રાયાભાવને પણ પ્રતિબંધક માનવાનો પ્રસંગ આવશે. વર્જનાભિપ્રાયાભાવને જ વિશેષણ બનાવવું જોઈએ અને વિરાધનાને જ વિશેષ્ય માનવું જોઈએ – એવા નિયમમાં કોઈ પ્રમાણ નથી. વર્જનાભિપ્રાયાભાવવિશિષ્ટ વિરાધનાને પ્રતિબન્ધક મનાય તો વિરાધનાવિશિષ્ટ વર્જનાભિપ્રાયાભાવને પ્રતિબન્ધક કેમ ન મનાય – આ રીતે બન્નેને પ્રતિબન્ધક માનવાના પ્રસંગથી તો ગૌરવ છે. જોકે વર્જનાભિપ્રાયાભાવવિશિષ્ટ વિરાધના અને વિરાધનાવિશિષ્ટ વર્જનાભિપ્રાયાભાવ એ બંનેમાં અર્થની દૃષ્ટિએ કોઈ ફરક પડતો ન હોવાથી આર્થિક ગૌરવ નથી. પરંતુ આ રીતે જેને પ્રતિબન્ધક મનાય JDEEDED]D]D]D]D ]D]Dિ]BEDED]D]D]D Page #62 -------------------------------------------------------------------------- ________________ છે અને જેને સ્વતંત્ર કારણ મનાય છે તે પ્રતિબન્ધકના વિશેષણ તરીકે તે કારણના અભાવને લઈને પ્રતિબન્ધક માનવામાં લાઘવ ઈષ્ટ હોય તો દુષ્ટજ્ઞાન; દોષાભાવવિશિષ્ટબાધસ્વરૂપે જ અનુમિતિની પ્રત્યે પ્રતિબન્ધક છે – એમ માનવાનો પ્રસંગ આવશે. આશય એ છે કે ફિલ: શ્વેતા ઈત્યાકારક અનુમિતિની પ્રત્યે શરૂ: વીત: (તત્વમાવવાન) આવા પ્રકારનું બાધજ્ઞાન પ્રતિબન્ધક છે. પરન્તુ પીરિમાદિ (પીળિયો વગેરે) દોષ સ્થળે શરૂઃ વીત: આવું જ્ઞાન થાય તો તે જ્ઞાન પ્રતિબન્ધ થતું નથી. આથી સમજી શકાશે કે દોષ(પિત્તિયાદિ)ના અભાવમાં જ બાધજ્ઞાન અનુમિતિની પ્રત્યે પ્રતિબન્ધક બનતું હોવા છતાં બાધજ્ઞાનમાં પ્રતિબંધકતા બાધ સ્વરૂપે જ મનાય છે, દોષાભાવ(પિત્તિમાદિદોષાભાવ)વિશિષ્ટ બાધરૂપે પ્રતિબન્ધતા મનાતી નથી. અર્થા બાધજ્ઞાન પ્રતિબન્ધક છે, દોષાભાવવિશિષ્ટ બાધજ્ઞાન પ્રતિબંધક મનાતું નથી. દોષાભાવ સ્વતંત્ર રીતે પ્રતિબન્ધપ્રયોજક મનાય છે. નિર્જરાની પ્રત્યે વર્જનાભિપ્રાય કારણ છે. વિરાધના પ્રતિબન્ધક છે. જ્યાં વિરાધના છે અને સાથે વર્જનાભિપ્રાય છે ત્યાં વિરાધના પ્રતિબંધક બનતી નથી. વર્જનાભિપ્રાયના અભાવમાં જ વિરાધના પ્રતિબન્ધક બને છે. તેથી જો વર્જનાભિપ્રાયાભાવવિશિષ્ટ વિરાધનાને પ્રતિબંધક માનવામાં આવે તો બાધજ્ઞાનને પણ બાધસ્વરૂપે પ્રતિબન્ધક ન માનતા દોષાભાવવિશિષ્ટ બાધ સ્વરૂપે જ પ્રતિબન્ધક માનવાની આપત્તિ આવશે....એ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઈએ. વર્જનાભિપ્રાયાભાવવિશિષ્ટ વિરાધનાને નિર્જરાની પ્રત્યે પ્રતિબન્ધક માનવાથી દોષાભાવવિશિષ્ટબાધસ્વરૂપે દુષ્ટજ્ઞાનને (બાધાદિદોષવિષયકજ્ઞાનને); અનુમિતિ (પર્વતો વનિમન...ઈત્યાદિ સ્વરૂપ જ્ઞાન )ની પ્રત્યે પ્રતિબન્ધક માનવાની આપત્તિ આવે છે. તે JD]D]D]D]D]D]D] S]D]D]D]D]S|DF\SqD /GB/SONGSQBgEઉ૧/GOGOSchools/ Page #63 -------------------------------------------------------------------------- ________________ ઈષ્ટ જ છે કારણ કે ત્યાં પણ લાઘવ થાય તો તે ઈષ્ટ છે, તેથી વર્જનાભિપ્રાયાભાવવિશિષ્ટવિરાધનાને પ્રતિબન્ધક માનવામાં કોઈ દોષ નથી.’’ –આ પ્રમાણે કહેવાનું પણ ઉચિત નથી. કારણ કે જ્યાં વર્જનાભિપ્રાયાભાવસ્વરૂપ વિશેષણ છે અને વિરાધનાસ્વરૂપ વિશેષ્ય નથી, ત્યાં વિશેષ્યના અભાવના કારણે (વિશેષ્યાભાવપ્રયુક્ત); વર્જનાભિપ્રાયાભાવવિશિષ્ટ વિરાધનાનો (પ્રતિબન્ધકનો) અભાવ હોવાથી નિર્જરાસ્વરૂપ ફળની પ્રાપ્તિનો અનિષ્ટ પ્રસંગ આવશે. જ્યાં વર્જનાભિપ્રાય ન હોય અને વિરાધના પણ ન હોય એવા સ્થળે વર્જનાભિપ્રાય ન હોવાથી કર્મબન્ધ થાય છે, નિર્જરા થતી નથી.તેથી વર્જનાભિપ્રાયના અભાવથી વિશિષ્ટ વિરાધનાને પ્રતિબન્ધક માનવાનું સર્વથા અનુચિત છે. આ રીતે નિર્જરાની પ્રત્યે જીવઘાતપરિણામજન્યત્વવિશિષ્ટ વિરાધનાદિને પ્રતિબન્ધક માનીને તેના અભાવને નિર્જરાની પ્રત્યે કારણ માનવાથી દોષ આવે છે. તેથી નિર્જરાની પ્રત્યે જે કારણ છે તે જણાવતાં ગ્રન્થકારશ્રી ફરમાવે છે કે વર્જનાભિપ્રાય જ નિર્જરાસ્વરૂપ ફળવિશેષની પ્રત્યે નિશ્ચયનયથી કારણ છે. શ્લોકમાં યતના મૂળ પરાયણ આત્માને; કૂપદૃષ્ટાન્તથી દ્રવ્યથી થતી વિરાધનાને જે નિર્જરાની કારણ તરીકે વર્ણવી છે- તે વ્યવહારનયની અપેક્ષાએ છે. વર્જન(જીવવિરાધનાનો પરિહાર)ની ભાવનાને અનુસરનારી સાધર્મિકવાત્સલ્યાદિની તે તે પ્રવૃત્તિઓ નિર્જરાનું કારણ બને છે... આ બત્રીશીના આ એકત્રીસમા શ્લોકથી જણાવેલી વાત; દાર્શનિકપરિભાષાથી જેઓ પરિચિત નથી, તેમને તે સમજવાનું થોડું અઘરું છે, જિજ્ઞાસુઓએ એ માટે પૂરતો પ્રયત્ન કરી અધ્યાપકાદિ પાસેથી સમજી લેવી જોઈએ. || ૧-૩૧ ॥ પ્રકરણના અર્થનો ઉપસંહાર કરતાં જણાવાય છે DEEEEE DHOLDU ૬૨ guj - Page #64 -------------------------------------------------------------------------- ________________ इत्थं दानविधिज्ञाता धीरः पुण्यप्रभावकः । યથાશક્તિ વવદ્ તાને પરમાનન્દ્રમાન્ ભવેત્ છે ?-રૂર છે આ રીતે દાન આપવાની વિધિના જ્ઞાતા અને ધર્મની પ્રભાવનાને કરનારા એવા ધીર આત્માઓ પોતાની શક્તિનું અતિક્રમણ ર્યા વિના દાન આપવાથી પરમાનંદના ભાજન બને છે અર્થા મોક્ષને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે બત્રીશમા શ્લોકનો અર્થ છે. એનો આશય યાદ રાખ્યા વિના છૂટકો નથી. ગમે તે દાન હોય પરંતુ તે વિધિપૂર્વક જ કરવું જોઈએ. અવિધિપૂર્વક દાન આપવાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. પાવાપાત્રનો વિવેક, આદર, સત્કાર અને સન્માનાદિ; ત્યાગની વૃત્તિ; આ લોકાદિના ફળની અનપેક્ષા; તરવાની ભાવના અને ન્યાયસમ્પન્નવિભવાદિ વગેરે દાનવિધિનાં અંગો છે. દાન આપનારા ધીર હોવા જોઈએ. ગમે તેવી ખરાબ સ્થિતિમાં પણ દાન આપવાની પ્રવૃત્તિથી વિચલિત બનવું ના જોઈએ. દુ:ખ વેઠી લેવાની વૃત્તિ હોય અને બીજી કોઈ ઈચ્છા ન હોય તો ધીરજ ખૂટતી નથી. નામનાદિની કામના હોય અને અગવડ ના પડે એવી ભાવના હોય તો દાનધર્મ શક્ય નહીં બને. આ રીતે દાન કરનારા ધર્મના પ્રભાવક બની શકે છે. ગૃહસ્થો આ દાનધર્મની આરાધના દ્વારા સાચી રીતે ધર્મની પ્રભાવનાને કરનારા બને છે. પોતાનાં નામ કે કીર્તિ વગેરેનો વિચાર ક્ય વિના માત્ર ત્યાગ કરવાની વૃત્તિથી અને તરવાની ભાવનાથી સુપાત્રદાનાદિ શક્તિ અનુસાર વિહિત છે. આપણી શક્તિ કેટલી છે તેનો સારી રીતે ક્યાસ કાઢી શક્તિને છુપાવ્યા વિના અને શક્તિનું અતિક્રમણ કર્યા વિના દાન આપવાનું છે. આવી જાતનું દાન જ મોક્ષનું કારણ બને છે. બચાવીને આપવાની વૃત્તિ દાનને યથાશક્તિ બનવા દેતી નથી. આજની પરિસ્થિતિ તદ્દન વિચિત્ર છે. યથાશક્તિ વિધિ અને ધર્મની પ્રભાવના વગેરે; DBEFORDDDDDDDDDDDDD GGc/c/GGc/GoldS૬૩ SciSilicSNGS Page #65 -------------------------------------------------------------------------- ________________ દાનમાં જ નહિ, દરેક ધર્માનુષ્ઠાનમાં કવચિત જ જોવા મળે. અને પરમપુણ્યોદયે પ્રાપ્ત થયેલી સામગ્રીનો પૂર્ણપણે ઉપયોગ કરી દાનધર્મની આરાધના દ્વારા, શ્લોકના અન્ને જણાવ્યા મુજબ આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ . એ જ એક શુભાભિલાષા. HI૧-૩૨ા. ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां प्रथमा दानद्वात्रिंशिका ॥ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ S|D]DD]D]DD]D]' DDDDDDDDED Page #66 -------------------------------------------------------------------------- _